DSRVS Recruitment: સહાયક ગ્રામ વિકાસ અધિકારીની 2695 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
DSRVS Recruitment: સહાયક ગ્રામ વિકાસ અધિકારીની 2695 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
DSRV Recruitment 2022 : ડીએસઆરવી દ્વારા 2695 સહાયક ગ્રામ વિકાસ અધિકારીની ભરતી
DSRVS Recruitment 2022 : ડિજિટલ રોજગાર વિકાસ સંસ્થાન ( DSRVS) દ્વારા 2695 આસિસ્ટન્ટ રૂરલ ડેવલપમેન્ટ ઓફિસરની (ADRO) ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે.
DSRVS ARDO Recruitment ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન (DSRVS Recruitment 2022) દ્વારા સહાયક ગ્રામ વિકાસ અધિકારીની જગ્યા પર ભરતી માટે નોટીફિકેશન (Job Notification) બહાર પાડવામાં આવી છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ (Apply Online) કરી શકે છે. ઓનલાઇન અરજીઓની પ્રક્રિયા 11 માર્ચ 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2659 ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે. ધોરણ 12 પાસ ઉમેદવારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
DSRVS ARDO Recruitment શૈક્ષણિક લાયકાત
કોઈ પણ શાખામાં માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીમાંથી કે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10+2 કોઈપણ કમ્પ્યુટર કોર્સમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.
આપને જણાવી દઇએ કે આ નોકરીઓ માટે કોઇ પણ અનુભવની જરૂર નથી. તેથી ફ્રેશર્સ માટે પણ રોજગાર મેળવવાની એક ઉત્તમ તક છે.
DSRVS ARDO Recruitment વયમર્યાદા
જન્મ 1 ઓગસ્ટ, 1982ના રોજ અથવા તે પછી થયો હોવો જોઇએ.
DSRVS ARDO Recruitment કઇ રીતે કરવામાં આવશે પસંદગી
ઉમેદવારોની પસંદગી અરજીની સ્ક્રિનિંગ અને ચકાસણીના આધારે કરવામાં આવશે. એપ્રેન્ટિસ માટે પસંદગી ક્વોલિફાઇંગ પરીક્ષામાં ગુણની ટકાવારી (%)ના આધારે કરવામાં આવશે.
DSRVS ARDO Recruitment કઇ રીતે કરશો અરજી
રસ ધરાવતા ઉમેદવારો 20 એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે. ઉમેદવારોને 30 એપ્રિલ 2022 સુધી અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની મંજૂરી આપવામાં આવશે. ઉમેદવારો ઓનલાઇન અરજીઓ સબમિટ કરતી વખતે નીચે આપેલા સરળ સ્ટેપ્સનું પાલન કરી શકે છે.
- https://www.dsrvsindia.ac.in પર "ભરતી પોર્ટલ" પર ક્લિક કરો.
- સહાયક ગ્રામીણ વિકાસ અધિકારી ભરતી પર ક્લિક કરો.
- ઇન્ફોર્મેશન ફોર કેન્ડીડેટ્સ
- ઓનલાઇન એપ્લિકેશન- ફોટો અને સહી અપલોડ કરવાની સાથે જરૂરી વિગતો ભરો.
- એપ્લિકેશન સબમિટ કરો.
- ઓનલાઇન ફોર્મ ફી સબમિટ કરો.
- ભવિષ્યમાં રેફરન્સ માટે ઉમેદવારો અરજીની એક પ્રિન્ટ આઉટ જરૂર રાખવી.
DSRVS ARDO Recruitment અરજી ફી
જનરલ/ ઓબીસી – રૂ. 500
એસસી/ એસટી – રૂ. 350
દિવ્યાંગ ઉમેદવારો માટે – રૂ. 350
અરજી કરવા માટે મહત્વની તારીખો
- અરજી કરવાની પ્રારંભિક તારીખ – 11 માર્ચ, 2022
- અરજી કરવાની અંતિમ તારીખ – 20 એપ્રિલ, 2022
- જી.ડી. / સામાન્ય પરીક્ષાની અપેક્ષિત તારીખ - ઓગસ્ટ 2022
- યોગ્યતા/પરિણામ પ્રદર્શિત કરવાની અપેક્ષિત તારીખ - સપ્ટેમ્બર 2022
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર