FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, 1,80,000 સુધી મળશે પગાર
FCI Recruitment 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, 1,80,000 સુધી મળશે પગાર
FCI Recruitment 2022 : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી
FCI Recruitment 2022: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)માં મેનેજરિયલ પોસ્ટ (Managerial Post)ની ભરતીમાં અરજી કરવાની તક, અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી કરો અરજી
FCI Recruitment 2022:નોકરી શોધનારા લોકો માટે અમે મહત્વના સમાચાર સામે લઈને આવ્યા છીએ. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Food Corporation of India, FCI) એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કેટલીક મેનેજરિયલ પોસ્ટ્સ માટે ખાલી પડેલી પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ આ પદો પર અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ fci.gov.in પર અરજી કરી શકે છે. ઉમેદવારો માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે. આ ભરતી માટે ઉમદવારોને 60,000 રૂપિયાથી લઈને 1,80,000 રૂપિયા સુધીના સ્કેલમાં પગાર આપવામાં આવી રહ્યો છે.
FCI Recruitment 2022: મહત્વની તારીખ
ઓનલીન અરજી કરવાની અંતિમ તારીખ– 31 માર્ચ, 2022 ઓનલાઈન પરીક્ષા માટેની તારીખ– મે અથવાજૂન, 2022 (વધુ વિગતો માટે વેબસીટની મુલાકાત લેવી)
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોને બિનઅનામત અને EWS શ્રેણીઓ માટેની ઓનલાઈન પરીક્ષામાં 50% માર્કના માપદંડ પર અને SC, ST, OBC અને વિકલાંગ વ્યક્તિઓ માટે 45% માર્કના માપદંડ પર ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે
ઓનલાઈન ટેસ્ટનુ મહત્વ - 90%
ઈન્ટરવ્યૂનુ મહત્વ - 10%
FCI Recruitment 2022: એપ્લિકેશન ફી
જનરલ કેટેગરીને અરજી ફી તરીકે રૂ. 1000 ભરવાના રહેશે. જ્યારે
SC/ST/PwBD અને મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. આ તમામને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મેનેજરીયલ પોસ્ટની ખાલી પડેલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ - fci.gov.in પરથી અરજી કરી શકે છે. આ સિવાય ઉમેદવારો નીચે આપેલ લિંક પરથી પણ અરજી કરી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર