DVC Recruitment 2022 : દામોદર વેલી કોર્પોરેશન ડીવીસીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
DVC Damodar Velly Corporation Recruitment 2022 : દામોદર વેલી કોર્પોરેશન દ્વારા (DVC) દ્વારા 59 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાવમાં આવી છે. 6 એપ્રિલ 2022થી અહીંયા આપવામાં આવેલી લિંકના આધારે ઉમેદવારો અરજી કરી શકે છે.
DVC Recruitment 2022: શું તમે પણ એન્જીનિયરીંગ કર્યું છે અને નોકરી (Jobs)ની તલાશ કરી રહ્યા છો? તો તમારા માટે રોજગારની એક સુવર્ણ તક (Jobs in india) ખુલી છે. હકીકતમાં દામોદર વેલી કોર્પોરેશને (DVC Recruitment 2022) મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ સિવિલ/ C&I/ITની સ્નાતક ઇજનેર તાલીમાર્થી (GET) તરીકેની પોસ્ટ માટે એન્જિનિયરિંગ સ્નાતકો માટે એક ભરતી નોટિફીકેશન બહાર પાડી છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી GATE 2022માં તેમના સ્કોરના આધારે કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે 6 એપ્રિલથી ઓનલાઇન મોડ દ્વારા અરજી જમા (Apply online) કરી શકે છે. જોકે, વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે આ ભરતી દ્વારા કુલ 59 પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં મેકેનિકલના 22 પદ, ઇલેક્ટ્રિકલ માટે 22 પદ, સિવિલ માટે 5 પદ, C&I માટે 5 પદ અને આઇટીના 5 પદ પર ભરતી કરવામાં આવશે. ડીવીસી જીઇટી દ્વારા જલદી જ ઓફિશ્યલ વેબસાઇટ પર નોટિફીકેશન જાહેર કરવામાં આવશે.
DVC Recruitment 2022: આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે AICTE દ્વારા માન્ય ભારતીય સંસ્થા/યુનિવર્સિટીમાંથી સંબંધિત કોર્સમાં એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ચાર વર્ષ પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુ વિગતો માટે ઉમેદવારોને ભરતી નોટિફીકેશન તપાસવાની સલાહ આપવામાં આવે છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
59
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે AICTE દ્વારા માન્ય ભારતીય સંસ્થા/યુનિવર્સિટીમાંથી સંબંધિત કોર્સમાં એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ચાર વર્ષ પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી
આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 29 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં. જોકે, સરકારના નિયમ અનુસાર SC/ ST/ OBC/ PWD/ PH કેટેગરીના ઉમેદવારોને મહત્તમ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
DVC Recruitment 2022: કેટલો મળશે માસિક પગાર
મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/સિવિલ/C&I/ITની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ – 10 હેઠળ દર મહિને રૂ. 56,100 થી 1,77,500 સુધીનો પગાર આપવામાં આવશે.
DVC Recruitment 2022:કઇ રીતે કરશો અરજી
રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે. અરજી માટેની વિગતો નિયત સમયે પ્રકાશિત કરવાની છે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ www.dvc.gov.in નો પર જઇ શકે છે. જ્યાં આ ભરતી વિશે તમામ વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.