Jobs and Career: ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીઓની ભરતી ચાલી રહી છે. નાણાં વિભાગ ગુજરાત કાયદા સલાહકારની ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે. ભરતી કરાર આધારિત રહેશે. ઇછુક ઉમેદવારે અરજી ઓફલાઈન કરવાની રહેશે. નોકરીનું સ્થાન ગાંધીનગર રહેશે.
ભરતી સંબંધિત માહિતી : ભરતી : નાણાં વિભાગ ગાંધીનગર, ગુજરાત
જગ્યાનું નામ : કાયદા સલાહકાર કુલ ખાલી જગ્યા : 2 શૈક્ષણિક લાયકાત : એલએલબી અને CCC+ અનુભવ : સંબંધિત ક્ષેત્રમાં 5 વર્ષ ઉંમર મર્યાદા : 50 વર્ષ અરજી કરવાની પ્રક્રિયા : ઓફલાઈન
અરજી કઈ રીતે કરવી : ઇચ્છુક લાયક ઉમેદવારે જરૂરી તમામ ડોકયુમેન્ટ્સ જેમ કે બાયો ડેટા, શૈક્ષણિક પ્રમાણપત્ર, અનુભવનું સર્ટિફિકેટ વગેરે સહિતના તમામ જરૂરી દસ્તાવેજોની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટો મોકલવાના રહેશે. અરજી મોકલવાનું સરનામું : નાયબ સચિવશ્રી (ક.ગ.), નાણાં વિભાગ, બ્લોક નં. ૪, ૯મો માળ, સચિવાલય, ગાંધીનગર ગુજરાત અરજી માટેની તારીખ : જાહેરાતની તારીખથી 15 દિવસની અંદર. (પ્રસિદ્ધ જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 26/07/2022 છે)
ભરતી સંબંધિત અન્ય જરૂરી માહિતી : - ગુજરાતી અને અંગ્રેજી ભાસ પર પ્રભુત્વ જરૂરી. - બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં એનરોલમેન્ટ ધરાવતા હોવા જોઈએ. - અરજી પત્રક સાથે “ઉપસચિવ, નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર” ના નામનો રૂ. ૧૦૦/-નો D.D. મોકલવાનો રહેશે. - મુદ્દત વીત્યા બાદ મોકલેલ અરજી માન્ય ગણાશે નહિ. - અરજી સંબંધિત જરૂરી માહિતી https://financedepartment.gujarat.gov.in/index.html પર મુકવામાં આવી છે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(GISFS) સોસાયટી અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ ભરતી ભારતીય સેવાદળ, નૌકાદળ, હવાઈ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ વગેરે માંથી નિવૃત થયેલ અથવા રાજીનામુ આપેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે. અરજી સમ્બંધીતી જરૂરી માહિતી https://ojas.gujarat.gov.in/પરથી મેળવી શકાશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર