FSSAI Recruitment 2021: FSSAIમાં 233 પદો પર થઈ રહી છે ભરતી, આ રીતો કરો અપ્લાય

fssaiમાં સરકારી નોકરી જો તમે આ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોય તો આજે જ એપ્લાય કરો

FSSAI Recruitment 2021 :ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ફૂડ એનાલિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર, આસિસટન્ટ મેનેજર અને આસિસટન્ટ સહિતના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફટાફટ ચેક કરો

  • Share this:
    FSSAI Recruitment 2021  : ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ફૂડ એનાલિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર, આસિસટન્ટ મેનેજર અને આસિસટન્ટ સહિતના પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે છે. યોગ્ય ઉમ્દવારે આ પદો માટે FSSAIની ઓફિશિયલ વેબસાઈટ fssai.gov.in પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

    જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયાથી FSSAIમાં ખાલી પડેલા કુલ 233 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની તારીખ 8 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધીની છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરિક્ષા અને ઈન્યરવ્યૂને આધારે કરવામાં આવશે. FSSAIની ભરતીમાં પ્રક્રિયામાં ઉમેદવારોની લેખિત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ એટલે કે CBT આધારિત હશે.

    FSSAIમાં આ પદો પર થશે ભરતી પ્રક્રિયા

    કુલ ખાલી પડેલા પદોની સંખ્યા – 233

    ફુડ એનાલિસ્ટ - 4 ,ટેક્નિકલ ઓફિસર - 125, સેન્ટ્ર્લ ફુડ સેફટી ઓફિસર - 37 , આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) - 4, આસિસ્ટન્ટ મેનેજર - 4 , આસિસ્ટન્ટ - 33 , હિન્દી ટ્રાન્સલેટર - 1 પર્સનલ આસિસિટન્ટ - 19, IT આસિસ્ટન્ટ - 3



    FSSAI Recruitment 2021  આવેદન કરવા માટે વય મર્યાદા

    FSSAI ભરતીમાં ફુડ એનાલિસ્ટના પદ માટે 35 વર્ષ, જૂનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 1 માટે 25 વર્ષ અને અન્ય તમામ પદો માટે 30 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આરક્ષણ ધરાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગત































    જોબ : fssaiમાં વિવિધ પોસ્ટ પર
    કુલ જગ્યા : 233
    પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે
    એપ્લિકેશન ફી : જનરલ કેટેગરી અને ઓબીસી ઉમેદવારો માટે આવેદન ફી રુપિયા 1500, પૂર્વ કર્મચારી માટે 500 રૂ.
    આવેદન કરવાની અંતિમ તારીખ : 12-11-2021
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન માટે અહીંયા ક્લિક કરો



    FSSAI Recruitment 2021  એપ્લિકશન ફી

    જનરલ કેટેગરી અને ઓબીસી ઉમેદવારો માટે આવેદન ફી રુપિયા 1500 રાખવામાં આવી છે, જ્યારે એસટી, એસસી, ઈડબલ્યૂએસ, પીડબલ્યૂડી, મહિલા અને પૂર્વ કર્મચારીઓ માટે આ ફી રુપિયા 500 રહેશે.

    FSSAI Recruitment 2021  પે સ્કેલ

    ફુડ એનાલિસ્ટને પે લેવલ 10, હિન્દી ટ્રાન્સલેટર, પર્સનલ આસિસટન્ટ અને આઈટી આસિસ્ટન્ટના પદો પર નિયુક્ત ઉમેદવારોને પે લેવલ 6, જૂનિયર આસિસટન્ટ ગ્રેડ 1ને પે લેવલ 4 જ્યારે બાકીના અન્ય તમામ પદો પર લેવલ 7 અંતર્ગત વેતનની ચુકવણી કરવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri : SBI POની 2056 જગ્યા માટે ભરતી, ઓનલાઇન એપ્લિકેશન કરવાની છેલ્લી

    FSSAI Recruitment 2021  ભરતી માટે લાયકાત

    આવેદન કરતા ઉમેદવારોએ અહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે વિવિધ પદો પર આવેદન કરવા માટે FSSAI દ્વારા અલગ અલગ લાયકાત રાખવામાં આવી છે. આ અંગેની જાણકારી મેળવવા માટે આવેદન કરતા પહેલા FSSAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી.

    FSSAI Recruitment 2021  આ રીતે કરો આવેદન

    ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો FSSAIની વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકે છે. ઓફિશિયલ નોટિસ અનુસાર ઓનલાઈન આવેદનની સાથે એપ્લિકેશન ફોર્મની એક હાર્ડ કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ FSSAIનાં આસિસટન્ટ રિક્રુટમેન્ટ ડાયરેક્ટર, FDA ભવન, કોટલા રોડ દિલ્લી સુધી 18 નવેમ્બર પહેલા પહોંચી જવી જોઈએ. હાર્ડ કોપી ન મોકલનાર ઉમેદવારોની એપ્લિકેશન માન્ય ગણાશે નહી અને તેને રદ્દ કરવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફની 114 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી

    FSSAI Recruitment 2021  પસંદગી પ્રક્રિયા

    FSSAIમાં ભરતી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારની એકથી વધુ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવે છે તો તે ઉમેદવારની પસંદગી અને પ્રાથમિકતાને આધારે તેની નિમણુંક કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: