સારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ

સારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ (પ્રતિકાત્મક તસવીર )

job vacancy- જ્યારે તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરો છો, ત્યારે તમારા CV પરથી લાગવું જોઈએ કે, તમે તમારા ફ્યુચર વિશે સીરિઅસ છો

  • Share this:
આજના જમાનામાં નોકરી (Job)મેળવવા માટે પોતાના જ્ઞાન અને વિશેષતાનું પ્રમાણ આપવાનું રહે છે. કોઈપણ કંપનીમાં પોસ્ટ પર ભરતી કરવા માટે તે વ્યક્તિમાં તે પોસ્ટ માટેની લાયકાત જોવામાં આવે છે. જ્યારે તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરો છો, ત્યારે તમારા CV પરથી લાગવું જોઈએ કે, તમે તમારા ફ્યુચર વિશે સીરિઅસ છો. આ સમય દરમિયાન તમે કોઈ એડવાન્સ કોર્સ કરી શકો છો. આ મહામારીના સમયમાં તમામ લોકોની જીવનશૈલીમાં ફેરફાર આવ્યો છે. ઓનલાઈન તમામ પ્રકારના કોર્સ (Online course)કરી શકાય છે. અત્યારના સમયમાં ઓનલાઈન કોર્સ કરીને તમે તમારી સ્કીલ ડેવલપ કરી શકો છો.

હબસ્પોટ ઈનબાઉન્ડ માર્કેટિંગ સર્ટીફિકેશન

હબસ્પોટ એક ગ્રોથ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમે કન્ટેન્ટ માર્કેટિંગથી લઈને સોશિયલ મીડિયા ગ્રોથના કોર્સ કરી શકો છો. બિઝનેસમાં વેબસાઈટ અંગે નિર્દેશિત કરવા માટે બ્લોગ, પોડકાસ્ટ, સોશિયલ મીડિયા અને અન્ય ઓફ સાઈટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઈનબાઉન્ડ માર્કેટિંગ હેઠળ આવે છે.

Google Ads Search Certification

સ્કિલશોપ એક Googleના સ્વામિત્વવાળું ટ્રેઈનિંગ પ્લેટફોર્મ છે. જ્યાં તમને કોઈપણ Google ટૂલ ઓપરેટ કરવાનું શીખવાડવામાં આવે છે. જો તમે Google Adsનો નોકરી તરીકે ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમે Google Adsને સર્ચ, ડિસપ્લે, વીડિયો અથવા શોપિંગની જાહેરાતમાં સર્ટિફાઈડ કરાવી શકો છો. Google Adsની મદદથી તમે ડિજિટલ માર્કેટિંગ અને Google સર્ચ માટેની સ્ટ્રેટેજી બનાવી શકો છો. રોજિંદા અનુભવ મેળવવા માટે Google Adsનો ઉપયોગ કરીને કાર્ય કરવાની આવશ્યકતા છે. સર્ટીફિકેશન મેળવવા માટે તમારે 75 મિનિટમાં 50 સવાલના જવાબ આપવાના રહેશે અને 80 ટકા સવાલના જવાબ સાચા હોવા જરૂરી છે. જો તમને યોગ્ય પરિણામ ન મળે તો તમે બીજા દિવસે ફરી તેમાં ભાગ લઈ શકો છો. એક વાર આ સર્ટીફિકેશન મેળવ્યા બાદ તમને તમારા પર ગર્વ થવું જોઈએ. કરિઅરમાં સફળતા મેળવવા માટે સ્પેશિયલાઈઝેશન સર્ટીફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો - Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

Management Essentials by upGrad

જો તમે મેનેજમેન્ટમાં આગળ વધવા ઈચ્છો છો, તો તમારી પાસે તે સ્કીલ હોવી ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમયમાં મેનેજમેન્ટ સ્કીલની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. જે ઉમેદવારો પાસે મેનેજમેન્ટ સ્કીલ હોય છે, કંપની તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે.

કોઈપણ લક્ષ્ય કે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે મેનેજમેન્ટ સ્કીલ હોવી ખૂબ જ જરૂરી છે. મેનેજમેન્ટ સ્કીલની મદદથી કંપનીમાં રહેલ સમસ્યા સોલ્વ કરી શકો અને ટીમને સમસ્યાના સમાધાન અંગે માહિતી આપીને પ્રોત્સાહિત પણ કરી શકો છો. મેનેજમેન્ટ સ્કીલની મદદથી તમે સરળતાથી નોકરી મેળવી શકો છો. કંપનીને યોગ્ય રીતે ચલાવવા માટે મેનેજમેન્ટ સ્કીલની વધુ જરૂરિયાત છે.

આ બિઝનેસ મેનેજમેન્ટનો ત્રણ સપ્તાહનો ઈન્ટ્રોડક્ટરી કોર્સ છે. જેમાં પ્રેઝન્ટેશન, કમ્યુનિકેશન વિશે શીખવવામાં આવશે. આ કોર્સમાં માર્કેટીંગની મહત્વપૂર્ણ બાબતો વિશે શીખવવામાં આવશે.

Social Media Marketing by upGrad

સોશિયલ મીડિયા માત્ર લોકો સાથે જોડાવાનું સાધન નથી રહ્યું. સોશિયલ મીડિયાની મદદથી કંપની વૈશ્વિક સ્તરે પોતાના ગ્રાહકો સાથે જોડાઈ રહી છે. ઈન્ડસ્ટ્રીમાં સોશિયલ મીડિયા માર્કેટીંગ ચર્ચાનો વિષય બની ગયો છે. અનેક લોકો એવું માને છે કે, સોશિયલ મીડિયા માર્કેટીંગ સિવાય વેચાણમાં વધારો ના થઈ શકે.

સોશિયલ મીડિયા એક માર્કેટીંગ ટૂલ છે, જેને કંપની ક્યારેય નજરઅંદાજ ના કરી શકે. સોશિયલ મીડિયા માર્કેટીંગ કોર્સમાં માર્કેટીંગ અને કમ્યુનિકેશન વિશે શીખવવામાં આવે છે.

Web Development Courses by Coursera

Coursera ફ્રી લર્નિંગ સાઈટ છે. જે પ્રખ્યાત યુનિવર્સિટીઓના કોર્સિસ ઓનલાઈન પૂરા પાડે છે. આ લર્નિંગ સાઈટ પર રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો હોય છે, જે તમે કોઈપણ સમયે જોઈ શકો છો.

Coursera યુનિવર્સિટીઓ સાથેનો પ્રોગ્રામ છે. જ્યાં તમે સ્પેશિયાલાઈઝેશન કોર્સ અને માસ્ટર ડિગ્રી મેળવી શકો છો. તમે કોઈપણ પ્રકારની પરેશાની વગર અલગ અલગ યુનિવર્સિટીઓના કોર્સ વિશે જાણકારી મેળવી શકો છો.

આ સાઈટ માન્ય સંસ્થાનોમાંથી ફ્રી પ્રોગ્રામ રજૂ કરી રહી છે. આ પ્લેટફોર્મ પર રહેલ ઓનલાઈન સર્ટીફિકેશન કોર્સ લિડીંગ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યા છે. તમે અલગ અલગ કોર્સ શીખીને અલગ અલગ સ્કીલ શીખી શકો છો અને તમારુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. કોરસેરામાં નિષ્ણાંતો દ્વારા શીખવવામાં આવે છે.

ભારતમા વેબ ડિઝાઈન ફોર એવરીબડી: વેબ ડેવલપમેન્ટની પ્રાથમિક માહિતી (beginner) & વેબ ડેવલપર્સ માટે કોડિંગ સ્પેશિયાલાઈઝેશન અને HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ જેવા સર્ટીફિકેટ સાથેના કોર્સ માટે કોઈપણ એક કોર્સની પસંદગી કરી શકો છો.
First published: