આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,650 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે. ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 19 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023 છે. આ ભરતીને લગતી કોઇ પણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://eklavya-education.gujarat.gov.in/ની મુલાકાત લો.
GSTES અંતર્ગત એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા મોડેલ સ્કૂલમાં અલગ અલગ વિષયો માટે ભરતી કરવામાં આવી રહી છે
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,650 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે. ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.
આ રીતે કરો અરજી
આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની છે ઉમેદવારે ફક્ત રજીસ્ટર એડી.થી જ અરજી મોકલવાની છે અરજી મોકલવાનું સ્થળ - પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મુ.પો.તા. ખેડબ્રહ્મા, જિલ્લો- સાબરકાંઠા, પિન કોડ નંબર – 383270 છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર