Home /News /career /

ECGC Recruitment 2022 : ECGCમાં 74 પ્રોબેશરની ઓફિસરની ભરતી, 1 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ECGC Recruitment 2022 : ECGCમાં 74 પ્રોબેશરની ઓફિસરની ભરતી, 1 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

ECGC Recruitment : ઈસીજીસી પ્રોબેશનરી ઓફિસરની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

ECGC Recruitment 2022 : ભારત સરકારની સંસ્થા ઈસીજીસી દ્વારા 74 પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ નોકરી માટે ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
  ECGC PO 2022 Recruitment: ECGC એ પોતાની વેબસાઈટ ecgc.in પર પ્રોબેશનરી ઓફિસરની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફઇકેશન જાહેર કર્યુ છે (ECGC PO 2022 Recruitment Notification). અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત રહેશે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ECGC PO ઓનલાઇન (ECGC PO 2022 Recruitment Online Application) અરજી 21 માર્ચથી 20 એપ્રિલ 2022 સુધી કરી શકશે.  આ નોકરી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે ઓનલાઈન અરજી કરી શકે છે.

  ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાનો સમાવેશ થાય છે. આ પરીક્ષા 29 મે 2022એ યોજવામાં આવશે. ઉમેદવારો મે 2022ના પ્રથમ અઠવાડિયામાં ECGC PO એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા માટે લાયક ઉમેદવારોને તેમના પરફોર્મન્સના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

  શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને માટે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. મુંબઈમાં કંપનીની ઇન-હાઉસ પેનલ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારો મે 2022ના પ્રથમ અને બીજા અઠવાડિયામાં યોજાનારી પ્રી-એક્ઝામ ટ્રેઈનિંગ માટે હાજર થઈ શકે છે.  ECGC PO 2022 Recruitment: લાયકાત

  આ ભરતી પ્રક્રિયા દ્વારા લગભગ 75 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જે આ પદો પર અરજી કરવા માંગે છે તે ગ્રેજ્યુએશન કરેલ હોવા જરૂરી છે. આ સાથે જ ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

  ECGC PO 2022 Recruitment: ખાલી પડેલ પદો વિશે વિગતો

  સામાન્ય- 34, ઓબીસી- 13, EWS- 07, SC- 11 (બેકલોગ વેકેન્સી- 01), ST- 09 : કુલ- 74

  નોકરીની ટૂંકી વિગતો  જગ્યા74
  લાયસકાતગ્રેજ્યુએટ
  પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ દ્વારા
  અરજી ફીGen/OBC/EWS - રૂ. 850/-
  SC/ST/PwD - રૂ. 175/-
  અરજી કરવાની અંતિમ તારીખ20-4-2022
  ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
  ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો  ECGC PO 2022 Recruitment: ઓનલાઈન પરીક્ષા માટેના કેન્દ્રો

  કુલ 22 સેન્ટરો પર ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, જે નીચે પ્રમાણે રહેશે:

  1. મુંબઈ 2.અમદાવાદ 3. પુણે 4. ઇન્દોર 5. નાગપુર 6. કોલકાતા 7. વારાણસી 8. ભુવનેશ્વર 9. રાયપુર 10. ગુવાહાટી 11. ચેન્નાઈ, 12. કોઈમ્બતુર, 13. બેંગ્લોર, 14. કોચી, 15. હૈદરાબાદ, 16. વિશાખાપટ્ટનમ, 17. દિલ્હી, 18. ચંદીગઢ, 19. કાનપુર, 20. પટના, 21. રાંચી, 22. જયપુર

  આ પણ વાંચો : IndBank Recruitment: IndBankમાં 73 જગ્યા પર ભરતી, મળશે આકર્ષક પગાર,અહીંથી કરો અરજી

  ECGC PO 2022 Recruitment: પરીક્ષાની પેટર્ન

  ECGC PO ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર,  રિઝનિંગ - 50 40 મિનિટ, અંગ્રેજી - 40 30 મિનિટ, કોમ્પ્યૂટર જ્ઞાન - 20 10 મિનિટ, સામાન્ય જ્ઞાન - 40 20 મિનિટ ક્વોન્ટિટેવિવ એપ્ટિટ્યૂડ - 50 40 મિનિટ

  ECGC PO Descriptive Type Paper- નીચે જણાવેલ બન્ને પરીક્ષા કુલ 20 ગુણની રહેશે, જેનો સમય 40 મિનિટ રહેશે.

  નિબંધ લેખન (કોઈ 2 માંથી એક પસંદ કરો)

  ECGC PO 2022 Recruitment: મહત્વની નોંધ:

  પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પર્શ્નો હશે.
  દરેક ખોટા જવાબ પર 0.25 પ્રમાણેનુ નેગેટિવ માર્કિંગ રહેશે.

  ભરતી અંગેની વધુ વિગતો માટે અરજી કરવા માંગવા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.

  ECGC PO 2022 Recruitment: એપ્લિકેશન ફી:

  Gen/OBC/EWS - રૂ. 850/-
  SC/ST/PwD - રૂ. 175/-

  ECGC PO 2022 Recruitment: પગાર

  રૂ. 53600-2645(14)-90630- 2865(4)-102090

  આ પણ વાંચો : BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
   ECGC PO 2022 Recruitment: આ રીતે કરો અરજી

  ECGCની ઓફિશિયલ વેબસાઈટ www.ecgc.in ઓપન કરો. હવે હોમ પેજ “Career with ECGC” ની લિન્ક ઓપન કરો, હવે “CLICK HERE TO APPLY ONLINE” અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો.
  હવે “CLICK HERE FOR NEW REGISTRATION” પર ક્લિક કરી ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો. આ બાદ તમારો પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ થશે જે સ્ક્રિન પર ડિસ્પ્લે થશે. આ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી તમે સેવ કરેલો ડેટા રિઓપન કરી શકશો.
  હવે તમારો ફોટોગ્રાફ, લેફ્ટ થમ્બ ઈમ્પ્રેશન વગેરેની સ્કેન કરેલ કોપી અપલોડ કરો. હવે તમારી એપ્લિકેશન ફી ભરો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

  આગામી સમાચાર