Home /News /career /રાજ્યની 50 ITIમાં ડ્રોનનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે, સ્કીલ યુનિવર્સિટીમાં ડ્રોન લેબ શરુ

રાજ્યની 50 ITIમાં ડ્રોનનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે, સ્કીલ યુનિવર્સિટીમાં ડ્રોન લેબ શરુ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, દરેક ક્ષેત્રે આગળ વધવુ અને ટોપ પર રહેવાનો સરકારનો પ્રયાસ છે.

Drone Education in Gujarat: રાજ્યમાં કૌશલ્યા સ્કીલ યુનિવર્સિટીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ લેબમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનિંગ પણ મળી રહેશે. ડ્રોન મંત્રાલય એડવાન્સ ડ્રોન મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન ઇનોવેશન અને ટ્રેડિંગ લેબ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યની 50 ITI માં ડ્રોનનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. રાજ્યની કૌશલ્ય ધી સ્કૂલ યુનિવર્સિટી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજી અને ડ્રોન મંત્રા લેબનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ખેલકૂદનાં મેદાનથી લઈને ખેતરમાં આજે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ગુજરત દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ડ્રોનથી ખેતરમાં દવાનો છંટકાવ થાય છે.

રાજ્યમાં કૌશલ્યા સ્કીલ યુનિવર્સિટીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ લેબમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનિંગ પણ મળી રહેશે. ડ્રોન મંત્રાલય એડવાન્સ ડ્રોન મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન ઇનોવેશન અને ટ્રેડિંગ લેબ છે. જે તાલીમાર્થીઓને ડ્રોનના તમામ પાસાઓ અને પાયાની બાબતો વિશે સમજવાની તક આપશે અને અદ્યતન ડ્રોનના ઈમ્પોર્ટન્ટ પાર્ટ એસેમ્બલ કરી શકાશે.

આ પણ વાંચો: પાંચ દિવસ ઉઘાડ રહ્યા બાદ પાછો વરસાદ આવશે?

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, દરેક ક્ષેત્રે આગળ વધવુ અને ટોપ પર રહેવાનો સરકારનો પ્રયાસ છે. છેવાડાના માણસ સુધી ટેકનોલોજી પહોંચે તેવા પ્રયાસ પણ સરકાર કરી રહી છે. પહેલા વિદેશમાં જે ટેકનોલોજી શરુ થઈ હોય તે ભારત આવતા રાહ જોવી પડતી હતી. પરંતુ હવે વિદેશમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તે ટેકનોલોજી ભારતમાં પણ જોવા મળે છે. સ્કીલ એ દરેક વ્યક્તિ માટે જરુરી છે. સરકાર દ્વારા ડ્રોન ઉદ્યોગ ક્ષેત્રે અલગ અલગ કોર્સ શરુ કરવામાં આવ્યા છે. રાજ્યની 50 આઈ.ટી.આઈમાં ડ્રોનનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. જ્યાં ડ્રોનથી ખેતરમાં દવાનો છંટકાવ થાય તે દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. ખેડુતો માટે પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે.



બીજીતરફ રાજ્યના અધિક મુખ્યસચિવ અંજુ શર્માએ જણાવ્યું કે ભારતને ડ્રોન હબ બનાવવા માટે આપણે આગળ કામ કરી રહ્યાં છીએ. રાજ્યના મુખ્યમંત્રીની ગાઈડન્સ હેઠળ સ્કુલ ઓફ ડ્રોન કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટીમાં સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પ્રથમ તબક્કે ફ્લાઈંગ સ્કૂલ શરુ કરી હતી. અને હવે ડ્રોન મેન્યુફેક્ચરિંગના કોર્સીસ ચલાવવા ડ્રોન લેબ તૈયાર કરી છે. યુનિનર્સિટીએ પોતાનું ડ્રોન બનાવવાનું શરુ કરવા એક પ્રોટોટાઈપ તૈયાર કર્યું છે. જેને ડીજીસીએની મંજુરી મળ્યા પછી આ ડ્રોનનું કોમર્શિયલ ઉત્પાદન કરવામાં આવશે. રાજ્યની 50 આઈટીઆઈમાં આ ડ્રોન આપવામાં આવશે. અને એ ડ્રોન મારફતે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Drone, Drone India, Drone system