Home /News /career /

ESIC Recruitment: કર્મચારી રાજ્ય વીમા નિગમમાં 45 જગ્યાની ભરતી, 78,800 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ESIC Recruitment: કર્મચારી રાજ્ય વીમા નિગમમાં 45 જગ્યાની ભરતી, 78,800 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ESIC Recruitment 2022 : ઈએસઆઈસીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

ESIC Recruitment 2022 : કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા ગ્રેડ-2 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપાવમાં આવેલી લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી અને અરજી કરી શકે છે.

    ESIC Recruitment: સ્પેશિયાલિસ્ટ કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees (State Insurance Corporation) એટલે કે, ESICએ સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2 (જુનિયર/સીનિયર સ્કેલ)ની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી (ESIC Specialist Grade 2 Recruitment)ની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 45 ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જેમાંથી 40 પોસ્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રેડ (સિનિયર સ્કેલ) અને 5 સ્પેશિયાલિસ્ટ ગ્રેડ (જુનિયર ગ્રેડ સ્કેલ 2) માટે છે.

    આ પોસ્ટ પર અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે ખાલી જગ્યાની વિગતો, લાયકાતો, વયમર્યાદા, પસંદગીના માપદંડ સહિતની વિગતો અહીં આપવામાં આવી છે.

    ESIC Recruitment મહત્વની તારીખ

    આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે, જ્યારે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લદ્દાખ, હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના સ્પીતી જિલ્લો અને પાંગી સબ-ડિવિઝન, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ અને લાહૌલમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ, 2022 છે.

    ESIC Recruitment ખાલી જગ્યાની વિગતો

    સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2 (જુનિયર સ્કેલ) - 5 પોસ્ટ
    સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2 (સિનિયર સ્કેલ) -40 પોસ્ટ

    ESIC Recruitment યોગ્યતાના માપદંડ

    શૈક્ષણિક લાયકાત: એમએસ, એમડી, એમબીબીએસ વગેરે દરેક પોસ્ટ માટે અલગ અલગ

    આ પણ વાંચો : NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા45
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીસામાન્ય અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી, એસટી, પીડબલ્યુબીડી, વિભાગીય ઉમેદવારો (ESIC કર્મચારીઓ), મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ20-4-2022
    અરજી કરવાનું માધ્યમઓફલાઇન
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો



    ESIC Recruitment વયમર્યાદા

    આ પોસ્ટ માટે વયમર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી ધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ હશે.

    આ પણ વાંચો : LRD Exam : LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

    ESIC Recruitment પગારધોરણ

    સ્પેશિયાલિસ્ટ ગ્રેડ 2 (સિનિયર ગ્રેડ) - સાતમા CPC મુજબ રૂ. 78,800ના પ્રારંભિક પગાર સાથે પે મેટ્રિક્સનું 12મું લેવલ

    સ્પેશિયાલિસ્ટ ગ્રેડ 2 (જુનિયર ગ્રેડ) - સાતમા CPC મુજબ રૂ. 67, 700ના પ્રારંભિક પગાર સાથે પે મેટ્રિક્સનું 11મું લેવલ

    ESIC Recruitment કઈ રીતે કરવી અરજી?

    આ પોસ્ટ પર ઉમેદવારો છેલ્લી તારીખ સુધી અથવા તે પહેલાં નિયત ફોર્મેટ દ્વારા અરજીઓ સબમિટ કરી શકશે. ઉમેદવારોને વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે.

    ESIC Recruitment અરજી માટે ફી કેટલી છે?

    સામાન્ય અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી, એસટી, પીડબલ્યુબીડી, વિભાગીય ઉમેદવારો (ESIC કર્મચારીઓ), મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ www.esic.nic.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन