Home /News /career /

ECIL Recruitment : ECILમાં 1625 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક, 10 પાસ પણ કરી શકે છે અરજી

ECIL Recruitment : ECILમાં 1625 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક, 10 પાસ પણ કરી શકે છે અરજી

ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સોમવારે 11-4-2022ના રોજ આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે.

ECIL Recruitment 2022 : : ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા 1625 જૂનિયર ટેકનિશિયનની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. સોમવારે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

વધુ જુઓ ...
    ECIL Recruitment 2022 : ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન અને ફિટર માટે જુનિયર ટેકનિશિયનની 1625 (ECIL Recruitment 2022) ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશન (ECIL Recruitment 2022 Notification) વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારો પાસે 2-વર્ષનું ITI પ્રમાણપત્ર છે તેઓ ECIL જુનિયર ટેકનિશિયન ભરતી 2022 માટે સરળતાથી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11-4-2022 છે.  રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. નીચે આપેલા ટેબલમાં જાહેરાત જોવા માટેની લિંક અને અરજી કરવાની લિંક આપવામાં આવી છે.

    ECIL Recruitment 2022 : ખાલી જગ્યા  :  આ ભરતી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકના 814, ઈલેકટ્રિશિયન 184, અને ફીટર 627 ઉમેદવારો માટે ખાલી જગ્યા છે. આ ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

    ECIL Recruitment 2022 : લાયકાત

    આઈટીઆઈ સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો જે ધો.10 પાસ કરેલા હોય તેમના માટે નોકરીની અભૂતપૂર્વ તક છે. ઉમેદવારો માટે ઓનલાઇન અરજીનો પ્રારંભ થઈ ગયો છે.

    આ પણ વાંચો : IBPS Recruitment 2022: IBPSમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તક, 61,818 સુધી મળશે પગાર

    ECIL Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ધો. 10 માર્ક્સ અને આઈટીઆઈના મેરીટ મુજબ કરવામાં આવશે. જેને ધો.10માં વધારે માર્ક્સ હશે તેને મેરિટમાં ઉપલા ક્રમે પ્રાધાન્યતા મળશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા1625
    શૈક્ષણિક લાયકાત10 પાસ + ITI
    પસંદગી પ્રક્રિયામેરિટ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ11-4-2022
    ભરતીની જાહેરાતા જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ECIL Recruitment 2022 : પગાર

    આ કરાર આધારિત નોકરીઓ છે. જેમાં પસંદ થનારા ઉમેદાવારોને પ્રથમ વર્ષે 20,480, બીજા વર્ષે 22,258, ત્રીજા વર્ષે 24,870 રૂપિયા પગાર મળશે. ઉમેદવારો માટે અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનમાં વધુ વિગતો જાણી શકાશે.

    આ પણ વાંચો : BRO Recruitment: BROમાં 300થી વધુ મલ્ટી સ્કિલ વર્કર માટે આવી ભરતી, જાણો કેવી રીતે થશે પસંદગી

    ECIL Recruitment 2022 : અરજી ફી

    આ પસદંગી પ્રક્રિયા દરમિયાન નિશુલ્ક અરજી ફી રાખવામાં આવી છે. ઉમેદવારો તમામ માહિતી નોટિફીકેશન દ્વારા વાંચી શકે છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો સિવાય અન્ય કોઈ બાબતની માહિતી માટે નોટિફીકેશનમાં આપવામાં આવેલી માહિતી મુજબ સંદેશાવ્યવહાર કરવાનો કરવાનો રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર