Home /News /career /

DRDO Recruitment: સાયન્ટિસ્ટના 59 પદો માટે આવી ભરતી, મળશે રૂ.1 લાખથી વધુ પગાર

DRDO Recruitment: સાયન્ટિસ્ટના 59 પદો માટે આવી ભરતી, મળશે રૂ.1 લાખથી વધુ પગાર

DRDOમાં ભરતી

DRDO Recruitment 2022: જેના માટે RAC વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજીઓ (Online Application) સ્વીકારવામાં આવશે. પસંદ કરાયેલા લોકોને તેમની લાયકાત અને અનુભવના આધારે 1,31,100 રૂપિયા સુધીનો માસિક પગાર (Salary) ચૂકવવામાં આવશે.

    Jobs and Career: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસ (DRDS) તરીકે ઓળખાતી ગ્રુપ ‘A’ ટેકનિકલ સર્વિસમાં નોકરી કરવાની ઇચ્છા અને લાયકાત ધરાવતા વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીસ્ટ માટે DRDOની ભરતી 2022 (DRDO Recruitment 2022) ટૂંક સમયમાં શરૂ થશે. તેમાં વૈજ્ઞાનિક (Jobs for Scientist Post) F, D, E, અને C ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જેના માટે RAC વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજીઓ (Online Application) સ્વીકારવામાં આવશે. પસંદ કરાયેલા લોકોને તેમની લાયકાત અને અનુભવના આધારે 1,31,100 રૂપિયા સુધીનો માસિક પગાર (Salary) ચૂકવવામાં આવશે.

    કોણ કરી શકે છે આ પોસ્ટ માટે અરજી?

    તાજેતરની DRDO ભરતી નોટિફીકેશન અનુસાર, કુલ 59 જગ્યાઓ છે. જેના માટે એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં ફર્સ્ટ ક્લાસની સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો એન્જીનિયરિંગના નીચેના પ્રવાહો અથવા માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી ટેક્નોલોજીમાં ફર્સ્ટ ક્લાસ MSc અથવા MSc ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. :

    - મિકેનિકલ અને ઓટોમેશન એન્જિનિયરિંગ.

    - મિકેનિકલ અને પ્રોડક્શન એન્જિનિયરિંગ

    - એરોસ્પેસ એન્જિનિયરિંગ

    - એવિઓનિક્સ.

    - એપ્લાઇડ ઓપ્ટિક્સ.

    - ઓપ્ટિકલ એન્જિનિયરિંગ.

    - ફોટોનિક્સ.

    - મિકેનિકલ એન્ડ ઓટોમેશન એન્જિનિયરિંગ.

    - મિકેનિકલ એન્ડ પ્રોડક્શન એન્જિનિયરિંગ.

    - ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એન્જિનિયરિંગ.

    - ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ.

    - મેટલર્જી એન્ડ મટિરિયલ ટેકનોલોજી.

    - મેટલર્જી .

    - મેટલર્જિકલ એન્જિનિયરિંગ.

    - મટિરિયલ સાયન્સ એન્ડ મેટલર્જિકલ એન્જિનિયરિંગ.

    - કેમિકલ ટેકનોલોજી

    - કેમિકલ પ્લાન્ટ એન્જિનિયરિંગ.

    - એપ્લાઇડ કેમિકલ એન્ડ પોલિમર ટેકનોલોજી.

    - પોલિમર સાયન્સ એન્ડ કેમિકલ ટેકનોલોજી.

    - કેમિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી.

    - ફિઝીક્સ (ઇલેક્ટ્રોનિક્સ)

    - એપ્લાઇડ ફિઝિક્સ.

    - સોલિડ સ્ટેટ ફિઝિક્સ.

    - કમ્પ્યુટેશનલ ફિઝિક્સ.

    - એન્જિનિયરિંગ ફિઝિક્સ .

    - ફિઝીક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, અને અન્ય સંબંધિત પ્રવાહો.

    આ પણ વાંચોઃ-India Post Recruitment: ઇન્ડિયન પોસ્ટમાં વિવિધ પદો પર બંપર ભરતી, નજીક છે છેલ્લી તારીખ

    આ ભરતીમાં માટે કઇ રીતે કરી શકો છો અરજી?
    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આરએસી વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે, અને સબમિટ કરવાની છેલ્લી તારીખ અરજીઓ શરૂ થયાની તારીખથી 28 દિવસ હશે. જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ પુરુષ ઉમેદવારોએ નોન-રિફંડેબલ અને નોન-ટ્રાન્સફરેબલ એપ્લિકેશન ફી રૂ.100 ભરવાની રહેશે. જોકે, એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. ઉમેદવારોએ અરજી કર્યા બાદ એપ્લિકેશન ફોર્મની એક નકલ પોતાની પાસે અવશ્ય રાખવી જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    આ પણ વાંચોઃ-Sarkari Naukri 2022 : ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે એક્સાઈઝ અને ટેક્સ ઈન્સપેક્ટર બનવાની તક, જાણો વિગતો

    કેટલી છે વયમર્યાદા?

    સાયન્ટિસ્ટ 'એફ' માટે: મહત્તમ વયમર્યાદા 50 વર્ષ

    સાયન્ટિસ્ટ ‘ડી’ / ‘ઇ’ માટે – મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

    સાયન્ટિસ્ટ ‘સી’ માટે – મહત્તમ વયમર્યાદા 35 વર્ષ

    કેન્દ્ર સરકારના નિયમો મુજબ પસંદ કરવામાં આવેલ ઉમેદવારોએ દૂરસ્થ/ક્ષેત્ર વિસ્તારના સ્થળો સહિત ભારતમાં ગમે ત્યાં સેવા આપવાની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: DRDO, Jobs and Career, Recruitment 2022, Recruitments

    આગામી સમાચાર