FSSAI Recruitment: FSSAIમાં વિવિધ 233 પદો પર નીકળી ભરતી, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ

FSSAI દ્વારા કુલ 233 પદ પર ભરતી કરવામાં આવી રહી છે

Government jobs- ઇચ્છૂક ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 13 ઓક્ટોબર, 2021થી શરૂ કરી દેવામાં આવી છે

  • Share this:
સરકારી નોકરી (Government jobs)કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) દ્વારા વિવિધ 233 પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છૂક ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 13 ઓક્ટોબર, 2021થી શરૂ કરી દેવામાં આવી છે. જે પણ ઉમેદવાર રસ ધરાવતા હોય તેઓ FSSAIની સત્તાવાર વેબસાઇટ fssai.gov.in પર જઇને પોતાનું નામ અને જરૂરી તમામ વિગતો સાથે રજીસ્ટ્રેશન (FSSAI Recruitment) 2021કરાવી શકે છે. આ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર, 2021 રાખવામાં આવી છે.

આ જગ્યાઓ પર થશે ભરતી

FSSAI દ્વારા કુલ 233 પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ફૂડ એનાલિસ્ટ – 4

ટેક્નિકલ ઓફિસર – 125

સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર(CFSO) – 37

આસિસ્ટન્ટ મેનેજર (IT) – 4

આસિસ્ટન્ટ મેનેજર – 4

આસિસ્ટન્ટ – 33

હિન્દી ટ્રાન્સલેટર – 1

પર્સનલ આસિસ્ટન્ટ – 19

આઇટી આસિસ્ટન્ટ – 3

વય મર્યાદા

ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની ઉંમર 12 નવેમ્બર,2021 સુધી 30 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં. 7 નવેમ્બર, 2021 પછી અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો - રાજ્યમાં સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી

કઇ રીતે થશે પસંદગી?

ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ પછી જો જરૂર જણાશે તો લેખિત પરીક્ષાના આધારે પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જો તમે એકથી વધુ પોસ્ટ માટે અરજી કરો અને તેમને એકથી વધુ પોસ્ટ પર પસંદ કરવામાં આવે તો કઇ પોસ્ટમાં જોડાવું તે અંગે અગાઉથી નક્કી કરી લેવું.

કેટલી રહેશે ફી?

જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ.1000 અને ઇન્ટિમેશન ચાર્જ રૂ.500 મળી કુલ રૂ. 1500 ફી રાખવામાં આવી છે. જ્યારે કે SC/ST/EWS/PwBD/મહિલાઓ/ભૂતપૂર્વ સૈનિક માટે એપ્લિકેશન ફી શૂન્ય છે, તેમણે માત્ર ઇન્ટિમેશન ચાર્જ રૂ.500 ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો - Army Jobs: સેનાના ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં ક્લર્ક અને MTS પદો પર ભરતી, ધો-10 અને ધો-12 પાસ કરો અરજી

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ fssai.gov.in પરથી શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો અંગે માહિતી મેળવી શકે છે. જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યા ન સર્જાય.
First published: