Home /News /career /GAIL Recruitment 2022: GAIL ઇન્ડિયાએ વિવિધ પદો પર બહાર પાડી ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

GAIL Recruitment 2022: GAIL ઇન્ડિયાએ વિવિધ પદો પર બહાર પાડી ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

વર્ષ 2023 દરમિયાન કેમિકલ, સિવિલ, GATELTEL (TC/TM) અને BISની શાખાઓમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે

GAIL Recruitment 2022 - આ નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2022ના રોજ અથવા તે પહેલાં ગેટ 2023 માટે અરજી કરી શકે છે અને તે માટે હાજર થઈ શકે છે

નોકરીની (Job)શોધ કરી રહેલા યુવા એન્જીનિયર્સ માટે એક સુવર્ણ તક સામે આવી છે. હકીકતમાં ગેઇલ લિમિટેડ (GAIL India Ltd.), મહારત્ન પીએસયુ અને ભારતની ફ્લેગશિપ નેચરલ ગેસ કંપની, ગેટ-2023 માર્ક્સનો ઉપયોગ કરીને એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ) પોસ્ટ્સ ભરવા માટે યુવા ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ પાસેથી અરજીઓ (GAIL Recruitment 2022) મંગાવી રહી છે. વર્ષ 2023 દરમિયાન કેમિકલ, સિવિલ, GATELTEL (TC/TM) અને BISની શાખાઓમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.

આ નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2022ના રોજ અથવા તે પહેલાં ગેટ 2023 માટે અરજી કરી શકે છે અને તે માટે હાજર થઈ શકે છે. તે પછી ઉમેદવારોએ તેમનો GATE-2023 નોંધણી નંબર સાથે GAIL વેબસાઇટ: https://gailonline.com દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે. સંબંધિત લિંક 14 ફેબ્રુઆરી 2023થી 15 માર્ચ 2023ના રોજ 1100 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચો - સરકારી નોકરી માટે તક, UPSCમાં 54 જગ્યાઓ માટે ભરતી; 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

મહત્વની તારીખો


અરજી કરવાની પ્રારંભિક તારીખ – 14 ફેબ્રુઆરી, 2023

અરજી કરવાની અંતિમ તારીખ – 15 માર્ચ, 2023

આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી


એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ)

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (સિવિલ)

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ગેઇલટેલ ટીસી/ટીએમ)

એક્ઝિક્યુટિવ ટ્રેઈની (બી.આઈ.એસ.)

શૈક્ષણિક લાયકાત


એક્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ) - ઓછામાં ઓછા 65 ટકા માર્કસ સાથે બેચલર ડિગ્રી ઇન કેમિકલ/પેટ્રોકેમિકલ/કેમિકલ ટેકનોલોજી/પેટ્રોકેમિકલ ટેકનોલોજી/કેમિકલ ટેકનોલોજી/કેમિકલ ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી.

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (સિવિલ) - સિવિલમાં એન્જિનિયરિંગ /ટેકનોલોજીમાં ઓછામાં ઓછા 65% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી.

એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ગેઇલટેલ ટીસી/ટીએમ) - ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન / ટેલિકમ્યુનિકેશન / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશનમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી. એક્ઝિક્યુટિવ ટ્રેઇની (BIS) ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી.

અથવા ઓછામાં ઓછા 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી અને ઓછામાં ઓછા 65% ગુણ સાથે કમ્પ્યુટર એપ્લિકેશન (MCA)માં 3 વર્ષની માસ્ટર ડિગ્રી.

વયમર્યાદા


આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર 26 વર્ષ રાખવામાં આવી છે.

કઇ રીતે કરવામાં આવશે પસંદગી?


આ પસંદગી ગ્રુપ ડિસ્કશન અને/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
First published:

Tags: Career and Jobs, Job, Job Alert, Recruitment, Recruitment 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन