Home /News /career /

ECIL Recruitment 2022: ECILમાં વધુ 20 જગ્યાની ભરતી, 2,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ECIL Recruitment 2022: ECILમાં વધુ 20 જગ્યાની ભરતી, 2,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECIL) દ્વારા 20 જગ્યાની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    ECIL recruitment 2022: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (the Electronics Corporation of India Limited)ના હૈદરાબાદ સ્થિત હેડક્વાર્ટરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ભરતી અંતર્ગત દેશભરમાં ફેલાયેલી વિવિધ ઝોનલ ઑફિસો અને પ્રોજેક્ટ સાઇટ્સ પર પણ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અનુભવ ધરાવતા 20 પ્રોફેશનલ એન્જીનિયરના ખાલી પડેલા પદો પર આ ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદ કરેલા ઉમેદવારો R&D, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ, માર્કેટિંગ, લાઈફ સાયકલ સપોર્ટ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ક્ષેત્રોમાં બિઝનેસ ગ્રુપ માટે પ્રોજેક્ટ ચલાવવા અને મેનેજ કરવા માટે જવાબદાર રહેશે. પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના આધારે રૂ. 2,40,000 સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે.

    ECIL Recruitment 2022- ખાલી પદો વિશે વિગતો

    સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર – ટેક્નિકલ - 11, સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર – HR - 1, ડેપ્યુટી જનરલ મેનેજર – ફાયનાન્સ – 1, ડેપ્યુટી જનરલ મેનેજર - કોર્પોરેટ પર્ચેસ- 1,  ડેપ્યુટી જનરલ મેનેજર - કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ - 1,  ડેપ્યુટી જનરલ મેનેજર – HR - 1, સિનિયર મેનેજર – ફાઇનાન્સ - 2, કર્મચારી અધિકારી - 1,  એકાઉન્ટ ઓફિસર – 1

    કલ પદો- 20

    ECIL Recruitment 2022- એપ્લિકેશન ફી

    સામાન્ય, EWS અને OBC અરજદારો માટે રૂ. 500 નોન રિફંડેબલ એપ્લિકેશન ફી

    SC, ST PWD વગેરે ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

    આ પણ વાંચો : PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેન્કમાં SCOની 145 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા20
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
     પસંદગી પ્ર્ક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી

    સામાન્ય, EWS અને OBC અરજદારો માટે રૂ. 500 નોન રિફંડેબલ એપ્લિકેશન ફી

    SC, ST PWD વગેરે ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
    અરજી કરવાની અંતિમ તારીખ14-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ECIL Recruitment 2022- પસંદગી પ્રક્રિયા

    જે ઉમેદવારો લાયક હશે તેમને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તેમને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. પર્સનલ ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ ઈ-મેલ અથવા SMS દ્વારા જણાવવામાં આવશે. ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે વેરિફિકેશન માટે તમામ સંબંધિત દસ્તાવેજો ફરજિયાતપણે સબમિટ કરવાના રહેશે.

    આ પણ વાંચો : MUC Bank Recruitment: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં 50 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    ECIL Recruitment 2022- આ રીતે કરો અરજી

    કર્મચારીઓ સહિત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ http://careers.ecil.co.in પરથી 'ઓન-લાઇન' અરજી કરવાની રહેશે, વધુ માહિતી ઉમેદવારો માટે www.ecil.co.in > Careers > e Recruitment પર જઈ શકે છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 એપ્રિલથી 14 મે સુધી ઉપલબ્ધ રહેશે.

    ઉમેદવારોએ તમામ સંબંધિત દસ્તાવેજોની નકલો સાથે ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ નીચે જણાવેલ સરનામે સબમિટ કરવાની રહેશે:

    Deputy General Manager (HR)

    Human Resources (Recruitment Section),

    Administrative Building, Corporate Office,

    Electronics Corporation of India Limited,

    ECIL (Post), Hyderabad – 500 062, Telangana.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર