Home /News /career /Education News: શું છે સર્ટિફિકેટ ઇન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ, જાણો તેના ફાયદા અને એડમિશન પ્રોસેસ

Education News: શું છે સર્ટિફિકેટ ઇન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ, જાણો તેના ફાયદા અને એડમિશન પ્રોસેસ

કોર્સ કર્યા પછી નોકરીની ઘણી ઓફરો પણ ઉપલબ્ધ છે, જેની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ માંગ છે (પ્રતિકાત્મક તસવીર)

Education : આ કોર્સ 12માં પછી કરી શકાય છે. ખાસ વાત એ છે કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે સંબંધિત આ કોર્સ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થી કરી શકે છે. આ કોર્સનો ખર્ચ પણ બહુ વધારે નથી

    Education News: જો તમે સર્ટિફિકેટ ઇન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કોર્સ 12માં પછી કરી શકાય છે.  (Management Course) ખાસ વાત એ છે કે બિઝનેસ મેનેજમેન્ટ સાથે સંબંધિત આ કોર્સ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ કરી શકે છે. (certificate course after 12) આ કોર્સનો ખર્ચ પણ બહુ વધારે નથી. સાથે તેઓ સરળતાથી આ કોર્સ પૂરો કરી શકે છે. કોર્સ કર્યા પછી નોકરીની ઘણી ઓફરો પણ ઉપલબ્ધ છે, જેની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ માંગ છે. (certificate Course in Demand)

    કોર્સ માટે લાયકાત


    આ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે એડમિશન લઇ શકો છો. ઉમેદવારો કોઈપણ સ્ટ્રીમમાંથી સર્ટિફિકેટ ઇન બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરી શકે છે. આ કોર્સ માટે, સરકાર માન્ય કોઈપણ બોર્ડમાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે 12મું પાસ કરવું જરૂરી છે. 12માં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે પાસ થવું ફરજિયાત છે.

    એડમિશન પ્રોસેસ


    એડમિશન માટે યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા સીટ્સ માટે અરજી મંગાવામાં આવે છે. કેટલીક કોલેજો પ્રવેશ માટે પોતાની રીતે એડમિશન પ્રોસેસ પૂર્ણ કરે છે. તે માટે તેઓ સમયાંતરે એન્ટ્રન્સ ટેસ્ટ પણ લે છે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ કૉલેજમાં પ્રવેશ મેળવી શકાય છે.

    આ પણ વાંચો: એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ

    બિઝનેસ મેનેજમેન્ટના કેટલાક વિષયો નીચે મુજબ છે.


    માનવ સંસાધન HR, એકાઉન્ટિંગ, માર્કેટિંગ થિયરી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બિઝનેસ કોમ્યુનિકેશન, બિઝનેસ લો એન્ડ પોલિસી, બિઝનેસ ઇકોનોમિક્સ, પ્રોડક્શન અને ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા અન્ય ઘણા વિષયોનો સમાવેશ થાય છે. તેનો અભ્યાસ કર્યા પછી, બિઝનેસ ફિલ્ડમાં કામ કરવ માટેની જરૂરી માહિતી મળી રહે છે.

    પ્રોફાઇલ અને પગાર


    બિઝનેસ મેનેજર - વાર્ષિક રૂ. 8 લાખ
    પ્રોજેક્ટ મેનેજર - વાર્ષિક રૂ. 6 લાખ
    બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર - વાર્ષિક રૂ. 6 લાખ
    ઇન્ફોર્મેશન મેનેજર - વાર્ષિક રૂ. 10 લાખ
    બિઝનેસ એનાલિટિક્સ - વાર્ષિક રૂ. 4 લાખ
    માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ આ તમામ પ્રોફાઇલમા સારી નોકરીઓ મળી શકે છે. વિદેશમાં નોકરીમાં ડોલરના હિસાબે પગાર મળે છે, આ સિવાય ઉમેદવારને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. એટલું જ નહીં, આ કોર્સને સૌથી વધુ પગાર આપતી નોકરી માનવામાં આવે છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career Guidance, Education News

    विज्ञापन
    विज्ञापन