Exim Bank Recruitment 2022 : એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેન્ક એક્ઝિમ બેંક દ્વારા 28 મેનેજમેન્ટ ટ્રેઇનીની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંક દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇનીની જગ્યા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. એક્ઝિમ બેંકની વેબસાઇટ પર આ અંગે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો નોટિફિકેશનના આધારે શૈક્ષણિક લાયકાત ચકાસી અને 14મી માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ટ્રેઇની તરીકે એક વર્ષની તાલિમ પુર્ણ કરનારા આ કર્મચારીઓને ડેપ્યુટી મેનેજરની પોસ્ટ આપવામાં આવશે.
Exim Bank Recruitment 2022: ખાલી જગ્યા - એક્ઝિમ બેંકની મેનેજમેન્ટ ટ્રેઇનીની જગ્યામાં કુલ 28 જગ્યા ખાલી છે. આ પૈકીની 13 બિન અનામત માટે 4 એસસી, 2 એસટી, 6 ઓબીસી, 2 ઈડબલ્યૂએસ અને એક પીડબલ્યુડી કેટેગરી માટે છે. કુલ 28 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
Exim Bank Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એમબીએ/પીજીડીબીએ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાન અથવા યુનિવર્સિટીમાંથી હોવી અનિવાર્ય છે. આ સાથે જ આ અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 60 ટકા એગ્રિગેટેડ હોવા જોઈએ.
આ નોકરી માટે સામાન્ય અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષ, એસસી/એસટી કેટેગરીના ઉમેદવારોની ઉંમર 40 વર્ષ, અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
Exim Bank Recruitment 2022: પગાર
28 મેનેજમેન્ટ ટ્રેઇનીને માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સ્ટાઇપેન્ડ રૂપિયા 55,000 નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ બેંકના નિયમો મુજબ પગાર મળશે.
જગ્યા
28
શૈક્ષણિક લાયકાત
એમબીએ/પીજીડીએમ/સીએ
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા/ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી કરવાની ફી
આ ભરતી માટે જનરલ અને ઓબીસી ઉમેદવારોએ 600 રૂપિયા અને એસસી/એસટી/પીડબલ્યુડી અને ઈડબલ્યૂએસ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે.