Home /News /career /

DSSSB Recruitment 2022: DSSSBમાં 691 જગ્યા માટે ભરતી, આ લાયકાત હોય તો કરો અરજી

DSSSB Recruitment 2022: DSSSBમાં 691 જગ્યા માટે ભરતી, આ લાયકાત હોય તો કરો અરજી

DSSSBમાં ભરતી, અહીંયાથી સીધા કરો અરજી, એન્જિનિયરો માટે છે તક

DSSSB Recruitment 2022 : દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શ બોર્ડ (Delhi Subordinate Services Selection Board, DSSSB) તરફથી અનેક વિભાગમાં ઈલેક્ટ્રિકલ અને સિવિલ એન્જિનિયરમાં જૂનિયર એન્જિનિયર (Junior Engineer) અને સેક્શન ઓફિસર (Section Officer) માટે 691 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

વધુ જુઓ ...
    DSSSB Recruitment 2022: દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શ બોર્ડ (Delhi Subordinate Services Selection Board, DSSSB) તરફથી અનેક વિભાગમાં ઈલેક્ટ્રિકલ અને સિવિલ એન્જિનિયરમાં જૂનિયર એન્જિનિયર (Junior Engineer) અને સેક્શન ઓફિસર (Section Officer) માટે 691 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ 9 ફેબ્રુઆરી, 2022 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર DSSSBની અધિકૃત વેબસાઈટ dsssb.delhi.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

    આ ભરતીમાં અરજી કરનાર બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100 ચૂકવવાના રહેશે. SC, ST, PWD કેટેગરીના ઉમેદવાર, મહિલા ઉમેદવાર તથા એક્સ સર્વિસમેને અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે એનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. પોસ્ટ અથવા કોઈના દ્વારા મોકલાવવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

    DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (ઈલેક્ટ્રિકલ) ના 116 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (સિવિલ) ના 575 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ https://dsssb.delhi.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો : CDAC Recruitment 2022: CDACમાં 130 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે શરૂઆતનો પગા

    શૈક્ષણિક લાયકાત-

    DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (ઈલેક્ટ્રિકલ)- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
    DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (સિવિલ)- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 691
    શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી/ - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
    પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી કરવાની ફી રૂપિયા 100
    અરજી કરવાની અંતિમ તારીખ 9-2-2022
    DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (ઈલેક્ટ્રિકલ)ની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    DSSSB જૂનિયર એન્જિનિયર સેક્શન ઓફિસર (સિવિલ)ની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો



    વયમર્યાદા-

    18થી 30 વર્ષ

    આ પણ વાંચો :  GTU Recruitment 2022: જીટીયુમાં ભરતી, 67,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    કેવી રીતે અરજી કરવાની રહેશે (How to apply for DSSSB)

    - ઉમેદવારોએ સૌથી પહેલા DSSSB ની અધિકૃત વેબસાઈટ https://dsssb.delhi.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે.

    - ત્યારબાદ લિંક ફોર ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ (OARS) પર ક્લિક કરવાનું રહેશે.

    - હવે ‘ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન’ પર ક્લિક કરો.

    - ત્યારબાદ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન માટે જરૂરી માહિતી ભરવાની રહેશે.

    - ત્યારબાદ ઉમેદવારોએ સબમિટ ઓપ્શન કરીને રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડ જનરેટ કરવાના રહેશે.

    - હવે તે રજિસ્ટ્રેશન ID અને પાસવર્ડની મદદથી લોગિન કરો.

    - હવે જૂનિયર એન્જિનિયર અને સેક્શન ઓફિસર માટે અરજી કરો. અરજી કર્યા બાદ રેફરન્સ માટે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ સાચવીને રાખો.
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन