Home /News /career /

DRDO Recruitment 2022 : DRDOમાં 150 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment 2022 : DRDOમાં 150 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment 2022 : ડીઆરડીઓમાં એપ્રેન્ટિસની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

DRDO Recruitment 2022 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO Recruitment 2022) એ રિસર્ચ સેન્ટર ઈમારત (RCI) ખાતે એપ્રેન્ટિસ પોસ્ટ (Apprentice Posts) માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

    DRDO Recruitment 2022 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO Recruitment 2022) એ રિસર્ચ સેન્ટર ઈમારત (RCI) ખાતે એપ્રેન્ટિસ પોસ્ટ (Apprentice Posts) માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવતી ભરતી નોટિફીકેશન (Job Notification) જાહેર કરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 150 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RCIની ઓફિશ્યલ વેબસાઈટ rcilab.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી, 2022 છે. તમે 25 જાન્યુઆરી, 2022થી અરજી કરી શકશો.

    DRDO Recruitment 2022 150 પદો પર થશે ભરતી

    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – 40 પોસ્ટ

    ટેક્નિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ – 60 પોસ્ટ

    ટ્રેડ એપ્રેન્ટિસ – 50 પોસ્ટ

    DRDO Recruitment 2022 વય મર્યાદા

    1 જાન્યુઆરી, 2022ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.

    આ પણ વાંચો : TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, 1.20 લાખ સુધી મળશે પગાર

    DRDO Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – ECE, EEE, CSE, મેકેનિકલ, કેમિકલમાં

    B.E/B.Tech, B.Com અને BSc.

    ટેક્નિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ - ECE, EEE, CSE, મેકેનિકલ, કેમિકલમાં ડિપ્લોમા ડિગ્રી મેળવવી આવશ્યક છે.

    ટ્રેડ એપ્રેન્ટિસ - ITI પાસ આઉટ(NCVT / SCVT) [ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અને વેલ્ડર વગેરેમાં]































    જગ્યા150
    લાયકાત

    ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – ECE, EEE, CSE, મેકેનિકલ, કેમિકલમાં

    B.E/B.Tech, B.Com અને BSc.

    ટેક્નિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ - ECE, EEE, CSE, મેકેનિકલ, કેમિકલમાં ડિપ્લોમા ડિગ્રી મેળવવી આવશ્યક છે.

    ટ્રેડ એપ્રેન્ટિસ - ITI પાસ આઉટ(NCVT / SCVT) [ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અને વેલ્ડર વગેરેમાં]
    પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી શૈક્ષણિક મેરિટ/લેખિત કસોટી/ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ સિવાય પસંદગી દસ્તાવેજોની સંતોષકારક ચકાસણીને આધીન પણ રહેશે. છેલ્લે પસંદ કરાયેલા ઉમેદવારોએ તેમના છેલ્લા રહેઠાણના સ્થાનેથી (ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષ માટે) અથવા જોઇનિંગ સમયે કાયમી સરનામું માન્ય પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ7-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    DRDO Recruitment 2022 પગારધોરણ

    ગ્રેજ્યુએટ અપ્રેન્ટિસ - રૂ.9000 સ્ટાઇપેન્ડ પ્રતિમાસ

    ટેક્નિશિયન (ડિપ્લોમા) એપ્રેન્ટિસ - રૂ.8000 સ્ટાઇપેન્ડ પ્રતિમાસ

    ટ્રેડ એપ્રેન્ટિસ - સરકારીની ધારાધોરણો અનુસાર સ્ટાઇપેન્ડ

    એપ્રેન્ટિસશીપની મુદત 12 મહિનાની હશે, જે એપ્રેન્ટિસશીપના કરારના અમલથી શરૂ થશે.

    આ પણ વાંચો : DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી, મળશે રૂ. 31,000 સ્ટાઈપેન્ડ

    DRDO Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક મેરિટ/લેખિત કસોટી/ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ સિવાય પસંદગી દસ્તાવેજોની સંતોષકારક ચકાસણીને આધીન પણ રહેશે. છેલ્લે પસંદ કરાયેલા ઉમેદવારોએ તેમના છેલ્લા રહેઠાણના સ્થાનેથી (ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષ માટે) અથવા જોઇનિંગ સમયે કાયમી સરનામું માન્ય પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

    DRDO Recruitment 2022 કઇ રીતે કરવી અરજી

    - અરજી ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ જાહેરાતમાં દર્શાવેલ તમામ માન્ય માપદંડો અને અન્ય ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં.

    -ઓફિશ્યલ પોર્ટલમાં રજીસ્ટર ઉમેદવારો rcilab.in દ્વારા અરજી ફોર્મ ભરી શકે છે.

    -ઉમેદવારોએ ફોર્મમાં માંગેલી તમામ વિગતો યોગ્ય અને સાચી રીતે ભરવી. આ સિવાય સ્કેન ફોટોગ્રાફ અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

    -જોઇનિંગ સમયે ઉમેવદારે આરસીઆઇ, હૈદરાબાદ ખાતે એપ્લિકેશનની સહી કરેલી કોપી અને તમામ ઓરિજનલ દસ્તાવેજો સાથે રાખવા આવશ્યક છે.
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર