Home /News /career /

DSRVS Recruitment : સહાયક ગ્રામ વિકાસ અધિકારીની 2695 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

DSRVS Recruitment : સહાયક ગ્રામ વિકાસ અધિકારીની 2695 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

DSRV Recruitment 2022 : ડીએસઆરવી દ્વારા 2695 સહાયક ગ્રામ વિકાસ અધિકારીની ભરતી

DSRVS Recruitment 2022 : ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન (DSRVS) દ્વારા સહાયક ગ્રામ વિકાસ અધિકારીની 2695 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    DSRVS ARDO Recruitment ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન (DSRVS Recruitment 2022) દ્વારા સહાયક ગ્રામ વિકાસ અધિકારીની જગ્યા પર ભરતી માટે નોટીફિકેશન (Job Notification) બહાર પાડવામાં આવી છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ (Apply Online) કરી શકે છે. . આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2659 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ધોરણ 12 પાસ ઉમેદવારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

    આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 20-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આરપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

    DSRVS ARDO Recruitment શૈક્ષણિક લાયકાત

    કોઈ પણ શાખામાં માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીમાંથી કે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10+2 કોઈપણ કમ્પ્યુટર કોર્સમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.

    આપને જણાવી દઇએ કે આ નોકરીઓ માટે કોઇ પણ અનુભવની જરૂર નથી. તેથી ફ્રેશર્સ માટે પણ રોજગાર મેળવવાની એક ઉત્તમ તક છે.

    DSRVS ARDO Recruitment વયમર્યાદા

    જન્મ 1 ઓગસ્ટ, 1982ના રોજ અથવા તે પછી થયો હોવો જોઇએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા2695
    લાયકાત12 પાસ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષાના આધારે
    અરજી ફી

    જનરલ/ ઓબીસી – રૂ. 500

    એસસી/ એસટી – રૂ. 350

    દિવ્યાંગ ઉમેદવારો માટે – રૂ. 350
    અરજી કરવાની અંતિમ તારીખ20-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    DSRVS ARDO Recruitment કઇ રીતે કરવામાં આવશે પસંદગી

    ઉમેદવારોની પસંદગી અરજીની સ્ક્રિનિંગ અને ચકાસણીના આધારે કરવામાં આવશે. એપ્રેન્ટિસ માટે પસંદગી ક્વોલિફાઇંગ પરીક્ષામાં ગુણની ટકાવારી (%)ના આધારે કરવામાં આવશે.

    આ પણ વાંચો : IPR Recruitment 2022: આઈપીઆર ગાંધીનગરમાં 31 જગ્યાની ભરતી, રૂ. 18,000 મળશે પગાર, અહીંથી કરો અરજી

    DSRVS ARDO Recruitment કઇ રીતે કરશો અરજી

    રસ ધરાવતા ઉમેદવારો 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે. ઉમેદવારોને 30 એપ્રિલ 2022 સુધી અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની મંજૂરી આપવામાં આવશે. ઉમેદવારો ઓનલાઇન અરજીઓ સબમિટ કરતી વખતે નીચે આપેલા સરળ સ્ટેપ્સનું પાલન કરી શકે છે.

    - https://www.dsrvsindia.ac.in પર "ભરતી પોર્ટલ" પર ક્લિક કરો.

    - સહાયક ગ્રામીણ વિકાસ અધિકારી ભરતી પર ક્લિક કરો.

    - ઇન્ફોર્મેશન ફોર કેન્ડીડેટ્સ

    - ઓનલાઇન એપ્લિકેશન- ફોટો અને સહી અપલોડ કરવાની સાથે જરૂરી વિગતો ભરો.

    - એપ્લિકેશન સબમિટ કરો.

    - ઓનલાઇન ફોર્મ ફી સબમિટ કરો.

    - ભવિષ્યમાં રેફરન્સ માટે ઉમેદવારો અરજીની એક પ્રિન્ટ આઉટ જરૂર રાખવી.

    આ પણ વાંચો : BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    DSRVS ARDO Recruitment અરજી ફી

    જનરલ/ ઓબીસી – રૂ. 500

    એસસી/ એસટી – રૂ. 350

    દિવ્યાંગ ઉમેદવારો માટે – રૂ. 350
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર