From Google to PMRF: વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળે છે દર મહિને 75,000 રૂ.સુધી સહાય, ચેક કરો વિગતો

સરાકરી સંસ્થાઓથી લઈને ખાનગી કંપની આપે છે ફેલોશીપ ફટાફટ જાણો વિગતો

Fellowship : સરકારીથી લઈને ખાનગી સંસ્થાઓના માધ્યમથી જુદા જુદા અભ્યાસ માટે આ ફેલોશીપ આપવામાં આવે છે. અહીંયા આવી કેટલીક ફેલોશીપની યાદી અને તેના નામ આપવામાં આવ્યા છે.

  • Share this:
    વિદ્યાર્થીઓ સંશોધન (Research) ક્ષેત્રે આગળ વધે અને તેમના સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે ખાનગી અને જાહેર સંસ્થાઓ (Privet and Government institutions) દ્વારા અમુક ફેલોશિપ પ્રોગ્રામ્સ (Fellowship Programs) ચલાવવામાં આવે છે અને ઘણા વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે. ગૂગલનો ફેલોશિપ પ્રોગ્રામ પ્રસિદ્ધ છે. આવી જ રીતે વડાપ્રધાન સંશોધન ફેલોશિપ સ્કીમ (Prime Minister Research Fellowship Scheme) પણ ચાલે છે. જોકે, ઘણા લોકો આવી યોજનાઓથી પરિચિત નથી. જેથી અહીં ગૂગલથી લઈ પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ સ્કીમ અંગે જાણકારી આપવામાં આવી છે.

    ગૂગલનો PhD ફેલોશિપ પ્રોગ્રામ  :  ગૂગલ PhD ફેલોશિપ પ્રોગ્રામમાં કમ્પ્યુટર સાયન્સ અને સંબંધિત ક્ષેત્રોને લગતા ક્ષેત્રોમાં નવીન સંશોધન કરતા સ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં છે. જેમાં વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ અને સંશોધન સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ તેમજ મુસાફરી ખર્ચ સહિત 36 લાખ રૂપિયા આપવામાં આવે છે. તેમને ગૂગલ રિસર્ચ મેન્ટર તરીકે પણ માનવામાં આવે છે.

    ICMR સેન્ટનરી-પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ સ્કીમ

    વિદ્યાર્થીઓ ICMR સંસ્થાઓ અને કેન્દ્રોમાં બેઝિક સાયન્સ, ચેપી અને બિન-ચેપી રોગો અને રીપ્રોડક્ટીવ સહિતના ક્ષેત્રમાં સંશોધનને આગળ ધપાવી શકે, તે માટે આ ફેલોશિપ સ્કીમ ચલાવાય છે. આ સ્કીમનો ઉદ્દેશ પીએચડી, એમડી, એમએસ ડિગ્રી ધારકોને સપોર્ટ આપવાનો છે.

    ઉમેદવારોએ પીએચડી, એમડી કે એમએસ પૂર્ણ કર્યાના 3 વર્ષ પછી આ ફેલોશીપ માટે અરજી કરવી જરૂરી છે. આ ફેલોશીપ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. પસંદ કરાયેલા ઉમેદવારોને આ યોજનાના ભાગરૂપે દર મહિને 50,000 રૂપિયા આપવામાં આવે છે.

    આ પણ વાંચો : IIT Recruitment 2021: આસિસ્ટન્ટ પ્રોફેસરની 49 જગ્યા માટે ભરતી, 70,000 રૂ. પગારથી થશે શરૂઆત

    નેશનલ પોસ્ટ-ડૉક્ટરલ ફોલોશિપ

    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પીએચડી, એમડી, એમએસ ડિગ્રી ધરાવતા અને વિજ્ઞાન થતા એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ખાસ સંશોધન કાર્ય ચાલુ રાખવા તૈયાર વિદ્યાર્થીઓને નેશનલ પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ ઓફર કરવામાં આવે છે.

    આ સ્કીમ માટે લાયક વિદ્યાર્થીઓને વાર્ષિક 2 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ જીતવાની તક મળે છે. તેમજ શિષ્યવૃત્તિ હેઠળ 55,000 રૂપિયાનું માસિક ભથ્થું અને અન્ય લાભો પણ મળે છે.

    ફેલોશીપની વિગતો અને લીંક























    ગૂગલનો PhD ફેલોશિપ પ્રોગ્રામ  :   અહીંયા ક્લિક કરો
    ICMR સેન્ટનરી-પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ સ્કીમ અહીંયા ક્લિક કરો
    નેશનલ પોસ્ટ-ડૉક્ટરલ ફોલોશિપ અહીંયા ક્લિક કરો
    યુજીસી-નેટ જુનિયર રિસર્ચ ફેલોશિપ અહીંયા ક્લિક કરો
    પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ (PMRF) અહીંયા ક્લિક કરો



    યુજીસી-નેટ જુનિયર રિસર્ચ ફેલોશિપ

    આ ફેલોશિપ સ્કીમનો લાભ 30 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ લઈ શકે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે. યુજીસી-નેટ દર વર્ષે બે વખત રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા લે છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય, તેમને માસિક રૂ. 14 હજાર અને દર વર્ષે રૂ. 25 હજારનું ઇમરજન્સી ભથ્થું મળે છે. અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે

    આ પણ વાંચો : IIT Jammuમાં ભરતી : એન્જિનિયરથી લઈને મેનેજર સુધીની પોસ્ટ પર સરકારી નોકરી, 1.23 લાખ સુધી મળશે પગાર

    પ્રાઈમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ (PMRF)

    આ ફેલોશિપ સંશોધનના ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ યોજનામાં 1000 બીટેક વિદ્યાર્થીઓને IIT અને IISમાં પીએચડી કરવા સહાય આપવામાં આવે છે. આ ફેલોશિપ હેઠળ દર મહિને રૂ. 75,000ની ગ્રાન્ટ મળે છે. પીએચડી અને એમટેકના સ્કોલર પણ આ સ્કીમનો લાભ લેવા પાત્ર છે.
    Published by:Jay Mishra
    First published: