Home /News /career /Jobs and Career: હવે ડ્રોનથી મળશે નોકરીઓ… આ છે ડ્રોન ઉડાવવાના નિયમ, જાણો પાયલટ બનીને કઈ રીતે કમાણી કરી શકાશે

Jobs and Career: હવે ડ્રોનથી મળશે નોકરીઓ… આ છે ડ્રોન ઉડાવવાના નિયમ, જાણો પાયલટ બનીને કઈ રીતે કમાણી કરી શકાશે

Drones are also useful for e-commerce platforms

Drone Festival 2022: માનવામાં આવે છે કે 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે. આ સાથે જ ડ્રોન સેક્ટરમાં ઘણી નોકરીઓ પણ મળશે. એવામાં જાણીએ કે હાલ ભારતમાં ડ્રોનને લઇને શું નિયમ-કાયદા છે અને કઈ રીતે આ સેક્ટરમાં સારું કરિયર બનાવી શકાય છે.

વધુ જુઓ ...
Drone Festival 2022: કેન્દ્ર સરકાર ડ્રોન સર્વિસ સને ડ્રોન આધારિત ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પ્રગતિ મેદાનમાં બે દિવસીય ભારત ડ્રોન મહોત્સવ 2022 (Bharat Drone Mahotsav 2022)નું આયોજન કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બે દિવસના આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ પીએમએ કહ્યું છે કે ડ્રોન ટેક્નોલોજી (Drone Technology)ને લઇને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે અદ્ભુત છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે તે ભારતમાં રોજગાર સર્જનના એક ઉભરતા મોટા સેક્ટરની શક્યતા બતાવે છે. માનવામાં આવે છે કે 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે.

જણાવી દઇએ કે ડ્રોન હબ (Jobs in Drone Sector) બનવા સાથે જ ડ્રોન સેક્ટરમાં ઘણી નોકરીઓ પણ મળશે. એવામાં જાણીએ કે આખરે હાલ ભારતમાં ડ્રોનને લઇને શું નિયમ-કાયદા છે અને કઈ રીતે આ સેક્ટરમાં સારું કરિયર બનાવી શકાય છે. સાથે જ એ પણ જાણીએ કે ડ્રોન પાયલટ કઈ રીતે બનાય અને આ સેક્ટરમાં રોજગારની કેટલી તક છે.

શું ગમે ત્યાં ડ્રોન ઉડાવી શકાય?

ડ્રોન સેક્ટરમાં રોજગારીની તક વિશે જાણતા પહેલા તમને જણાવી દઇએ કે ભારતમાં ડ્રોનને લઇને શું નિયમો છે. ભારત સરકારે ગયા વર્ષે જ પોતાની ડ્રોન પોલિસીમાં ઘણો ફેરફાર કર્યો છે અને ડ્રોન ઉડાવવા, તેના લાયસન્સ, પાયલટ વગેરે માટેના નિયમો બદલાયા છે. સરકારે ડ્રોન ઉડાવવાને લઇને એક મેપ બનાવ્યો છે, જેમાં અમુક ઝોનને ગ્રીન કે રેડ ઝોનના હિસાબે ચિહ્નિત કર્યા છે.

તેમાં અમુક ક્ષેત્રને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે, જે 400 ફૂટ સુધીનું એર ફીલ્ડ છે. પરંતુ, એર પોર્ટ પાસે તેની ઊંચાઈ ઓછી છે અને તેના કેન્દ્રથી 8-12 કિમી વચ્ચે સ્થિત ક્ષેત્રથી 200 ફૂટ ઉપર સુધી નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અન્ય હવાઈ ક્ષેત્રમાં 400 ફૂટ સુધી ડ્રોન ઉડાવી શકાય છે, જ્યારે એરોપ્લેન પાસેના ક્ષેત્રમાં આ લિમિટ 200 સુધી છે. તો ગ્રીન એરિયામાં 500 કિગ્રા સુધી વજનવાળા ડ્રોન માટે કોઈની પણ મંજૂરીની આવશ્યકતા નથી.

તો ગ્રીન એરિયામાં 400 ફૂટથી ઉપરનું એર ફીલ્ડ યેલો ક્ષેત્ર કહેવામાં આવે છે. યેલો એરિયામાં ડ્રોન સંચાલન માટેના નિયમ મુજબ, એર ટ્રાફિક કન્ટ્રોલ ઓથોરિટી એએઆઈ, આઈએએફ, નેવી, એચએએલ વગેરેની પરવાનગી અનિવાર્ય છે. જો કે, હવે યેલોને એર પોર્ટના પરિઘથી પહેલાના 45 કિમીથી ઘટાડીને 12 કિમી કરવામાં આવ્યું છે.

રેડ ઝોનમાં ‘નો-ડ્રોન ઝોન’ છે, જેની અંદર કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ડ્રોનનું સંચાલન કરવામાં આવી શકે છે. ડ્રોન સંચાલિત કરવાની યોજના બનાવનારા કોઇપણ વ્યક્તિને ક્ષેત્રની સીમાઓમાં કોઇપણ ફેરફાર માટે નવીનતમ એર ફીલ્ડના નકશાની અનિવાર્યપણે તપાસ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-MHA Recruitment 2022: ગૃહ મંત્રાલયમાં 49 જગ્યાઓ માટે કરો અરજી, અહીં જાણો બધી વિગતો

તો માઇક્રો ડ્રોન (બિન-વ્યવસાયિક ઉપયોગ માટે) અને ડ્રોન માટે રિમોટ પાયલટ લાયસન્સની આવશ્યકતા નથી. સાથે જ કોઇપણ રજિસ્ટ્રેશન કે લાયસન્સને જારી કરતા પહેલા કોઈ સુરક્ષા મંજૂરી જરૂર નથી.

કઈ રીતે બને છે ડ્રોન લાયસન્સ?

અમુક ડ્રોન ઉડાવવા માટે ડ્રોન લાયસન્સની જરૂર હોય છે. તે અલગ-અલગ કેટેગરીને આધારે બનાવવામાં આવે છે. આ માટે પહેલા તમારે ડ્રોનની ટ્રેનિંગ લેવાની હોય છે અને એક વખત ટ્રેનિંગ લીધા બાદ તેના સર્ટિફિકેટ બાદ ડીજીસીએથી લાયસન્સ લેવાનું હોય છે. હવે સરકારે આ પ્રક્રિયાને પહેલાથી સરળ બનાવી દીધી છે. આ લાયસન્સ 18 વર્ષથી ઉપરના ઉમેદવાર, 10મી પાસ અને ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનના ડીજીથી ટ્રેનિંગ લઈ ચૂકેલા વ્યક્તિથી લઈ શકાય છે.

આ પણ વાંચોઃ-ONGC Recruitment: ONGCમાં 922 નોન-એક્ઝીક્યુટિવ પોસ્ટ પર અરજી કરવાની અંતિમ તક, વેતન રૂ. 98,000

રોજગારીની તકો કેટલી હશે?

ડ્રોન સેક્ટરના વિસ્તારથી કૃષિ, ખનન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુપરવિઝન, ઇમરજન્સી રિસ્પોન્સ, પરિવહન, મેપિંગ, ડિફેન્સમાં ઘણી રોજગારીની તકો ઊભી થશે. માનવામાં આવે છે કે ભારતમાં 2030 સુધી વૈશ્વિક ડ્રોન હબ બનવાની ક્ષમતા છે. માનવામાં આવે છે કે ડ્રોન એર ફીલ્ડના નકશા, ડ્રોન અને ડ્રોન ઘટકોના નિર્માણ ઉદ્યોગમાં આવતા ત્રણ વર્ષોમાં 5,000 કરોડ રૂપિયાથી વધુ રોકાણ થઈ શકે છે.

ડ્રોન નિર્માણ ઉદ્યોગનો સેલ્સ બિઝનેસ 2023-24માં 900 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. ડ્રોન નિર્માણ ઉદ્યોગથી આવતા 3 વર્ષોમાં 10,000થી વધુ પ્રત્યક્ષ રોજગારની તકો સર્જાવાની આશા છે. તો અમુક વર્ષોમાં તે વધીને 30,000 કરોડ રૂપિયા થવાની આશા છે. ડ્રોન સેક્ટરમાં 3 વર્ષોમાં પાંચ લાખથી વધુ રોજગારીની તક સર્જાવાની શક્યતા છે.
First published:

Tags: Drone, Drone India, Drone Use Rules, Explained, Know about, જ્ઞાન, ડ્રોન Drones

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો