Agnipath scheme: કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા સેના, નૌકાદળ અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે ટૂંકા ગાળાના કરારના આધારે 'અગ્નિપથ' નામની યોજના શરૂ કરી છે
Agnipath scheme 2022: અગ્નિવીરો (Agneeveer)ની કારકિર્દીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલય (Ministry of Education) સંરક્ષણ કર્મચારીઓ માટે સ્કિલ આધારિત અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ (Undergraduate Degree Program) શરૂ કરશે. આ પ્રોગ્રામ ત્રણ વર્ષનો રહેશે. જે સંરક્ષણ સંસ્થાઓમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત કૌશલ્ય તાલીમને માન્યતા આપશે.
ઇગ્નુ દ્વારા અપાશે શિક્ષણ
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) દ્વારા ઓફર કરવામાં આવનાર ડિગ્રી પ્રોગ્રામને રોજગાર અને શિક્ષણ માટે ભારત અને વિદેશમાં માન્યતા આપવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ ભારતીય યુવાનોને સશસ્ત્ર દળોમાં અગ્નિવીર તરીકે સેવા આપવાની તક પૂરી પાડવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અભ્યાસક્રમની ડિઝાઇન ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે અને ડિગ્રી પણ આપવામાં આવશે. અધિકારીએ કહ્યું કે સેના, નૌકાદળ અને વાયુસેના આ યોજનાના અમલીકરણ માટે ઇગ્નુ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા સેના, નૌકાદળ અને વાયુસેનામાં સૈનિકોની ભરતી માટે ટૂંકા ગાળાના કરારના આધારે 'અગ્નિપથ' નામની યોજના શરૂ કરી છે. જેનો હેતુ પગાર અને પેન્શનના ખર્ચ પર મોટા પાયે કાપ મુકવા અને સશસ્ત્ર દળોની યુવા પ્રોફાઇલમાં સક્ષમ બનાવવા સહિતના મુદ્દાને આવરી લે છે.
આ પ્રોગ્રામ નવી નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (એનઇપી) હેઠળ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી), નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક અને નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (એનએસક્યુએફ)ના નિયમોને અનુરૂપ છે. તેના માળખાને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ), નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (એનસીવીઇટી) અને યુજીસી દ્વારા માન્યતા આપવામાં આવી છે.
કોર્સ અધુરો છોડી દેનારને ડિગ્રી નહીં મળે
આ ડિગ્રી પ્રોગ્રામને અધવચ્ચે છોડી દેવામાં આવશે તો ઉમેદવારોને ડિગ્રીની જગ્યાએ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરનારને અન્ડર ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ મળશે. જ્યારે પ્રથમ અને દ્વિતીય વર્ષનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અન્ડર-ગ્રેજ્યુએટ ડિપ્લોમા મળશે. જ્યારે ત્રણ વર્ષના સમયગાળામાં તમામ અભ્યાસક્રમ પૂર્ણ કરનારને ડિગ્રી આપવામાં આવશે.
પ્રોગ્રામનો હેતુ
આ પ્રોગ્રામનો હેતુ ભવિષ્યમાં અગ્નિવીરની વ્યાવસાયિક ક્ષેત્રે મજબૂત બનાવવાનો અને તેમને સિવિલ ક્ષેત્રની નોકરીઓ માટે તૈયાર કરવાનો રહેશે.
કઈ રીતે અપાશે માર્ક્સ?
ડિગ્રી માટે જરૂરી ગુણના 50 ટકા કોર્સ સ્કીલ ટ્રેનિંગથી જ્યારે 50 ટકા અન્ય વિષયોમાંથી આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર