Home /News /career /

Sarkari Naukri: સરકારી નોકરીની સુવર્ણ તક, GAILમાં 282 પદો પર આવી ભરતી

Sarkari Naukri: સરકારી નોકરીની સુવર્ણ તક, GAILમાં 282 પદો પર આવી ભરતી

ગેઈલમાં ભરતી

GAIL Recruitment 2022: ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (GAIL Ltd)ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે gailonline.com પર નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની પોસ્ટ પર ભરતી માટેની નોટિફીકેશન જાહેર કરશે.

    Jobs and Career: નોકરી (Jobs)ની શોધ આજે યુવાનો માટે સૌથી કઠીન ટાસ્ક પૈકી એક છે. જોકે, સરકાર અને વિવિધ દિગ્ગજ સરકારી કંપનીઓ દ્વારા સમયાંતરે નોકરી કે ભરતી (Recruitment)ઓ બહાર પાડવામાં આવતી રહે છે. ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (GAIL Ltd)ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે gailonline.com પર નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સની પોસ્ટ પર ભરતી માટેની નોટિફીકેશન જાહેર કરશે.

    કેમિકલ, લેબોરેટરી, મિકેનિકલ, ટેલિકોમ/ટેલિમેટ્રી, ઇલેક્ટ્રિકલ, ફાયર એન્ડ સેફ્ટી, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્ટોર એન્ડ પરચેઝ, સિવિલ, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, ઓફિશિયલ લેંગ્વેજ, માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સ (એચઆર)ની શાખાઓમાં નોન-એક્ઝિક્યુટિવના વિવિધ ગ્રેડમાં ખાલી પડેલી 282 જગ્યાઓ માટે રિક્રુટમેન્ટ કરવામાં આવશે.

    ટૂંકી નોટિફીકેશન અનુસાર, ગેઇલ નોન-એક્ઝિક્યુટિવ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ 16 ઓગસ્ટ 2022 ના રોજ બહાર પાડવામાં આવશે અને 15 સપ્ટેમ્બર 2022 સુધી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. એકવાર નોટિફિકેશન ફરીથી શરૂ થયા પછી લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા ને લગતી વધુ વિગતો ચકાસી શકાશે. ગેઇલ એ મહારત્ન પીએસયુ અને ભારતની ફ્લેગશિપ નેચરલ ગેસ કંપની છે.

    આ પણ વાંચોઃ-Government Job: 10-12, ડિપ્લોમાં પાસ, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી, 14 ઓગસ્ટ છેલ્લી તારીખ

    મહત્વની તારીખો


    અરજી કરવાની શરુઆતની તારીખ – 16 ઓગસ્ટ, 2022

    અરજી કરવાની અંતિમ તારીખ – 15 સપ્ટેમ્બર, 2022

    ટોટલ પોસ્ટ – 282

    કેમિકલ

    લેબોરેટરી

    મેકેનિકલ

    ટેલિકોમ/ટેલિમેટ્રી

    ઇલેક્ટ્રિકલ

    ફાયર એન્ડ સેફ્ટી

    ઇન્સ્ટ્રૂમેન્ટેશન

    સ્ટોર એન્ડ સેફ્ટી

    ઇન્સ્ટ્રૂમેન્ટેશન

    સ્ટોર એન્ડ પર્ચેઝ

    સિવિલ

    ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ

    ઓફિશ્યલ લેન્ગ્વેજ

    માર્કેટિંગ

    હ્યુમન રીસોર્સ (એચઆર)

    નોટિફિકેશન

    કઇ રીતે કરવી અરજી?


    સૌ પ્રથમ ગેઇલની સત્તાવાર વેબસાઇટ gailonline.com પર જાઓ અને ત્યારે પછી તેમાં 'કરિયર સેક્શનમાં જાઓ.

    - હવે ઓનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

    - તમારી વિગતો દાખલ કરો

    - સિસ્ટમ દ્વારા જનરેટ થયેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લો. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    આ પણ વાંચોઃ-Career Tips: 10 પાસ માટે જ્વેલરી ડિઝાઈનિંગમાં કારકિર્દીની અપાર તકો, દેશ-વિદેશમાં છે ભારે માંગ

    જોકે, હજુ સુધી અરજી ફી અને શૈક્ષણિક લાયકાત અંગે કોઇ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. આ માટે ઇચ્છુક ઉમેદવારોએ વિગતવાર નોટિફીકેશન જાહેર થવાની રાહ જોવાની રહેશે. આપન જણાવી દઇએ કે અંતિમ તારીખ બાદ કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
    First published:

    Tags: Career News, Gail Recruitment 2022, Jobs and Career, Recruitment, Recruitment 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन