Home /News /career /ટેકનિકલ જગતમાં ઝડપથી વધી રહી છે ફ્રન્ટ એન્ડ ડેવલપર્સની માંગ, મળશે આકર્ષક પગાર અને ઉજ્જવળ કારકીર્દી
ટેકનિકલ જગતમાં ઝડપથી વધી રહી છે ફ્રન્ટ એન્ડ ડેવલપર્સની માંગ, મળશે આકર્ષક પગાર અને ઉજ્જવળ કારકીર્દી
ટેકનિકલ જગતમાં ઝડપથી વધી રહી છે ફ્રન્ટ એન્ડ ડેવલપર્સની માંગ
IT field jobs: આજે વર્ક ફ્રોમ હોમ અને હાઇબ્રિડ મોડેલ્સના કારણે કર્મચારીઓન કામ કરવાની ફ્લેક્સિબિલિટી મળે છે. આ આર્ટિકલમાં અમે આઇટી ક્ષેત્રમાં રસ ધરાવતા ભારતીય યુવાનો માટે કેવા પ્રકારની નોકરીઓ (Jobs in IT Field) ઉપલબ્ધ છે અને તે મેળવવા માટે કેવી રીતે તાલીમ આપવી તે સરળ ભાષામાં સમજાવીશું.
1990ના દાયકાથી ભારત (India) મુખ્યત્વે કોસ્ટ આર્બિટ્રેજ, પ્રાઇઝ-કોમ્પિટીટિવ રીસોર્સની ઉપલબ્ધતા અને ક્લાયન્ટ ઓર્ડર્સ મેળવવા માટે તમામ પ્રકારના પ્રોજેક્ટ્સ સ્વીકારવાની કંપનીઓની ફ્લેક્સિબિલિટીના કારણે પરંપરાગત રીતે વિશ્વનું આઉટસોર્સિંગ હબ (world's outsourcing hub) રહ્યું છે.
જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપણે ભારતને વિષયના નિષ્ણાતોની ભૂમિ તરીકે (the land of subject matter experts) ખાસ કરીને એન્જિનીયરિંગ અને આઇટી ડેવલપમેન્ટમાં (IT Development) નવી સપાટીઓ પર આવતા જોઇ રહ્યા છીએ. તેમાં પણ કોરોના મહામારી કંપનીની કામ કરવાની રીતો અને મોડ્યુલ્સમાં એક નવો જ ટ્રેન્ડ ઉમેરી દીધો છે. આજે વર્ક ફ્રોમ હોમ અને હાઇબ્રિડ મોડેલ્સના કારણે કર્મચારીઓન કામ કરવાની ફ્લેક્સિબિલિટી મળે છે. આ આર્ટિકલમાં અમે આઇટી ક્ષેત્રમાં રસ ધરાવતા ભારતીય યુવાનો માટે કેવા પ્રકારની નોકરીઓ (Jobs in IT Field) ઉપલબ્ધ છે અને તે મેળવવા માટે કેવી રીતે તાલીમ આપવી તે સરળ ભાષામાં સમજાવીશું.
અનઇનિશિએટેડ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કેટલીક સરળ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે
- જરૂરિયાતો જાણવી (બીએ)
- સોફ્ટવેરના ફીચર્સ વિશે વિચારવું (પીએમ)
- યુઝ અને એન્ગેજમેન્ટ (યુઆઇ/યુએક્સ)
- બિલ્ડ કરવા માટેનું પ્લાનિંગ (આર્કિટેક્ચર)
- અલગ અલગ રીતે બનાવવા (ડીલિવરી)
- મેઇન્ટેન્ટન્સ
- સમયાંતરે અપડેટ કરવા (CI/CD/CM)
તમે નક્કી કરી શકો છો કે સોફ્ટવેર ફક્ત ઇન્સ્ટોલ કરેલી સિસ્ટમો પર જ કામ કરશે અથવા વેબ દ્વારા કોઈપણ દ્વારા એક્સેસ કરી શકાય છે. તમે સોફ્ટવેર પ્રક્રિયાઓને ડેટાનું સંચાલન અને નિયંત્રણ કેવી રીતે કરવા માંગો છો તે તમે પસંદ કરી શકો છો. તેને સુરક્ષિત રાખવા માટે કેટલીક સુરક્ષા સુવિધાઓ (સુરક્ષા)નું પ્લાનિંગ બનાવી શકો છો અને તમારું સોફ્ટવેર અન્ય સોફ્ટવેર (API) સાથે કેવી રીતે કામ કરે છે તે પણ નક્કી કરી શકો છો.
ડેટા, યુઝર્સ અને યુસેજના આધારે સોફ્ટવેરને મજબૂત ક્લાઉડ અને બિગ ડેટા ટેકનોલોજી સપોર્ટની જરૂર પડી શકે છે. આજકાલ કંપનીઓ ડાઉનલોડ કરી શકાય તેવા સોફ્ટવેરનું વેચાણ ન કરવાનું પસંદ કરે છે, પરંતુ તેમના સાસ (Saas) મોડ્યુલની એક્સેસ પ્રદાન કરે છે અને ડાઉનલોડ કર્યા વિના સીધા ઓનલાઇન સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.
જેના કારણે 4 નવી જોબ્સનું નિર્માણ થાય છે –
- ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ (સોફ્ટવેર યુઝર્સ સામે કેવો દેખાશે તે નક્કી કરવું)
- બેક એન્ડ ડેવલપમેન્ટ (સોફ્ટરવેના ફંક્શન કેવા રહેશે તે)
- ડેટાબેઝ ડેવલપમેન્ટ (ડેટ પ્રોસેસિંગ અને સ્ટોરેજ સાથે ફ્રન્ટ અને બેક એન્ડ કઇ રીતે કામ કરશે)
- APIs અને DevOps
એકવાર સોફ્ટવેરને ડિપ્લોય કરવામાં આવે (એટલે કે, તે જ્યાં હોવો જોઈએ ત્યાં મૂકવામાં આવે છે), તેમાં સીઆઇ / સીડી / સીએમ પ્રોસેસ દ્વારા અપગ્રેડ થાય છે. ક્લાઉડ ટેક્નોલોજીના આભારે આપણે સ્માર્ટફોન્સમાં અપડેટ નોટીફીકેશન મેળવીએ છીએ.
જેમ જેમ અભૂતપૂર્વ દરે તકનીકો વિકસિત થાય છે, તેમ તેમ હવે વિવિધ ડિવાઇસ, મશીનરી અને વ્યાપક એન્ટરપ્રાઇઝ સિસ્ટમ્સને કાર્ય કરવા માટે સોફ્ટવેરની જરૂર પડે છે. આ કોઈ ફેડ નથી, કારણ કે અહીંથી જ મોટાભાગની નોકરીઓ ઓછામાં ઓછા આગામી 25 વર્ષોમાં શરૂ થશે.
શા માટે બનવું જોઇએ ફ્રન્ટ એન્ડ ડેવલપર?
આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઇન રહે છે. દરેક એપ્લિકેશનમાં તે પાર્ટ હોય છે જેના દ્વારા યુઝર ઇન્ટરેક્ટ કરે છે. વેલકમ પેજ, મેનૂ, સાઇટ, મેપ અને અન્ય વસ્તુઓ જે નેવિગેશન સરળ બનાવે છે. આ બધી વસ્તુઓને ફ્રન્ટ એન્ડ કહેવામાં આવે છે.
ફ્રન્ટ એન્ડ ડેવલપરને ફ્રેન્ટ એન્ડ વેબ ડેવલપર પણ કહેવાય છે. એવો વ્યક્તિ જે ઇન્ટરફેસની ડિઝાઇન અને એક્ઝિક્યુશન નક્કી કરે છે. ડિઝાઇનર એ વ્યક્તિ છે જે વેબસાઇટને સુંદર અને ઉપયોગ બનાવે છે. ફ્રન્ટ એન્ડ ડેવલપર્સ CSS, HTML અને જાવાસ્ક્રિપ્ટ જેવી કોડિંગ લેંગ્વેજનો ઉપયોગ કરે છે.
કોણ આપે છે ફ્રન્ટ એન્ડ ડેવલપર્સને નોકરી?
જે પણ કંપની સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેને ફ્રન્ટ એન્ડ ડેવલપરની જરૂર પડે છે. તેમાં જૂનિયર, મિડલ અને સિનીયર લેવલ સુધીના રોલ હોઇ શકે છે. વેબ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ કંપનીઓ, આઇટી સંસ્થાઓ, કન્સલ્ટિંગ કંપનીઓ અને આરોગ્ય, ફાઇનાન્સ, રિટેલ વગેરે જેવા ક્ષેત્રોની સંસ્થાઓ - આ બધાને ફ્રન્ટ એન્ડ ડેવલપર્સની જરૂર પડે છે.
કઇ જગ્યાએ મળે છે આવી નોકરીઓ?
આવી સંસ્થાઓ ભારત, જર્મની, અમેરિકા, બેલ્જિયમ, ફ્રાન્સ, બ્રાઝિલ વગેરે જેવા અગ્રણી ટેક દેશોમાં આધારિત છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં નવાં ટેલેન્ટ સેન્ટર વિકસી રહ્યાં છે તથા ભારતના ટીયર 2 અને 3 શહેરોમાં પણ જોવા મળે છે.
કેટલી કરી શકાય કમાણી?
તમારા અનુભવ અને કુશળતાના આધારે તમે વાર્ષિક 3-15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
ક્વોલિફીકેશન માટે આટલું જાણો
- સોફ્ટવેર/વેબ એપ્લિકેશનમાં તમને શું આકર્ષિત કરે છે તે નક્કી કરો (રીડ અપ, રિસર્ચ, ડાયનેમિક બનો)
- તમારી સંસ્થાની વેબસાઈટ તમામ ડિવાઇસ પર સારી રીતે રેન્ડર થાય તેની ખાતરી કરવા માટે યોગ્ય વેબ ડિઝાઇન્સનો ઉપયોગ કરો.
- એપ્લિકેશન્સ વિકસાવવા માટે એક માળખું બનાવો જે કંપની અને કાર્યક્ષમતાઓ માટે યુઝર્સની માંગ સાથે સંકલન કરી શકે.
- સોફ્ટવેરને સરળતાથી વાપરી શકાય તેનો બનાવો.
- વેબસાઇટના પર્ફોમન્સને મોનિટર કરો, ટ્રાફિક પર નજર રાખો અને કોઇ પણ પ્રોબ્લેમને તાત્કાલિક દૂર કરો.
- ડેવલપમેન્ટ ટીમ સાથે એપના ફીચર કોડ અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચાઓ કરો.
અન્ય જરૂરિયાતો
- કમ્પ્યૂટર સાયન્સ અથવા સંબંધિત ડીગ્રી હોવી જોઇએ અથવા યુટ્યૂબ વિડીયોઝ જૂઓ.
- HTML, CSS, javascript, jQuery જેવી કોડિંગ લેંગ્વેજ શીખો.
- સર્વર સાઇડ CSSની સમજ મેળવો.
- ગ્રાફિક ડિઝાઇન સોફ્ટવેરની સમજ મેળવો
- SEOના ફંડામેન્ટલ્સ સમજો.
- કોઇપણ સમસ્યાને ઉકેલવાની સમજ અને ક્લાયન્ટ્સ, વર્કર્સ અને મેનેજર્સ સાથે પ્રભાવી વાતચીતની શૈલીઓ
કઇ રીતે પોતાની કરી શકો ટ્રેન?
- CSS, જાવાસ્ક્રિપ્ટ અને HTMLને શરૂઆતથી જ શીખો.
- તમારી સ્કીલ્સ પર સતત કામ કરો. ડમી વેબસાઇટ અને એપ્લિકેશન્સ બનાવો.
- કમાન્ડ લાઇન અને વર્ઝન કંટ્રોલ શીખો.
ફ્રન્ટ એન્ડ સ્કિલ્સ પછી શું?
- ટ્યૂટોરીયલ્સ, ટૂલ્સ અને ઓપન સોર્સ પ્રોજેક્ટ શોધો.
- ફ્રન્ટ એન્ડ ડેવલપર્સ ક્લાસમાં એનરોલ કરો.
- જૂનિયર ફ્રન્ટ એન્ડ ડેવલપર્સ તરીકે કામ કરો.
પિયુષ એ ડીજીટલ પ્રોડક્ટ્સ, BFSI, રીટેલ અને મેન્યુફેક્ચરીંગમાં 14+ વર્ષનો ઇન્ડસ્ટ્રી અનુભવ ધરાવતો અનુભવી એન્ટરપ્રાઈઝ-સેલ્સ પ્રોફેશનલ ઉદ્યોગસાહસિક છે. તેમણે Bridgentech.comની સહ-સ્થાપના કરી છે અને તેના બુટસ્ટ્રેપ્ડ સ્ટાર્ટ-અપ સાથે $2.5M+ ની ઉત્કૃષ્ટ ARR સાથે મજબૂત ટીમ બનાવી છે.
તેઓ MIT, મણિપાલ (મિકેનિકલ એન્જિનિયરિંગ), SPJIMR, મુંબઈ (MBA), ESB Reutlingen, Germany અને TU મ્યુનિક, જર્મની જેવી ભારતની અગ્રણી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો છે, મુખ્યત્વે પશ્ચિમ યુરોપ, યુએસ અને ભારતીય ઉપખંડના બજારોમાં કામ કર્યું છે. તેમણે બિઝનેસ વૃદ્ધિ અને સફળતા તરફ ટીમો બનાવી છે, તેમનું સંચાલન કર્યું છે અને તેનું નેતૃત્વ કર્યું છે અને રોકાણ કરવા યોગ્ય નવા વિચારો અને બિઝનેસ પ્લાન્સમાં હંમેશા રસ ધરાવે છે. તેમના શોખમાં UI/UX ડિઝાઇન, બિઝનેસ પ્લાનિંગ, સંગીત, કોચિંગ અને સ્ટ્રેટેજીનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર