Home /News /career /Exclusive: GISP: અભ્યાસ કરવા વિદેશ જનારા સ્ટુડન્ટ્સને સરકારની ગિફ્ટ, એક પોર્ટલ પર મળશે તમામ સવાલોના જવાબ

Exclusive: GISP: અભ્યાસ કરવા વિદેશ જનારા સ્ટુડન્ટ્સને સરકારની ગિફ્ટ, એક પોર્ટલ પર મળશે તમામ સવાલોના જવાબ

સ્ટુડન્ટ્સ હવે GISPના માધ્યમથી વિદેશની યુનિવર્સિટી અને તમામ કોર્સની માહિતી એક જ સ્થળેથી પ્રાપ્ત કરી શકશે (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Global Indian Students Portal: સ્ટુડન્ટ્સ હવે GISPના માધ્યમથી વિદેશની યુનિવર્સિટી અને તમામ કોર્સની માહિતી એક જ સ્થળેથી પ્રાપ્ત કરી શકશે

(અમન શર્મા)

નવી દિલ્હી.
વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય સ્ટુડન્ટ્સ માટે સરકાર (Government of India) નવી ગિફટ લઈને આવી છે. સરકારે આ વર્ષે ગ્લોબલ સ્ટુડન્સ્ પોર્ટલ (Global Indian Students Portal- GISP) લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને વિદેશની તમામ યુનિવર્સિટી, વિવિધ કોર્સ, જેવી બાબતો વિશે અગત્યની જાણકારી એક જ સ્થળે મળી શકશે. હાલની સ્થિતિમાં વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનારા સ્ટુડન્ટ્સને એક સ્થળે તમામ જાણકારી નથી મળી શકતી. એવામાં સરકારની આ નવી સુવિધા GISPથી જોડાયેલા દસ્તાવેજોની ન્યૂઝ18એ સમીક્ષા કરી.

તેના સંબંધમાં જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોથી જાણવા મળે છે કે પોર્ટલ સ્ટુડન્ટ્સને રજિસ્ટ્રેશન માટે એક મોડ્યૂલ આપશે અને અહીં યુનિવર્સિટી, કોલેજો અને સંસ્થાઓ સાથે જોડાયેલા વિવિધ કોર્સની દેશ મુજબ જાણકારી મળશે. આ ઉપરાંત આ પોર્ટલના માધ્યમથી સ્ટુડન્ટ્સ એ પણ જાણી શકશે કે કોઈ ખાસ યુનિવર્સિટી જેવી અન્ય સંસ્થા પણ કાર્યરત છે કે નહીં. અને તે સંસ્થા જે-તે દેશમાં માન્યતા પ્રાપ્ત છે કે નહીં. આ ઉપરાંત પોર્ટલમાં વિદેશોમાં ભારતીય મિશન અને એજ્યુકેશન કાઉન્સિલર સાથે સંપર્કની જાણકારી ઉપલબ્ધ હશે. સ્ટુડન્ટ્સ તેમની સાથે વાતચીત કરી શકશે.

વિદેશમાં અભ્યાસથી પહેલા સ્કોલરશિપ, મેડિકલ ઇન્યોપલરન્સ, એજ્યુકેશન લોન અને દેશની સ્થિતિ સંબંધિત અનેક સવાલ મનમાં હોય છે, પરંતુ એક સ્થળ પર તેના યોગ્ય જવાબ નથી મળી શકતા. એવામાં GISP પર સરકાર અને ખાનગી સંસ્થાઓ તરફથી આપવામાં આવતી સ્કોલરશિપની જાણકારી ઉપલબ્ધ હશે. તેમાં બેંક અને અન્ય નાણાકીય સંસ્થાની લિંક પણ સામેલ હશે, જે વિદેશમાં અભ્યાસ માટે લોન આપવા તૈયાર છે. આ ઉપરાંત બેંક GISP પર હાલના ડેટાનો ઉપયોગ સંસ્થાની સત્યતાની જાણકારી મેળવવા માટે કરી શકશે. સ્ટુડન્ટ્સ GISP પર સ્વાસ્થ્ય વીમાની સુવિધા આપી રહેલી એજન્સીઓની જાણકારી પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચો, IGNOU Course: ઇગ્નૂએ શરૂ કર્યો જ્યોતિષમાં બે વર્ષનો પીજી કોર્સ, જાણો ફી અને કોર્સ સ્ટ્રક્ચર વિશે

દેશોની પણ મળશે ખાસ જાણકારી

સ્ટુડન્ટ્સ આ પોર્ટલના માધ્યમથી પોતાના પસંદગીના દેશની રાજકીય અને આર્થિક જાણકારી પ્રાપ્ત કરી શકશે. સાથોસાથ તેઓ એ પણ જાણી શકશે કે તે દેશમાં પહેલાથી કેટલા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. આ પોર્ટલ દેશ અને પસંદ કરવામાં આવેલા વિસ્તારની કાયદાકિય વ્યવસ્થા, સામાજિક-રાજકીય અને રહેવાની સ્થિતિ સહિત અનેક જાણકારીઓ પણ આપશે. GISPમાં દેશની ભાષા અને ભોજન જેવી વાતોની પણ માહિતી મળી શકશે. તેમાં દેશ સાથે સંબંધિત વિસ્તૃત FAQ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો, Deal On iPhone 12: 9 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે આઇફોન 12, જાણો ઓફર

જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો જણાવે છે કે સરકાર સારી રીતે તૈયાર કરવામાં આવેલા પોર્ટલ પર કામ કરી રહી છે, જે આધુનિક, આકર્ષક અને ખૂબ સુરક્ષિત હશે. આ પોર્ટલને વિદેશ મંત્રાલયના NIC પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવશે અને આ વેબસાઇટ સુરક્ષા સાથે જોડાયેલા સરકારી નિયમોનું પાલન કરશે.
" isDesktop="true" id="1108250" >

GISP કેમ જરૂરી છે?

એવા અનેક મામલા સામે આવ્યા છે, જ્યારે સ્ટુડન્ટ્સ અજાણતાં જ વિદેશની કોઈ બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે છે, બાદમાં જાણવા મળે છે કે આવી યુનિવર્સિટી સરકારની મંજૂરી વગર ચાલી રહી છે. જોકે, ભારતીય મિશન બોગસ યુનિવર્સિટીના સંબંધમાં ચેતવણી જાહેર કરતું રહે છે. તે સ્ટુડન્ટ્સના ફાયદા માટે વાસ્તવિક યુનિવર્સિટીઓની યાદી પણ શૅર કરે છે. આ ઉપરાંત સમયાંતરે કોલેજ અને યુનિવર્સિટી પહોંચીને ભારતીય સ્ટુડન્ટ્સને મળે છે અને તેમની મુશ્કેલીઓ સાંભળે છે. આ નવા પોર્ટલમાં સરકારે બોગસ યુનિવર્સિટી, છેતરપિંડી કરનારા સલાહકાર કે એજન્ટ્સ અને સ્ટુડન્ટ્સની સુરક્ષા માટે એક અલગથી કેટેગરી તૈયાર કરવામાં આવી છે.
First published:

Tags: Abroad Education, Explainer, Foreign Universities, GISP, Global Indian Students Portal, જ્ઞાન, ભારત સરકાર, મોદી સરકાર, શિક્ષણ

विज्ञापन