શું કેન્દ્ર સરકાર દરેક પરિવારના એક સભ્યને નોકરી આપી રહી છે? શું છે આવી યોજના? શું છે સમાચારની સત્યતા

પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન 'એક પરિવાર એક નોકરી' નામની કથિત સરકારી યોજના પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. સ્થિતિ એ છે કે, લોકો નોકરીના નામે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. કેટલાક લોકો રાજ્ય સરકારની યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે અને કેટલાક કેન્દ્રની યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ દરમિયાન 'એક પરિવાર એક નોકરી' નામની કથિત સરકારી યોજના પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ યોજનાનો ઉલ્લેખ કરતાં સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક વ્યક્તિને રોજગાર આપશે.

  એક યુ ટ્યુબ ચેનલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, "એક પરિવાર એક સરકારી યોજના 2020". વડા પ્રધાને તેમની મહત્વાકાંક્ષી વન ફેમિલી વન જોબ સ્કીમ લાગુ કરી છે, જે અંતર્ગત રાજ્યના દરેક કુટુંબના ઓછામાં ઓછા એક સભ્યને સરકારી નોકરી અપાશે. આ યોજનાના સમાચાર વહેતા થતા દેશના યુવાનોમાં ખુશની લહેર છવાઈ ગઈ છે.

  આ પણ વાંચો -કમાણી માટે થઈ જાવ તૈયાર, નવી સ્કીમ આવી ગઈ : રૂ. 5000નું રોકાણ કરી મેળવો ઊંચું વળતર

  છેવટે સત્ય શું છે?

  આ સમાચારની તપાસ કરતાં પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું છે કે 'એક પરિવાર એક નોકરી' નામની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. સરકારી વેબસાઇટ પર અમને આ પ્રકારની કોઈ યોજનાની વિગતો મળી શકી નથી. જો સરકાર આટલી મોટી યોજનાની ઘોષણા કરે તો, ચોક્કસ છે કે તેની ચર્ચા દેશના તમામ મીડિયા અને અખબારોમાં થાય. પરંતુ અમને કોઈપણ પ્રતિષ્ઠિત મીડિયા કે વેબસાઇટમાં આને લગતા કોઈ સમાચાર મળ્યા નથી.  સરકારી નોકરી આપવાનો આ બનાવટી દાવો છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. તેથી જ પીઆઈબી ફેક્ટ ચેકના માહિતી વિભાગે પણ માર્ચ મહિનામાં આ દાવાને રદિયો આપ્યો હતો.
  Published by:kiran mehta
  First published: