Home /News /career /FSSAI Recruitment 2021: FSSAIમાં 233 જગ્યા માટે અરજી કરવા કરવાની અંતિમ તક, 56,100 રૂ. સુધી મળશે પગાર
FSSAI Recruitment 2021: FSSAIમાં 233 જગ્યા માટે અરજી કરવા કરવાની અંતિમ તક, 56,100 રૂ. સુધી મળશે પગાર
fssaiમાં સરકારી નોકરી જો તમે આ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોય તો આજે જ એપ્લાય કરો
FSSAI Recruitment 2021 :ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ફૂડ એનાલિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર, આસિસટન્ટ મેનેજર અને આસિસટન્ટ સહિતના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફટાફટ ચેક કરો
FSSAI Recruitment 2021 : ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ફૂડ એનાલિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર, આસિસટન્ટ મેનેજર અને આસિસટન્ટ સહિતના પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે છે. યોગ્ય ઉમ્દવારે આ પદો માટે FSSAIની ઓફિશિયલ વેબસાઈટ fssai.gov.in પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. આ નોકરીમાં 56,100 રૂપિયા સુધીનો શરૂઆતનો પગાર મળી રહ્યો છે. નોકરી માટે ઓનલાઇન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. નોકરીની જાહેરાત વાંચી અને ફટાફટ અરજી કરવાની રહેશે.
જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયાથી FSSAIમાં ખાલી પડેલા કુલ 233 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની તારીખ 8 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધીની છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખિત પરિક્ષા અને ઈન્યરવ્યૂને આધારે કરવામાં આવશે. FSSAIની ભરતીમાં પ્રક્રિયામાં ઉમેદવારોની લેખિત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ એટલે કે CBT આધારિત હશે.
આવેદન કરતા ઉમેદવારોએ અહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે વિવિધ પદો પર આવેદન કરવા માટે FSSAI દ્વારા અલગ અલગ લાયકાત રાખવામાં આવી છે. આ અંગેની જાણકારી મેળવવા માટે આવેદન કરતા પહેલા FSSAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી.
FSSAI Recruitment 2021 આવેદન કરવા માટે વય મર્યાદા
FSSAI ભરતીમાં ફુડ એનાલિસ્ટના પદ માટે 35 વર્ષ, જૂનિયર આસિસ્ટન્ટ ગ્રેડ 1 માટે 25 વર્ષ અને અન્ય તમામ પદો માટે 30 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આરક્ષણ ધરાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
FSSAI Recruitment 2021 પસંદગી પ્રક્રિયા
FSSAIમાં ભરતી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારની એકથી વધુ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવે છે તો તે ઉમેદવારની પસંદગી અને પ્રાથમિકતાને આધારે તેની નિમણુંક કરવામાં આવશે.
FSSAI Recruitment 2021 એપ્લિકશન ફી
જનરલ કેટેગરી અને ઓબીસી ઉમેદવારો માટે આવેદન ફી રુપિયા 1500 રાખવામાં આવી છે, જ્યારે એસટી, એસસી, ઈડબલ્યૂએસ, પીડબલ્યૂડી, મહિલા અને પૂર્વ કર્મચારીઓ માટે આ ફી રુપિયા 500 રહેશે.
નોકરીની ટૂંકી વિગત
જોબ :
fssaiમાં વિવિધ પોસ્ટ પર
કુલ જગ્યા :
233
પસંદગી પ્રક્રિયા :
લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે
એપ્લિકેશન ફી :
જનરલ કેટેગરી અને ઓબીસી ઉમેદવારો માટે આવેદન ફી રુપિયા 1500, પૂર્વ કર્મચારી માટે 500 રૂ.
ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો FSSAIની વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકે છે. ઓફિશિયલ નોટિસ અનુસાર ઓનલાઈન આવેદનની સાથે એપ્લિકેશન ફોર્મની એક હાર્ડ કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ FSSAIનાં આસિસટન્ટ રિક્રુટમેન્ટ ડાયરેક્ટર, FDA ભવન, કોટલા રોડ દિલ્લી સુધી 18 નવેમ્બર પહેલા પહોંચી જવી જોઈએ. હાર્ડ કોપી ન મોકલનાર ઉમેદવારોની એપ્લિકેશન માન્ય ગણાશે નહી અને તેને રદ્દ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર