Home /News /career /ખુશખબર: સરકારી નોકરી કરવાની સુર્વણ તક, ESICમાં 6400 પદ પર થશે ભરતી

ખુશખબર: સરકારી નોકરી કરવાની સુર્વણ તક, ESICમાં 6400 પદ પર થશે ભરતી

esic vacancies

શ્રમમંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે કહ્યું કે, કર્મચારી રાજ્ય વીમા નિગમની 6400 ખાલી જગ્યા ભરવાની યોજના છે. તેમાં 2000થી વધારે પદ ડોક્ટર્સ અને ટીચિંગ ફેકલ્ટી સ્ટાફના છે.

નવી દિલ્હી: નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સારો અવસર આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે, ઈએસઆઈસી (Employees’ State Insurance Corporation)એ અલગ અલગ પદ પર 6400થી વધારે ખાલી જગ્યા બહાર પાડી છે. તેનાથી હજારો યુવાનો પાસે સરકારી નોકરી મેળવવાનો સોનેરી અવસર આવ્યો છે.

શ્રમમંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે કહ્યું કે, કર્મચારી રાજ્ય વીમા નિગમની 6400 ખાલી જગ્યા ભરવાની યોજના છે. તેમાં 2000થી વધારે પદ ડોક્ટર્સ અને ટીચિંગ ફેકલ્ટી સ્ટાફના છે.

આ પણ વાંચો: Business Idea: નહિ આવે ક્યારેય ખોટ, આ બિઝનેસ બહુ જ ઓછા ખર્ચે કરાવશે દમદાર કમાણી

10 વિષયોમાં સર્ટિફિકેટ કોર્સ શરુ


શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ઈએસઆઈસી પેરામેડિકલ જોબ્સ માટે સ્કિલ બેસ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 10 વિષયોમાં સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે.

દેશભરમાં 100 બેડવાળી 23 નવી હોસ્પિટલ બનાવામાં આવી રહી છે


યાદવે ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ઈએસઆઈસીએ 6400 ખાલી જગ્યા ભરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં 2000થી વધારે ડોક્ટર્સ અને ટિચીંગ સ્ટાફ ભરવામાં આવશે. નિવેદનમાં યાદવે કહ્યું કે, કેન્દ્ર સરકારની નિર્માણથી શક્તિ પહેલ અંતર્ગત દેશભરમાં 100 બેડવાળી 23 નવી હોસ્પિટલો બનાવામાં આવી રહી છે.

ઓક્ટોબરમાં ESIC સ્કીમથી જોડાયા 11.82 લાખ નવા મેમ્બર્સ


આપને જણાવી દઈએ કે, ઈએસઆઈસી સ્કીમમાં સભ્યોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેને સોશિયલ સિક્યોરિટ સ્કીમ અંતર્ગત ઓક્ટોબરમાં લગભગ 11.82 લાખ નવા મેમ્બર્સ જોડાયા. હાલમાં રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈએસઆઈસીમાં કુલ નવા નામાંકન નાણાકીય વર્ષ 2021-22માં 1.49 કરોડ થઈ ગયા છે, જ્યારે 2020-21માં આ આંકડો 1.15 કરોડ હતો, તો વળી 2019-20માં આ સંખ્યા 1.51 કરોડ અને 2018-19માં તે 1.49 કરોડ હતો.
First published:

Tags: ESIC, Government job, Job