Home /News /career /

DU Recruitment 2022: પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની 635 જગ્યાઓ પર ભરતી

DU Recruitment 2022: પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની 635 જગ્યાઓ પર ભરતી

DU Recruitment 2022 : દિલ્હી યુનિવર્સિટીમાં ભરતી, અહીંયાથી સીધા કરી શકાશે અરજી

DU Recruitment 2022 : દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર (Professor) એસોસિયેટ પ્રોફેસર (Associate Professor)ની ભરતી નીકળી છે. અરજી કરવાની પ્રક્રિયા જાણો

    DU Recruitment 2022  દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદો માટે ભરતી (DU Recruitment) બહાર પડી છે. પ્રોફેસરની આ ભરતી માટે અરજીની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2022 છે. આ ભરતી માટે દિલ્હી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ (DU Recruitment 2022  Notification)  પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોટિસ મુજબ, પ્રોફેસરના (DU Recruitment 2022  Notification)  પદો પર ભરતી કર્યા પછી ઉમેદવારોને સાતમા વેતન આયોગ મુજબ એકેડમિક પે લેવલ 14નું મળશે.

    DU Recruitment 2022 ખાલી જગ્યાઓ

    પ્રોફેસરના 186 પદ પર ભરતી કરવામાં આવશે. જ્યારે એસોસિયેટ પ્રોફેસરના 449 પદ પર ભરતી કરવામાં આવનાર છે. બંને થઈને કુલ 635 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



    DU Recruitment 2022: લાયકાત

    ઉમેદવારો સંભવિત વિષયમાં પીએચડી કરેલ હોવું જોઇએ. જે ઉમેદવારો જાહેરાતમાં આપવામાં આવેલ પાત્રતા મુજબ યોગ્યતા નહીં ધરાવતા હોય, તેમજ માહિતી પુરી ન હોય તેમની અરજીઓ યુનિવર્સિટિ દ્વ્રારા નકારી કાઢવામાં આવશે. અરજદારોએ વધુ વિગતો માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને સૂચનાઓ વાંચી લેવી.

    DU Recruitment 2022:ભરતી : મહત્વની તારીખ

    1. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 18 જાન્યુઆરી 2022
    2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 7 ફેબ્રુઆરી 2022

    આ પણ વાંચો :  Vidhyasahayak bharti 2022: રાજ્યમાં 3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત



    DU Recruitment 2022 અરજી ફી

    UR/OBC/EWS કેટેગરીના ઉમેદવારોને રૂ.2000 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PwBD વર્ગના ઉમેદવારો અને મહિલા અરજદારો માટે કોઈ ફી નથી. ઉમેદવારે નોંધ લેવી કે, એકવાર ચુકવેલ ફી કોઇપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહી.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા635
    શૈક્ષણિક લાયકાતબંને પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજી બાદ મેરિટ અને ઈન્ટરવ્યૂના આધારે
    અરજી ફીUR/OBC/EWS કેટેગરીના ઉમેદવારોને રૂ.2000 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PwBD વર્ગના ઉમેદવારો અને મહિલા અરજદારો માટે કોઈ ફી નથી.
    અરજી કરવાની અંતિમ તારીખ7-2-2022
    ભરતીની જાહેરાત જોવ માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    આ સાથે જ સ્ક્રિન કરેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુહ માટે બોલાવવામાં આવેશે, તેમણે તમામ પ્રમાણપત્રો / સાથે વેલિડ ID(આધાર કાર્ડ/વોટર આઇડી/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાસપોર્ટ) સાથે રિપોર્ટ કરવાનો રહેશે.

    આ પણ વાંચો : NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયની ભરતી, 1925 જગ્યા માટે અહીંથી કરો અરજી

    આ સાથે જ ઓનલાઇન અરજી ફોર્મમાં દર્શાવેલ લાયકાત, કેટેગરી, અનુભવને લગતાં સર્ટીફિકેટની સ્વ પ્રમાણિત ફોટોકોપી ઉમેદવારે ઇન્ટરવ્યૂ સમયે જમા કરાવવાનું રહેશે.
    First published:

    Tags: Jobs and Career, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર