Home /News /career /

Rajkot: પાંચ તેજસ્વી તારલાઓની જેણે આર્થિક, સામાજિક સમસ્યાઓ હોવા છતાં ધોરણ 10ના પરિણામમાં સિદ્ધિ મેળવી

Rajkot: પાંચ તેજસ્વી તારલાઓની જેણે આર્થિક, સામાજિક સમસ્યાઓ હોવા છતાં ધોરણ 10ના પરિણામમાં સિદ્ધિ મેળવી

10નું પરિણામ જાહેર (Shutterstock તસવીર)

રાજકોટ (Rajkot) ના એવા પાંચ તેજસ્વી તારલાઓ છે જેઓએ ટોપર બનીને પરિવારનું નામ રોશન કર્યું છે. કોઈએ કોરોનામાં પિતા ગુમાવ્યા (Covid epidemic) પણ હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે.

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ(Gujarat Secondary and Higher Secondary Board, Gandhinagar) દ્વારા આજે સવારે 7:00વાગ્યે તેમની વેબસાઇટhttp://www.gseb.org/પર ધો.10નું (Std.10)પરિણામ જાહેર (Gujarat Board Exam Result)કર્યું હતું. ત્યારે રાજકોટ (Rajkot) ના એવા પાંચ તેજસ્વી તારલાઓ છે જેઓએ ટોપર બનીને પરિવારનું નામ રોશન કર્યું છે. કોઈએ કોરોનામાં પિતા ગુમાવ્યા(Covid epidemic) પણ હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. તો કોઈના પિતા ફેક્ટરીમાં મજૂરી(Labour work) કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓએપરિવારનું નામ રોશન કરતું પરિણામ મેળવ્યું છે. રાજકોટના આવા પાંચ કિસ્સા વાંચીને તમને પણ તેમના માતા-પિતાની સંઘર્ષમય જીવનને સલામ કરવાનું મન થઈ જશે.  1. કેવલ ભીમજીયાણીઃ કોરોનામાં પિતાનું અવસાન છતાં મેળવ્યા 99.93 PR


  રાજકોટનો એક કિસ્સો એવો છે કે વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જશે. શહેરના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસે રહેતા હિતેશભાઈ ભીમજીયાણીનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થયું હતું. આથી આભ તૂટ્યું હોય તેવો માહોલ પરિવારમાં હતો. હજી તો હિતેશભાઈના પુત્ર કેવલે ધો.10માં પ્રવેશ મેળવ્યો હતો ત્યાં તેઓનું અવસાન થયું હતું. આથી ઘરની અને સંતાનોને ભણાવવાની તમામ જવાબદારી કેવલના માતા આરતીબેન પર આવી ગઈ હતી. પિતાના અવસાનથી કેવલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પરંતુ માતાએ હિંમત આપીને પપ્પાની ખોટ સાલે નહીં તેવું વાતાવરણ ઘરમાં બનાવ્યું હતું. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા કેવલને શિક્ષકોનો પણ સાથ મળ્યો અને આજે 99.93 PR મેળવતા સાચા અર્થમાં પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. કેવલને હવે ડોક્ટર બનવાનું સપનું છે.  2. આર્ય મહેતાઃ સ્ટેશનરીનો વ્યવસાય અને મેળવ્યા 99.88 PR


  રાજકોટની પી.વી. મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા આર્ય મહેતાએ 99.88 PR સાથે 95.68% હાંસલ કર્યા છે. તેમના પિતા હિમાંશુભાઈ સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. આર્યને વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. આર્ય દરરોજ 6થી 8 કલાક અભ્યાસ કરતો હતો. ગત વર્ષે કોરોનાની ત્રીજી લહેર આવી હતી. ત્યારે અભ્યાસમાં અવરોધ ઉત્પન્ન થયો હતો. પણ પિતા હિમાંશુભાઈ અને મમ્મી કૃતિબેને અભ્યાસને આડે આવતા અવરોધને અટકાવ્યા હતા. અને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચવા દીધી નહોતી. આર્યને હવે આગળ કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે.  3. મહેક રૈયાણીઃ પિતા ફેક્ટરીમાં મજૂરી કરે અને પુત્રીએ મેળવ્યા 99.99 PR


  ગોંડલમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક રૈયાણીએ 99.99 PR મેળવ્યા છે. મહેકના પિતા હરેશભાઈ ફેક્ટરીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પિતાના નાનકડા પગારમાં મહેકની સ્કૂલની ફી પણ ભરવામાં આવતી હતી. પિતાના સંઘર્ષને જોઇ મહેકે હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ધો.10ની પરીક્ષા આપી અને આજે તે ટોપર બનીને ઉભરી આવી છે. મહેક રોજની 14 કલાક મહેનત કરતી હતી. મહેકને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું છે.


  આ પણ વાંચો: રાજકોટના 5 તેજસ્વી તારલાઃ કોઈ દિવ્યાંગ તો કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ લાવ્યા 98થી વધુ પીઆર


  4. શ્રેયા ગોસાઇઃ સરકારી નોકરિયાતની પુત્રીએ મેળવ્યા 99.99 PR


  રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી શ્રેયા ગોસાઇને 99.99 PR આવ્યા છે. 600માંથી 591 માર્ક મેળવ્યા છે. તેમજ ગણિત અને સામાજિક વિજ્ઞાન એમ બે વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. શ્રેયાને આગળ IITમા અભ્યાસ કરવાનું લક્ષ્ય છે. શ્રેયાએ તેમના પરિણામનો પુરો શ્રેય તેમના પરિવારને આપ્યો હતો. શ્રેયાએ સ્કૂલમાં લેવાતી પદ્ધતિસરની પરીક્ષા આપી હતી. આથી તે પરિણામ હાંસલ કરી શકી છે. શ્રેયા રોજેરોજનું રિવિઝન અને પ્રેક્ટિસ કરતી હતી. આયોજનપૂર્વક મહેનત કરતા શ્રેયા ટોપર બની છે. શ્રેયાના પિતા પાણી-પુરવઠા વિભાગમાં સરકારી નોકરી કરે છે.


  આ પણ વાંચો: ટ્રકચાલકની દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરી 90 ટકા મેળવ્યા


  5. મૈત્રી વોરાઃ ખેડૂત પિતાનું નામ રોશન કરી 99.84 PR મેળવ્યા


  રાજકોટના ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં ખેતી કરતા એક પિતાની પુત્રીમૈત્રી વોરાએ પરિવારનું નામ રોશ કર્યું છે. કારણ કે મૈત્રીએ આજે 99.84 PR મેળવ્યા છે. આથી પરિવારમાં ખુશીનો માહોલ છે. બીજી મહત્ત્વની વાત છે કે, મૈત્રીએ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. મૈત્રીએ ઘર કરતા વધારે સ્કૂલે સૌથી વધુ મહેનત કરી હતી. મૈત્રીને હવે આગળ સાયન્સમાં અભ્યાસ કરી NEET પરીક્ષા ક્રેક કરવાનું સપનું છે. 

  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot city, SSC RESULT, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन