Home /News /career /Jamnagar: જામનગરમાં નોકરી કરવાની ઉત્તમ તક, રોજગાર કચેરી દ્વારા કરાયું ભરતી મેળાનું આયોજન

Jamnagar: જામનગરમાં નોકરી કરવાની ઉત્તમ તક, રોજગાર કચેરી દ્વારા કરાયું ભરતી મેળાનું આયોજન

X
આઈટીઆઈ

આઈટીઆઈ કેમ્પસમાં યોજવામાં આવ્યો ભરતી મેળો

ટેક્નોલોજીના યુગમાં પણ વિવિધ કંપનીઓ (Company) માં મેનપાવર (Man power) ની જરૂરિયાત એટલી જ રહે છે. બીજી બાજુ હરીફાઈના સમયમાં નોકરી (JOB in Jamnagar) મળવી એટલીજ મુશ્કેલ બની રહે છે. મોટાભાગના યુવાનો આજે સરકારી નોકરી (Government Job) પાછળ દોડી રહ્યા છે.

વધુ જુઓ ...
Sanjay Vaghela, Jamnagar:આજના ટેક્નોલોજીના યુગમાં પણ વિવિધ કંપનીઓ (Company) માં મેનપાવર (Man power) ની જરૂરિયાત એટલી જ રહે છે. બીજી બાજુ હરીફાઈના સમયમાં નોકરી (JOB in Jamnagar) મળવી એટલીજ મુશ્કેલ બની રહે છે. મોટાભાગના યુવાનો આજે સરકારી નોકરી (Government Job) પાછળ દોડી રહ્યા છે. પરંતુ ખાનગી કંપનીઓમાં પણ લાયકાત ધરાવતા ઉમેદવારોની એટલી જ જરૂર છે. શિક્ષણ મેળવ્યા બાદ યુવાનોને નોકરી મેળવવા માટે પણ પરિશ્રમ કરવો પડે છે.

જો કે સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોજગાર કચેરી (Employment Office) બનાવી ત્યાં યુવાનો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે. તો બીજી બાજુ કોઈ ખાનગી કંપનીને લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર પડે તો તેઓ પણ સીધો જ રોજગાર કચેરીનો સંપર્ક કરતા હોયછે. તો રોજગાર કચેરી દ્વારા પણ અવાર નવાર રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરતા હોયછે. જેમાં એકથી વધુ કંપનીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ હાજર રહે છે. આવા જ એક ભરતી મેળનું જામનગર રોજગાર કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

આઈટીઆઈ કેમ્પસમાં યોજવામાં આવ્યો ભરતી મેળો

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં આઈટીઆઈ કેમ્પસમાં રોજગાર કચેરી આવેલી છે. જ્યાં એક ભરતી મેળનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર અને તાલીમ કચેરી દ્વારા ભરતી મેળા માટે બેરોજગાર યુવાનોને અને નોકરીદાતાઓને અનુબંધમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ રોજગાર મેળામાં તમામને બોલાવવામાં આવ્યા હતા.

આ રોજગાર ભરતીમેળામાં કુલ 9 કંપનીમાંથી અધિકારીઓ આવ્યા હતા. અને 250થી વધુ ઉમેદવાર હાજર રહ્યા હતા જેમાંથી 150થી વધુ ઉમેદવારોને નોકરી માટે પસંદગી થવાનો અંદાજ છે. કારણ કે ભરતી મેળામાં શોર્ટ લિસ્ટ થયાં બાદ ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ત્યારબાદ સિલેકશન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે બેરોજગાર યુવાનોને નોકરી મળે તે માટે રોજગાર કચેરી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. એટલું જ નહીં નોકરીદાતાઓએ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોયછે.

દર મંગળ અને બુધવારે યોજાશે ભરતી મેળો

આ ભરતીમેળામાં કોમ્પ્યુટર ઓપરેટર, ધોરણ 10-12 પાસ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, આઈટીઆઈના વિવિધ ટ્રેડ પાસ ઉમેદવારો માટે નોકરીની તક હતી. જામનગરના વધુમાં વધુ યુવક અને યુવતીઓને નોકરી મળી રહે તે માટે જામનગરમાં ITI કેમ્પસમાં આવેલી રોજગાર કચેરી દ્વારા દર મંગળ અને બુધવારે રોજગાર ભરતી મેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા લાયક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આથી બેરોજગાર યુવાનોએ વધુમાં વધુ આ ભરતીમેળાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

યુવાનો નોંધી લો આ વેબસાઈટ

રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનો અને વિવિધ કંપનીઓ ને સરળતા રહે તે માટે ખાસ અનુબંધમ નામની વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર અને કંપનીએ જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. બાદમાં બંને સીધા જ પોતાની જરૂરિયાત મુજબ એક બીજાનો સંપર્ક કરી નોકરી મેળવી કે નોકરી આપી શકે છે. આ વેબસાઈટનું નામ છે http://anubandham.gujarat.gov.in દરેક યુવાનોએ આ વેબસાઈટ પર પોતાની વિગતો ભરી નોંધણી કરાવી લેવી જોઈએ, જેથી તેઓને સરળતાથી નોકરી મળી શકે છે.

આ પણ વાંચો: સરકારી પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે અપાઈ ખાસ માહિતી



રોજગાર કચેરીજામનગરનું સરનામું આ મુજબ છે:

Office of the Assistant Director (Employment) JAMNAGAR, I.T.I. Hostel Bldg., Opp: S.T.Depot., Jamnagar.

ઈમેલ: dee-jam@gujarat.gov.in

સંપર્ક નંબર: (0288) 2564654
First published:

Tags: Education News, Jamnagar City, જામનગર