Earn Money: એમેઝોન આપી રહ્યું છે દર મહિને 60થી 70 હજારની કમાણી કરવાની તક, રોજ 4 કલાક કરવાનું રહેશે કામ

Earn Money with Amazon: દેશભરમાં એમેઝોનનો કારોબાર વિસ્તરી રહ્યો છે, જેને લઈને ડિલીવરી બોયની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે

Earn Money with Amazon: દેશભરમાં એમેઝોનનો કારોબાર વિસ્તરી રહ્યો છે, જેને લઈને ડિલીવરી બોયની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે

  • Share this:
Earn money with Amazon: શું તમે દર મહિને 60થી 70 હજાર રૂપિયા કમાવા (Earn money) ઈચ્છો છો? દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) તમને પૈસા કમાવાની (Earn money with Amazon) તક આપી રહી છે. આ માટે તમારે દરરોજ 9 કલાક કામ કરવાની જરૂર નથી. તમે માત્ર 4 કલાક કામ કરીને આ કમાણી કરી શકો છો.

Amazonની આ નોકરીમાં કોઈ પણ પ્રકારે ટાઈમમાં તમારે બંધાવાનું રહેશે નહીં. તમે ફુલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ, એટલે કે તમારા ટાઈમ પ્રમાણે કામ કરી શકો છો.

તમે એમેઝોનમાં ડિલીવરી બોય (Amzon Delivery Boy)નું કામ કરીને પૈસા કમાઈ શકો છો. ડિલીવરી બોયે એમેઝોનના વેરહાઉસ (Amazon warehouse)માંથી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ડિલીવરી બોયની ખૂબ જ ડિમાન્ડ છે.

10થી 15 કિલોમીટરની રેન્જમાં સર્વિસ આપવાની રહેશે

દેશભરમાં એમેઝોનનો કારોબાર વિસ્તરી રહ્યો છે, જેને લઈને ડિલીવરી બોયની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. એક ડિલીવરી બોયે એક દિવસમાં 100થી 150 પેકેજ ડિલીવર કરવાના રહે છે. જેમાં ડિલિવરી બોયે 10થી 15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવર કરવાનું રહેશે.


કેટલા કલાક કામ કરવાનું રહે છે?

કામના કલાકો ડિલીવરી બોય પર નિર્ભર કરે છે કે તે કેટલા કલાકમાં પેકેજ ડિલીવર કરે છે. એમેઝોન તેના ગ્રાહકોને સવારે 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ડિલીવરીની સર્વિસ આપે છે. દિલ્હીના ડિલીવરી બોય જણાવે છે કે તેઓ લગભગ 4 કલાકમાં 100-150 પેકેજ ડિલીવર કરે છે.

કેવી રીતે એપ્લાય કરવાનું રહે છે?

જો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છો છો, તો તમારે આ લિંક પર https://logistics.amazon.in/applynow અરજી કરવાની રહેશે.

ક્વોલિફિકેશન

ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. જો તમે સ્કૂલ અથવા કોલેજ કરી છે તો તમારી પાસે તેનું પાસિંગ સર્ટીફિકેટ હોવું જરૂરી છે. પેકેજ ડિલીવર કરવા માટે તમારી પાસે બાઈક અથવા સ્કૂટર હોવું જરૂરી છે. એટલું જ નહીં બાઈક અથવા સ્કૂટરનું ઈન્શ્યોરન્સ અને આરસી બુક પણ હોવી જરૂરી છે. તેમજ અરજીકર્તા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે.
કંપની સંપૂર્ણ જાણકારી આપે છે

આ નોકરીમાં કંપની તમને સંપૂર્ણ જાણકારી આપે છે. નોકરી શરૂ કરવા દરમિયાન કામ અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. પેકેજ ડિલીવર કરવા માટેની તમામ તાલીમ એમેઝોન તરફથી આપવામાં આવે છે.

આ પણ વાંચો, Sarkari Naukri 2021: એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી

સેલરી

ડિલીવરી બોયને દર મહિને નિયમિત પગાર આપવામાં આવે છે. એમેઝોન ડિલીવરી બોયને રૂ. 12થી 15 હજારની ફિક્સ સેલેરી આપવામાં આવે છે. પેટ્રોલનો ખર્ચ ડિલીવરી બોયે કાઢવાનો રહે છે. એક પ્રોડક્ટ કે એક પેકેજ ડિલીવર કરવા પર તમને રૂ. 10થી 15 મળે છે. ડિલીવરી સર્વિસ કંપની અનુસાર જો આખો મહિને કામ કરવામાં આવે અને રોજ 100 પેકેજ ડિલીવર કરનામાં આવે તો આરામથી રૂ. 55,000 થી રૂ. 60,000 કમાઈ શકાય છે.
Published by:Mrunal Bhojak
First published: