Home /News /career /

ECIL Recruitment : ECILમાં 1625 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

ECIL Recruitment : ECILમાં 1625 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ECIL Recruitment 2022 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECIL) દ્વારા 1625 જુનિયર ટેકનિશનિયનની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    ECIL Recruitment 2022 : ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન અને ફિટર માટે જુનિયર ટેકનિશિયનની 1625 (ECIL Recruitment 2022) ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશન (ECIL Recruitment 2022 Notification) વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારો પાસે 2-વર્ષનું ITI પ્રમાણપત્ર છે તેઓ ECIL જુનિયર ટેકનિશિયન ભરતી 2022 માટે સરળતાથી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 11-4-2022 છે.

    ECIL Recruitment 2022 : ખાલી જગ્યા

    આ ભરતી અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકના 814, ઈલેકટ્રિશિયન 184, અને ફીટર 627 ઉમેદવારો માટે ખાલી જગ્યા છે. આ ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

    ECIL Recruitment 2022 : લાયકાત

    આઈટીઆઈ સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો જે ધો.10 પાસ કરેલા હોય તેમના માટે નોકરીની અભૂતપૂર્વ તક છે. ઉમેદવારો માટે ઓનલાઇન અરજીનો પ્રારંભ થઈ ગયો છે.

    ECIL Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે ઉમેદવારોની પસંદગી ધો. 10 માર્ક્સ અને આઈટીઆઈના મેરીટ મુજબ કરવામાં આવશે. જેને ધો.10માં વધારે માર્ક્સ હશે તેને મેરિટમાં ઉપલા ક્રમે પ્રાધાન્યતા મળશે.

    આ પણ વાંચો : VMC Recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 641 જગ્યા માટે ભરતી, 53,100 સુધી મળશે પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા1625
    શૈક્ષણિક લાયકાત10 પાસ + ITI
    પસંદગી પ્રક્રિયામેરિટ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ11-4-2022
    ભરતીની જાહેરાતા જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ECIL Recruitment 2022 : પગાર

    આ કરાર આધારિત નોકરીઓ છે. જેમાં પસંદ થનારા ઉમેદાવારોને પ્રથમ વર્ષે 20,480, બીજા વર્ષે 22,258, ત્રીજા વર્ષે 24,870 રૂપિયા પગાર મળશે. ઉમેદવારો માટે અહીંયા આપવામાં આવેલા નોટિફીકેશનમાં વધુ વિગતો જાણી શકાશે.

    આ પણ વાંચો : LRD Exam: LRDની પરીક્ષાના કોલ લેટર જાહેર થવાની તારીખ એક દિવસ લંબાવાઈ, જાણો ક્યારથી કરી શકશો ડાઉનલોડ

    ECIL Recruitment 2022 : અરજી ફી

    આ પસદંગી પ્રક્રિયા દરમિયાન નિશુલ્ક અરજી ફી રાખવામાં આવી છે. ઉમેદવારો તમામ માહિતી નોટિફીકેશન દ્વારા વાંચી શકે છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો સિવાય અન્ય કોઈ બાબતની માહિતી માટે નોટિફીકેશનમાં આપવામાં આવેલી માહિતી મુજબ સંદેશાવ્યવહાર કરવાનો કરવાનો રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર