ESIC Recruitment : ઈએસઆઈસીમાં 93 SSOની ભરતી, 1.42 લાખ સુધીના પગારની નોકરી માટે અરજી કરવાની અંતિમ તક
ESIC Recruitment : ઈએસઆઈસીમાં 93 SSOની ભરતી, 1.42 લાખ સુધીના પગારની નોકરી માટે અરજી કરવાની અંતિમ તક
ESIC Recruitment 2022 : ઈએસઆઈસીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
ESIC Recruitment 2022 : કર્મચારી રાજ્ય વીમા નિગમ લિમીટેડ (ESIC) દ્વારા સ્પેશિયલ સિક્યોરિટી ઓફિસર (SSO)ની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, મંગળવારે 12-4-2022ના રોજ આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
ESIC Recruitment 2022 : કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation) ESICએ વિવિધ પદો માટે ભરતી (SSO Recruitment 2022) બહાર પાડી છે. સોશ્યલ સિક્યોરીટિ ઓફિસર/મેનેજર Gr-II/સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- esic.nic.in પરથી અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા ESIC 93 ખાલી જગ્યાઓ માટે ભરતી કરશે. ESIC SSO ભરતી 2022ની નોટિફીકેશન 11 માર્ચ, 2022ના રોજ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી હતી. ESIC ભરતી પરીક્ષા 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ, 2022 છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. નીચે ટેબલમાં નોટિફીકેશન અને ઓનલાઇન એપ્લિકેશનની લિંંક આપવામાં આવી છે.
ESIC Recruitment 2022 : ખાલી જગ્યા
આ નોકરી માટે કુલ 93 એસએસઓની જગ્યા છે જે પૈકીની 43 બિન અનામત, 24 ઓબીસી, 09 એસસી, 08 એસટી, 09 ઈડબલ્યૂએસ, એ ટોટલ 93 છે.
ESIC Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો સાથે જ કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવલારો
ESIC Recruitment 2022 : અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
ESIC SSO પરીક્ષા 2022 માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સ્કેન કરેલા ફોર્મેટમાં સબમિટ કરવા જરૂરી રહેશે. –
ESIC SSO ભરતી 2022 પસંદગી પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. સૌપ્રથમ પ્રિલીમિનરી પરીક્ષા (100 ગુણ) હશે. ત્યાર બાદ મેઇન પરીક્ષા (200 ગુણ) હશે. બંને ફેઝ 1 અને 2 MCQ ફોર્મેટમાં હશે. ત્રીજા ફેઝમાં કમ્પ્યૂટર સ્કીલ ટેસ્ટ અને લેખિત ટેસ્ટ રહેશે. પાર્ટ Aમાં કમ્પ્યૂટ સ્કીલ ટેસ્ટ 50 માર્ક્સની રહેશે અને પાર્ટ Bમાં લેખિત પેપર રહેશે, જેમાં અંગ્રેજમાં 50 માર્ક્સનું રહેશે.
અનરજીસ્ટર કેટેગરીના ઉમેદવારો માટે ફેઝ-1 (પ્રીલીમિનર પરીક્ષા)માં અને ફેઝ-2માં પાસ થવા માટે 45 ટકા માર્ક્સ, OBC અને EWS કેટેગરી માટે 40 ટકા, SC, ST અને ભૂતપૂર્વ સૈનિકો માટે 35% અને PWD કેટેગરી માટે 30% માર્ક્સ રહેશે. ફેઝ-3 માટે PWD અને લેખિત પેપરમાં કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ/ ઓબ્જેક્ટિવ ટાઇપ કમ્પ્યુટર ટેસ્ટ લાયકાત ધરાવતા ગુણ ESIC દ્વારા નક્કી કરવામાં આવશે.
ESIC SSO પે સ્કેલ મુજબ 7મું લેવલ પે-સ્કેલ 7મા સેન્ટ્રલ પે કમિશન અનુસાર લાગુ થશે. આ ઉપરાંત ESIC SSOનો પગાર રૂ. 44,900થી રૂ. 1,42,400 સુધીનો હશે.
ESIC Recruitment 2022 : અરજી ફી
ESIC SSO એપ્લિકેશન ફી 2022 બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે રૂ. 500 અને SC/ST/PWD/વિભાગીય ઉમેદવારો, સ્ત્રી ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસમેન કેટેગરીના અરજદારો માટે અરજી ફી રૂ. 250 છે, જે ઉમેદવારોને લેખિત પરીક્ષામાં હાજર થયા પછી તે પરત કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર