Home /News /career /FCI Recruitment 2022: 5000થી વધુ ખાલી જગ્યાઓ માટે કરો ઑનલાઇન અરજી, રૂ.1,03,400 સુધીનો પગાર

FCI Recruitment 2022: 5000થી વધુ ખાલી જગ્યાઓ માટે કરો ઑનલાઇન અરજી, રૂ.1,03,400 સુધીનો પગાર

સરકારી નોકરી

Food Corporation of India: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ જુનિયર એન્જિનિયર (Junior Engineer), આસિસ્ટન્ટ ગ્રેડ III (assistant) અને અન્ય પોસ્ટ્સની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી છે.

    ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ જુનિયર એન્જિનિયર(Junior Engineer), આસિસ્ટન્ટ ગ્રેડ III (assistant) અને અન્ય પોસ્ટ્સની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આગામી 6 સપ્ટેમ્બર 2022થી ઓનલાઈન અરજી કરી શકે છે.

    મહત્વપૂર્ણ તારીખો


    ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા.6 સપ્ટેમ્બર 2022 થી થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ-05 ઓક્ટોબર, 2022 રહેશે. પરીક્ષા ફી ચૂકવવાની છેલ્લી તારીખ પણ આજ રહેશે.

    ખાલી જગ્યાની વિગતો:


    જુનિયર એન્જિનિયર સિવિલ: 48

    જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ:15

    સ્ટેનોગ્રાફર ગ્રેડ II:73

    આસિસ્ટન્ટ ગ્રેડ III જનરલ: 948

    આસિસ્ટન્ટ ગ્રેડ III એકાઉન્ટ્સ: 406

    આસિસ્ટન્ટ ગ્રેડ III ટેકનિકલ: 1406

    આસિસ્ટન્ટ ગ્રેડ III ડેપો: 2054

    આસિસ્ટન્ટ ગ્રેડ III હિન્દી:93

    શૈક્ષણિક લાયકાત;


    જુનિયર એન્જિનિયર સિવિલ

    આ પોસ્ટ માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા 1 વર્ષના અનુભવ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ

    જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ


    ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા 1 વર્ષના અનુભવ સાથે ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા જરૂરી

    સ્ટેનોગ્રાફર ગ્રેડ II


    કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી સાથે શોર્ટહેન્ડ સ્પીડ અનુક્રમે 40 WPM અને અંગ્રેજી ટાઇપિંગ 80 WPM હોવી જોઈએ

    આસિસ્ટન્ટ ગ્રેડ III જનરલ


    દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.

    આસિસ્ટન્ટ ગ્રેડ III અકાઉન્ટ્સ


    કોમર્સમાં સ્નાતકની ડીગ્રી-B.com, કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.

    આસિસ્ટન્ટ ગ્રેડ III ટેકનિકલ


    કૃષિ / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / બાયો ટેકનોલોજી / બાયો કેમિસ્ટ્રી / માઇક્રોબાયોલોજી / ફૂડ સાયન્સમાં B.Sc ડિગ્રી અથવા ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી / એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ / બાયો ટેક્નોલોજીમાં B.E / B.Tech, કમ્પ્યુટર વાપરવાની સ્કિલ જરૂરી છે.

    આસિસ્ટન્ટ ગ્રેડ III ડેપો


    દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર નોલેજ

    આસિસ્ટન્ટ ગ્રેડ III હિન્દી


    મુખ્ય વિષય તરીકે હિન્દીમાં બેચલર ડિગ્રી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદમાં પ્રમાણપત્ર / ડિપ્લોમા.

    હિન્દી ટાઇપિંગ સ્પીડ: 30 WPM


    વય મર્યાદા:


    ઓછામાં ઓછી 18 વર્ષ અને જુનિયર એન્જિનિયર અને AG III હિન્દી પોસ્ટ માટે મહત્તમ 28 વર્ષ



    અન્ય તમામ પોસ્ટ માટે મહત્તમ વય 27 વર્ષ હોવું જોઈએ

    FCI નોન-એક્ઝિક્યુટિવ્સ માટે વિવિધ પોસ્ટના રિક્રુટમેન્ટના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે

    અરજી ફી


    UR/OBC/EWS: રૂ.500/-

    SC/ST/PH: રૂ. 0/-

    તમામ કેટેગરીમાં સ્ત્રીઓ માટે : રૂ. 0/-

    ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ ચલણ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકો છો.

    પગારની વિગતો આ પ્રમાણે છે :


    જુનિયર એન્જિનિયર સિવિલ: રૂ. 34000 -103400/-

    જુનિયર ઇજનેર ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ: રૂ. 34000 – 103400/-

    સ્ટેનોગ્રાફર ગ્રેડ II: રૂ. 30500 - 88100/-

    મદદનીશ ગ્રેડ III જનરલ: રૂ. 28200 - 79200/-

    આસિસ્ટન્ટ ગ્રેડ III એકાઉન્ટ્સ: રૂ. 28200 - 79200/-

    આસિસ્ટન્ટ ગ્રેડ III ટેકનિકલ: રૂ. 28200 - 79200/-

    આસિસ્ટન્ટ ગ્રેડ III ડેપો: રૂ. 28200 - 79200/-

    આસિસ્ટન્ટ ગ્રેડ III હિન્દી: રૂ. 28200 - 79200/-

    વધુ વિગતો માટે જાહેર કરાયેલ નોટિફિકેશન વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો

    https://www.recruitmentfci.in/assets/current_category_III/FINAL%20CAT-III%20ADVT%20(2022)%20Final.pdf

    અરજી કરવા માટે આ લિંકનો ઉપયોગ કરી શકો છો https://www.recruitmentfci.in/current_category_third_main_page.php?lang=en

    FCI, Food Corporation of India, FCI Jobs, FCI News, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જોબ્સ, રોજગાર સમાચાર
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन