Home /News /career /

ESIC SSO Recruitment 2022: કર્મચારી રાજ્ય વીમા નિગમની ભરતી, 1.42 લાખ સુધી મળશે પગાર

ESIC SSO Recruitment 2022: કર્મચારી રાજ્ય વીમા નિગમની ભરતી, 1.42 લાખ સુધી મળશે પગાર

ESIC Recruitment 2022 : ઈએસઆઈસીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

ESIC SSO Recruitment 2022 : કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા સુપરિટેન્ડન્ટ, મેનેજર સહિતની 93 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESICએ વિવિધ પદો માટે ભરતી (SSO Recruitment 2022) બહાર પાડી છે. સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- esic.nic.in પરથી અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા ESIC 93 ખાલી જગ્યાઓ માટે ભરતી કરશે. ESIC SSO ભરતી 2022ની નોટિફીકેશન 11 માર્ચ, 2022ના રોજ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી હતી. ESIC ભરતી પરીક્ષા 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ, 2022 છે. ઉમેદવારો માટે આ જાહેરાત સાથે નોકરીનું નોટિફિકેશન અને ઓનલાઇન એપ્લિકેશનની લિંક આપવામાં આવી છે

    પગારધોરણ

    ESIC SSO પે સ્કેલ મુજબ 7મું લેવલ પે-સ્કેલ 7મા સેન્ટ્રલ પે કમિશન અનુસાર લાગુ થશે. આ ઉપરાંત ESIC SSOનો પગાર રૂ. 44,900થી રૂ. 1,42,400 સુધીનો હશે.

    અરજી ફી

    ESIC SSO એપ્લિકેશન ફી 2022 બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે રૂ. 500 અને SC/ST/PWD/વિભાગીય ઉમેદવારો, સ્ત્રી ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન કેટેગરીના અરજદારો માટે અરજી ફી રૂ. 250 છે, જે ઉમેદવારોને લેખિત પરીક્ષામાં હાજર થયા પછી તે પરત કરવામાં આવશે.

    આ પણ વાંચો : NTPCએ 40 પોસ્ટ પર ભરતી બહાર પાડી, રૂ. 1,40,000 સુધીનો મળશે પગાર

    અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

    ESIC SSO પરીક્ષા 2022 માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સ્કેન કરેલા ફોર્મેટમાં સબમિટ કરવા જરૂરી રહેશે. –

    - પાસપોર્સ ફોટોગ્રાફ,  સહી,  ડાબા હાથના થમ્બ ઇમ્પ્રેશન,  હાથે લખેલું ડીક્લેરેશન,  શૈક્ષણિક દસ્તાવેજો

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા93
    શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ (લો/મેનેજમેન્ટ/ કોમર્સ ને પ્રાધાન્યતા અપાશે)
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષઆ દ્વારા
    અરજી ફીબિનઅનામત વર્ગના ઉમેદવારો માટે રૂ. 500 અને SC/ST/PWD/વિભાગીય ઉમેદવારો, સ્ત્રી ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન કેટેગરીના અરજદારો માટે અરજી ફી રૂ. 250
    અરજી કરવાની અંતિમ તારીખ12-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    કઇ રીતે લેવાશે પરીક્ષા

    ESIC SSO ભરતી 2022 પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. સૌપ્રથમ પ્રિલીમિનરી પરીક્ષા (100 ગુણ) હશે. ત્યાર બાદ મેઇન પરીક્ષા (200 ગુણ) હશે. બંને ફેઝ 1 અને 2 MCQ ફોર્મેટમાં હશે. ત્રીજા ફેઝમાં કમ્પ્યૂટર સ્કીલ ટેસ્ટ અને લેખિત ટેસ્ટ રહેશે. પાર્ટ Aમાં કમ્પ્યૂટ સ્કીલ ટેસ્ટ 50 માર્ક્સની રહેશે અને પાર્ટ Bમાં લેખિત પેપર રહેશે, જેમાં અંગ્રેજમાં 50 માર્ક્સનું રહેશે.

    આ પણ વાંચો :MMRCL Recruitment: મેટ્રો રેલ માટે બમ્પર ભરતી બહાર પડી, 2 લાખ સુધી મળી રહ્યો છે પગાર

    અનરજીસ્ટર કેટેગરીના ઉમેદવારો માટે ફેઝ-1 (પ્રીલીમિનર પરીક્ષા)માં અને ફેઝ-2માં પાસ થવા માટે 45 ટકા માર્ક્સ, OBC અને EWS કેટેગરી માટે 40 ટકા, SC, ST અને ભૂતપૂર્વ સૈનિકો માટે 35% અને PWD કેટેગરી માટે 30% માર્ક્સ રહેશે. ફેઝ-3 માટે PWD અને લેખિત પેપરમાં કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ/ ઓબ્જેક્ટિવ ટાઇપ કમ્પ્યુટર ટેસ્ટ લાયકાત ધરાવતા ગુણ ESIC દ્વારા નક્કી કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર