Flipkart Recruitment 2022: ફ્લિપકાર્ટ (Flipkart Recruitment 2022) માં નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશ ખબર સામે આવી છે. ફ્લિપકાર્ટની ઓફિશિયલ વેબસાઇટ (Flipkart Recruitment 2022 Notification) પર ચેન્જ લીડના પદ માટે ભરતી અંગેની પોસ્ટ કરવામાં આવી છે. આ ખાલી પડેલા પદો માટે બેંગલોર અને કર્ણાટકમાં ભરતી કરવામાં આવશે. ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 10 થી 12 વર્ષ એક્સપિરિન્સ હોવો જરૂરી છે.
ફ્લિપકાર્ટ ભારતનું સૌથી મોટું ઈ-કોમર્સ માર્કેટપ્લેસ છે, જેમાં 150 મિલિયનથી વધુ રજીસ્ટર્ડ યૂઝર્સ છે. ફ્લિપકાર્ટે તેની શરૂઆતના 10 વર્ષમાં 120+ કેટેગરીમાં 100 મિલિયન ઉત્પાદનો પૂરા પાડવા માટે વિકાસ કર્યો છે, જેમાં સ્માર્ટફોન, પુસ્તકો, મીડિયા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ફેશન અને લાઈફસ્ટાઈલનો સમાવેશ થાય છે.
ફ્લિપકાર્ટની સ્થાપના ઓક્ટોબર 2007 માં કરવામાં આવી હતી, તેમાં કેશ-ઓન-ડિલિવરી, નો-કોસ્ટ-EMI અને 10-દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી જેવી મુખ્ય સુવિધાઓ માટે જોવા મળે છે. ફ્લિપકાર્ટ પ્રથમ વખત ઇન-એ-ડે ગેરંટી (65 શહેરો) અને સેમ-ડે ગેરંટી (13 શહેરો) જેવી સેવાઓને સ્કેલ કરનાર પ્રથમ હતું. Flipkart એ 120,000 થી વધુ નોંધાયેલા વિક્રેતાઓ સાથે ઓનલાઈન વ્યવસાય કરવાની રીતમાં ક્રાંતિ લાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર