DSSSB Recruitment 2022: DSSSBમાં 161 જગ્યા પર ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક
DSSSB Recruitment 2022: DSSSBમાં 161 જગ્યા પર ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક
DSSB Recruitment 2022 : દિલ્હી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની 161 જગ્યા માટે ભરતી , આજે અરજી કરવાની અંતિમ તક
DSSSB Recruitment 2022 : dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન વાંચી અને ઉમેદવારો અરજી કરી શકશે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.
DSSSB Recruitment 2022 Last date of Online application : દિલ્હી ગૌણ સેવા પસંદગી બોર્ડ (DSSSB) દ્વારા વેબસાઇટ dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન (DSSSB Recruitment 2022 Notification) બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે ઇજનેરો તેમની અરજીઓ 09 ફેબ્રુઆરી 2022 અથવા (DSSSB Recruitment 2022 Last Date of Online application) તે પહેલાં સબમિટ કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગવર્મેન્ટ ઓફ NST ઓફ દિલ્હી / સ્વાયત્ત સંસ્થાઓ / સ્થાનિક સંસ્થાઓના સહિતના વિવિધ વિભાગોમાં નિમણૂક કરાશે. આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી શકશે.
DSSSB Recruitment 2022 ઓનલાઇન અરજી માટે અંતિમ તક: આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે અરજીનો પ્રારંભ તા.10 જાન્યુઆરીથી થયો હતો. જ્યારે અરજીની છેલ્લી તારીખ આજે 9 ફેબ્રુઆરી રહેશે. બીજી તરફ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ ડીએમસી) - 5 પોસ્ટ્સ
પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ડીએમસી) - 5) પોસ્ટ
DSSSB Recruitment 2022 નોકરી માટે લાયકાતના માપદંડ
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
એનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ અનુભવની ગણતરી ક્વોલિફાઇંગ ડિપ્લોમા પરીક્ષા પૂર્ણ થયાની તારીખથી કરવામાં આવશે.
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ - માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રથમ વર્ગ અથવા બીજા ઉચ્ચ કક્ષાના યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર અથવા 03 વર્ષની અનુભવ સેવા સાથે એન્જિનિયરોની સંસ્થાની કલમ એ અને બી પરીક્ષા પાસ કરી હોવી જરૂરી છે.
દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી જરૂરી છે.
DSSSB Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
161
શૈક્ષણિક લાયકાત
એનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ
પસંદગી પ્રક્રિયા
આ પસંદગી માટે દ્વિસ્તરીય પરીક્ષા હશે, એટલે કે ટાયર-1 અને ટાયર-2ના આધારે પસંદગી કરવામાં આવશે.
ઉમેદવારો 10 જાન્યુઆરીથી 09 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજીઓ સબમિટ કરતા પહેલા, ઉમેદવારે ખાતરી કરવી કે તે https://dsssbonline.nic.inપર નોંધાયેલ હોવો જોઈએ.
DSSSB Recruitment 2022 અરજીની ફી
જનરલ / ઓબીસી / ઈડબલ્યુએસ માટે 100 રૂપિયા છે. જ્યારે એસસી / એસટી / પીએચ અને મહિલાઓ માટે કોઈ ફી નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર