FSAAI Recruitment 2022 : એફએસએએઆઈ દ્વારા ફૂડ એનાલિસ્ટ અને જૂનિયર ફૂ઼ડ એનાલિસ્ટની પરીક્ષાનું નોટઇફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.
FSSAI Recruitment 2022 : ફૂડ સેફ્ટિ સ્ટાન્ડર્ડ ઓથોરોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા જૂનિયર ફૂડ એનાલિસ્ટની એક્ઝામનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
FSSAI Recruitment: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) હેઠળ 8મી ફૂડ એનાલિસ્ટ પરીક્ષા (Food analyst examination) 2022 (8મી FAI- 2022) અને 5મી જુનિયર એનાલિસ્ટ પરીક્ષા 2022 (5મી JAE – 2022) માટે જરૂરી શૈક્ષણિક લાયકાતો અને 3 વર્ષનો અનુભવ (Experience) ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજી (Online application)ઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ છે.
• FSSAI Recruitment: યોગ્યતાનો માપદંડ:
ઉમેદવાર પાસે કેમેસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી કેમિસ્ટ્રી અથવા ફૂડ ટેક્નોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા ડેરી/ઓઇલમાં બેચલર ઑફ ટેક્નોલોજી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આવા હેતુઓ માટે માન્ય અન્ય લાયકાત સમકક્ષ ગણાશે.
• FSSAI Recruitment: વયમર્યાદા
8મી ફૂડ એનાલિસ્ટ પરીક્ષા 2022 માટે કોઈ વયમર્યાદા નથી. જ્યારે જુનિયર ફૂડ એનાલિસ્ટની પરીક્ષા ઉમેદવારોની વયમર્યાદા મહત્તમ 28 વર્ષ છે. SC/ST કેટેગરી માટે મહત્તમ ઉંમર 33 વર્ષ અને OBC કેટેગરી માટે મહત્તમ વયમર્યાદા 31 વર્ષ છે.
•FSSAI Recruitment: અરજીની ફી
8મી ફૂડ એનાલિસ્ટ પરીક્ષા 2022 માટે ફી રૂ. 2000 છે. જે ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે. આ ફી નોન-રિફંડેબલ છે. જ્યારે 5મી જુનિયર એનાલિસ્ટ પરીક્ષા 2022ની ફી રૂ.1500 છે. આ પણ નોન-રિફંડેબલ છે અને ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે.
• FSSAI Recruitment: પરીક્ષા બાબતે આ વાતોનું રાખો ધ્યાન
ફૂડ એનાલિસિસમાં 3 વર્ષનો ફરજિયાત અનુભવ મેળવ્યા પછી જુનિયર એનાલિસ્ટ ભવિષ્યની પરીક્ષામાં માત્ર પેપર-2 (પ્રેક્ટિકલ એક્ઝામિનેશન)માં હાજર રહી શકે છે. 3 વર્ષનો અનુભવ મેળવ્યા બાદ જુનિયર એનાલિસ્ટ્સને પેપર-2 (પ્રેક્ટિકલ)માં હાજર રહેવાની તક માત્ર એક જ વખત પૂરી પાડવામાં આવશે. પેપર -2 પરીક્ષા ક્વોલિફાઇ કર્યા પછી, જુનિયર એનાલિસ્ટ FSSR, 2011 હેઠળ ફૂડ એનાલિસ્ટ તરીકે જાહેર થવા માટે પાત્ર બનશે.
બીજી તરફ FSSAI ફૂડ એનાલિસ્ટ પરીક્ષાના નિયત માપદંડ મુજબ પેપર-1 (થિયરી પેપર)માં ક્વોલિફાય થયા બાદ ઉમેદવારોને માત્ર પેપર-2 (પ્રેક્ટિકલ)માં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
પરીક્ષા
ફૂડ એનાલિસ્ટ/ જૂનિયર ફૂ઼ડ એનાલિસ્ટ
યોગ્યતા
ઉમેદવાર પાસે કેમેસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી કેમિસ્ટ્રી અથવા ફૂડ ટેક્નોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા ડેરી/ઓઇલમાં બેચલર ઑફ ટેક્નોલોજી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં ડિગ્રી હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પરીક્ષા દ્વારા
અરજી ફી
8મી ફૂડ એનાલિસ્ટ પરીક્ષા 2022 માટે ફી રૂ. 2000 છે. જે ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે. આ ફી નોન-રિફંડેબલ છે. જ્યારે 5મી જુનિયર એનાલિસ્ટ પરીક્ષા 2022ની ફી રૂ.1500 છે. આ પણ નોન-રિફંડેબલ છે અને ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે.