Home /News /career /Education: શિક્ષણ વિભાગે જાહેર કરી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખ, 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર?
Education: શિક્ષણ વિભાગે જાહેર કરી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખ, 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર?
પ્રતિકાત્મક તસવીર
Academic calendar: શિક્ષણ વિભાગ (Education department) દ્વારા જાહેર કરવામાં આવેલા શાળાકીય પ્રવૃત્તિના કેલેન્ડરમાં (Academic calendar) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
Jobs and Career: ધોરણ 10 અને ધોરણ 12 માં ગુજરાત બોર્ડમાં (Gujarat board) અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ (Education department) દ્વારા જાહેર કરવામાં આવેલા શાળાકીય પ્રવૃત્તિના કેલેન્ડરમાં (Academic calendar) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. સાથે જ ધોરણ 9 થી 12ના વિધાર્થીની પ્રથમ અને બીજી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2019 - 20 માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે. આ કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્ર શૈક્ષણિક કાર્ય 104 દિવસનું જ્યારે બીજી સત્ર 137 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. દિવાળી વેકેશન 20 ઓકટોબર થી 9 નવેમ્બર સુધીનું રહેશે.
કેલેન્ડર પ્રમાણે ધોરણ 10 અને 12નો અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023થી શરૂ થશે.
આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ વર્ષ 2023 - 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી શરુ થશે. સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓકટોબરથી 18 ઓકટોબર 2022 દરમિયાન યોજાશે.
મહત્વનુ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9થી 12માં અભ્યાસક્રમ માં કોઈ ઘટાડો નહીં થાય. તેમજ ધો. 10 અને 12 ની પ્રિલીમ પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રેહશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર