Home /News /career /

Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી

RRC Eastern Railway Recruitment 2022: 2972 એપ્રેન્ટિસ પદો પર કરવામાં આવશે ભરતી

Eastern Railway Recruitment 2022 : ઈસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ સેલ (ERRC) દ્વારા 2972 એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત 11-4-2022થી થશે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    Railway Recruitment : ભારતીય રેલ્વેમાં કામ (Jobs in Indian Railway) કરવાની ઈચ્છા ધરાવતા અને ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. તમારા માટે રેલવેમાં નોકરીની સુવર્ણ તક આવી છે. ઈસ્ટર્ન રેલ્વેએ વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી (Eastern Railway Apprentice Recruitment) નોટિફીકેશન બહાર પાડીને પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ rrcer.com પર આ પોસ્ટ અંગે વધુ વિગતો જાણી અને અરજી (Apply Online) કરી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 11 એપ્રિલ, 2022થી શરૂ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 10 મે, 2022 રહેશે. આ ભરતી દ્વારા કુલ 2972 ​​ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

    Railway Recruitment :  આ ડિવિઝન/ વર્કશોપ પર કરવામાં આવશે ભરતી-

    હાવડા ડિવિઝન: 659 જગ્યાઓ, લીલુઆહ વર્કશોપ: 612 જગ્યાઓ, સિયાલદહ ડિવિઝન: 297 જગ્યાઓ, કાંચરાપારા વર્કશોપ: 187 જગ્યાઓ, માલદા ડિવિઝન: 138 જગ્યાઓ, આસનસોલ ડિવિઝન: 412 જગ્યાઓ,જમાલપુર વર્કશોપ: 667 જગ્યાઓ

    Railway Recruitment :  શૈક્ષણિક લાયકાત

    ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10+2 હેઠળ) પરીક્ષા સિસ્ટમ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને NCVT/SCVT દ્વારા જારી કરાયેલ સૂચિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફીકેટ પણ હોવું જોઈએ.

    આ પણ વાંચો : UPSC IES ISS Recruitment : યુપીએસસીની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ, અહીંથી કરો અરજી

    વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), શીટ મેટલ વર્કર, લાઇનમેન, વાયરમેન, કાર્પેન્ટર અને પેઇન્ટર (જનરલ) પોસ્ટ્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માન્ય શાળામાંથી 8મું ધોરણ પાસ અને NCVT/SCVT દ્વારા જારી કરાયેલ સૂચિત ટ્રેડમાં નેશનલ ટ્રેડ સર્ટિફીકેટ જરૂરી છે.

    Railway Recruitment :  કઇ રીતે કરવામાં આવશે પસંદગી?

    પૂર્વ રેલ્વેના એક યુનિટના તાલીમ સ્લોટ માટે ઉમેદવારની પસંદગી આ પોસ્ટ માટે અરજી કરેલા તમામ ઉમેદવારો પરથી તૈયાર કરેલ મેરિટના આધારે કરવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા2972
    શૈક્ષણિક લાયકાત10 પાસ + સંબંધિત ટ્રેડમાં સર્ટિફિકેટ
    પસંદગી પ્રક્રિયાટ્રેડના મેરિટના આધારે
    અરજી ફી

    બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC/ ST/ PWBD/ મહિલા ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

    અરજી કરવાની અંતિમ તારીખ10-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Railway Recruitment :  કેટલી રહેશે એપ્લિકેશન ફી

    બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC/ ST/ PWBD/ મહિલા ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

    આ પણ વાંચો :  Ministry of Labor and Employment Recruitment: 112 યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ પર ભરતી, મળશે રૂ. 50,000 સુધીનો પગાર

    Railway Recruitment :  કઇ રીતે કરશો આ પોસ્ટ્સ માટે અરજી?

    રસ ધરાવતા ઉમેદવારો rrcer.com પર રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRCER) ની અધિકૃત વેબસાઇટ દ્વારા પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારે જે-તે પોસ્ટ માટે અરજી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ પોતાની પાસે જરૂર રાખવી. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन