Home /News /career /ECIL Recruitment 2022 : ECILમાં 40 જગ્યા પર ભરતી, મળશે 54,880 રૂપિયા સુધી સ્ટાઈપેન્ડ, અહીંથી કરો અરજી
ECIL Recruitment 2022 : ECILમાં 40 જગ્યા પર ભરતી, મળશે 54,880 રૂપિયા સુધી સ્ટાઈપેન્ડ, અહીંથી કરો અરજી
ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Electronics Corporation of India, ECIL) દ્વારા 40 જગ્યાની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ECIL Recruitment 2022: ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Electronics Corporation of India, ECIL)એ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની (Graduate Engineer Trainees)ની પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે, ECIL GET ભરતી GATE 2022 સ્કોર્સના આધારે કરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ઑનલાઇન એપ્લિકેશન લિંક 23 એપ્રિલ, 2022થી ઉપલબ્ધ થશે. જ્યારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 મે, 2022 છે. મહત્વનું છે કે, આ ભરતી દ્વારા ગ્રેજ્યુએટ ટ્રેનીના કુલ 40 પદો પર ભરતી કરવામાં આવશે.
ECIL Recruitment 2022 : ખાલી જગ્યા
ECEની પોસ્ટ માટે કુલ 21 જગ્યાઓ, Mechanicalની પોસ્ટ માટે કુલ 10 જગ્યાઓ અને CSEની કુલ 9 જગ્યાઓ માટે ભરતી થશે. એટલે કે આ ભરતી અંતર્ગત કુલ 40 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ECIL Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
ECE, મિકેનિકલ અને CSEની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે માટે AICTE અથવા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી B.E/B.Techનો અભ્યાસ કરેલો એટલે કે ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
તેમજ ઉમેદવારોએ ડિગ્રીમાં ઓછામાં ઓછા 65% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
ECIL Recruitment 2022 : ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
ઉલ્લેખનીય છે કે ઉમેદવારો ECIL વેબસાઇટ પર 23 એપ્રિલથી 14 મે, 2022 સુધી બપોરે 2 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
આ માટે રોજગાર સમાચારમાં 23 એપ્રિલ, 2022ના રોજ ECIL GET દ્વારા ભરતી માટે નોટિફિકેશન પ્રકાશિત કરવામાં આવી છે. જયારે તેની વિગતવાર નોટિફિકેશન ટૂંક સમયમાં ECILની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ECIL Recruitment 2022 : અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ
14 મે, 2022
ECIL Recruitment 2022: મહત્વની તારીખો
ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ: 23 એપ્રિલ, 2022 (ઉમેદવારો માટે અરજી કરવા આજથી એપ્લિકેશન લિંક એક્ટિવ થઇ ચુકી છે.)
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર