ESIC Recruitment 2021 : કર્મચારી રાજ્ય વીમા નિગમમાં બમ્પર ભરતી, ઉમેદવારી કરવા માટે અહીંયાથી સીધી લિંક મળશે
ESIC Recruitment 2021 : તબીબી ક્ષેત્રની લાયકાત ધરાવતા લોકો માટે 1120 વીમા તબીબી અધિકારી (IMO) ગ્રેડ - 2 (એલોપેથિક) પોસ્ટ માટે અરજી કરવાની સુવર્ણ તક છે.
ESIC Recruitment: તબીબી ક્ષેત્રની લાયકાત ધરાવતા લોકો માટે 1120 વીમા તબીબી અધિકારી (IMO) ગ્રેડ - 2 (એલોપેથિક) પોસ્ટ માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ભરતીની જાહેરાત કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દિલ્હી દ્વારા કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને વિવિધ ESIC હોસ્પિટલ્સ/ ડિસ્પેન્સરીમાં નિમણુંક કરવામાં આવશે. આ જોબ માટે ઇચ્છુક અને લાયક ઉમેદવારો 31 ડિસેમ્બર 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી નક્કી કરાયેલા ફોર્મેટ દ્વારા અરજી કરી શકે છે.
ઈન્શ્યોરન્સ મેડિકલ ઓફીસર (IMO) ગ્રેડ – 2 પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પગાર ઉપરાંત સાતમા CPC મુજબ 56,100થી 1,77,500 રૂપિયાનું પગાર ધોરણ મળશે, તેઓ સમયાંતરે અમલમાં આવતા ભારત સરકારના નિયમો અનુસાર DA, NPA, HRA અને પરિવહન ભથ્થા માટે પણ પાત્ર રહેશે.
જોબ સમરી
આ જગ્યાઓ માટે ગત 16 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર થયું હતું. દિલ્હી ખાતેની આ જગ્યાઓ માટે આગામી 31 જાન્યુઆરી 2022ના રોજ પરીક્ષા લેવામાં આવશે.
કેટલા પદ પર થશે ભરતી?
ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસર (ગ્રેડ 2)ના 1120 પદ પર ભરતી કરવામાં આવશે.
1. ઉમેદવારો પાસે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 (102 of 1956)માં પ્રથમ શેડ્યુલ અથવા બીજા શેડ્યુલ અથવા થર્ડ શેડ્યુલ (લિસેન્ટીએટ લાયકાત સિવાય)ના બીજા ભાગમાં સમાવિષ્ટ માન્યતા પ્રાપ્ત MBBS ડિગ્રી હોવી જોઈએ. ત્રીજા શેડ્યુલના ભાગ-2માં સમાવિષ્ટ શૈક્ષણિક લાયકાત ધારકોએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 (1956ની 102)ની કલમ 13ની પેટા કલમ (3)માં નિર્ધારિત શરતો પણ પૂર્ણ કરવી જરૂરી છે.
2. ફરજિયાત રોટેટિંગ ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી જરૂરી છે. જે ઉમેદવારોએ રોટેટિંગ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ન હોય તેઓ લેખિત પરીક્ષા આપવા માટે લાયક રહેશે, જો પસંદ કરવામાં આવશે તો તેમને નિમણૂંક પહેલાં ફરજિયાત ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે.
3. પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નોટિફિકેશન લિંક તપાસો.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
1120
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત MBBS ડિગ્રી, રજિયાત રોટેટિંગ ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી જરૂરી છે. જે ઉમેદવારોએ રોટેટિંગ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ન હોય તેઓ લેખિત પરીક્ષા આપવા માટે લાયક રહેશે, જો પસંદ કરવામાં આવશે તો તેમને નિમણૂંક પહેલાં ફરજિયાત ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી
એસસી, એસટી અને પીડબલ્યુડી કેટેગરી માટે 250 રૂપિયા, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા
7મા સીપીસી મુજબ પે મેટ્રિક્સનું લેવલ –10 મુજબ પગાર રૂ. 56,100થી 1,77,500 જેટલો હોય શકે છે. પગાર ઉપરાંત તેઓ સમયાંતરે અમલમાં આવતા ભારત સરકારના નિયમો અનુસાર DA, NPA, HRA અને પરિવહન ભથ્થા માટે પણ પાત્ર રહેશે.
વયમર્યાદા
ઉમેદવારની ઉંમર 31-01-2022ના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.