Eastern Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક, અહીંથી ભરો ફોર્મ
Eastern Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક, અહીંથી ભરો ફોર્મ
Eastern Railway Recruitment 2022 : ઈસ્ટર્ન રેલવે દ્વારા 2972 જગ્યાની ભરતી માટે ઓનલાઈન અરજી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Eastern Railway Recruitment 2022 : ઈસ્ટર્ન રેલવેમાં (Eastern Railway)માં બમ્પર ભરતીની જાહેરાત બહાર પડી હતી. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની મંગળવારે અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
Eastern Railway Recruitment : ભારતીય રેલ્વેમાં કામ (Jobs in Indian Railway) કરવાની ઈચ્છા ધરાવતા અને ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. તમારા માટે રેલવેમાં નોકરીની સુવર્ણ તક આવી છે. ઈસ્ટર્ન રેલ્વેએ વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી (Eastern Railway Apprentice Recruitment) નોટિફીકેશન બહાર પાડીને પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ rrcer.com પર આ પોસ્ટ અંગે વધુ વિગતો જાણી અને અરજી (Apply Online) કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 10મી મેના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે લાયકાત અવશ્ય વાંચવી.
Eastern Railway Recruitment : રીતે કરશો આ પોસ્ટ્સ માટે અરજી?
રસ ધરાવતા ઉમેદવારો rrcer.com પર રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ દ્વારા પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારે જે-તે પોસ્ટ માટે અરજી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ પોતાની પાસે જરૂર રાખવી. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર