GAIL Recruitment 2022 : ગેઇલ ઇન્ડિયા લિમિટેડે (GAIL) મેડિકલ સર્વિસિસમાં ચીફ મેનેજર અને સિનિયર ઓફિસરની જગ્યાઓ (GAIL Recruitment 2022) માટે અરજીઓ મંગાવી છે. ચીફ મેનેજરો માટે 2 પદ ઉપલબ્ધ છે, જ્યારે ચીફ મેનેજર માટે 7 જગ્યાઓ ખાલી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો ગેઇલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ gailonline.com મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો લાયકાત ચકાસી અન અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશનની લિંક પરથી અરજી કરી શકે છે.
GAIL Recruitment 2022 લાયકાતના માપદંડ
- શૈક્ષણિક લાયકાત
ચીફ મેનેજર: ચીફ મેનેજર માટે અરજી કરવા ઉમેદવારે જનરલ મેડિસિનના એમડી/ડીએનબી સાથે MBBS પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત તેમની પાસે મેડિકલ ઓફિસર/સ્પેશિયલિસ્ટ/ સલાહકાર/ લેક્ચરર/આસિસ્ટન્ટ પ્રોફેસર/ સરકારી મેડિકલ કોલેજ/હોસ્પિટલમાં અથવા ખાનગી મેડિકલ કોલેજ/હોસ્પિટલમાં અથવા રાજ્ય/કેન્દ્ર સરકાર વિભાગ/ જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝ/ખાનગી ક્ષેત્રની સંસ્થામાં ઓછામાં ઓછો 9 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
સિનિયર ઓફિસર: આ પોસ્ટ માટે અરજી કરનારાઓ પાસે રાજ્ય/કેન્દ્ર સરકારના વિભાગ/હોસ્પિટલમાં તબીબી અધિકારી/નિષ્ણાત તરીકે અથવા જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝ/ખાનગી ક્ષેત્રની સંસ્થા/હોસ્પિટલમાં, તે સંસ્થા/હોસ્પિટલના કર્મચારી તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ (ઇન્ટર્નશિપ સિવાય) અને MBBSની ડિગ્રી હોવી આવશ્યક છે.
વય મર્યાદા: ચીફ મેનેજર માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષની અંદર હોવી જોઈએ, જ્યારે વરિષ્ઠ અધિકારી માટે અરજી કરનારાઓ 32 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના હોવા જોઈએ.
GAIL Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
09
શૈક્ષણિક લાયકાત
MBBS અને અન્ય સંબંધિત ડિગ્રી અનુભવ
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં ગેઇલ સિલેક્શન કમિટી સમક્ષ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ શામેલ છે
પસંદગી પ્રક્રિયામાં ગેઇલ સિલેક્શન કમિટી સમક્ષ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ શામેલ છે. જોકે કંપનીએ કહ્યું છે કે પસંદગી પ્રક્રિયા કામચલાઉ છે અને તે કંપનીની વહીવટી/વ્યવસાયિક જરૂરિયાતો પર નિર્ભર રહેશે.
- પગારધોરણ
ચીફ મેનેજરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ.90,000થી રૂ.2,40,000 વચ્ચેનો પગાર ચૂકવવામાં આવશે, જ્યારે સિનિયર ઓફિસર માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 60000 થી રૂ. 180000 વચ્ચેનો પગાર મળશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર