Home /News /career /

DRDO Recruitment : DRDOમાં JRFની ભરતી, અહીંથી કરો અરજી, 31,000 સુધી મળશે સ્ટાઈપેન્ડ

DRDO Recruitment : DRDOમાં JRFની ભરતી, અહીંથી કરો અરજી, 31,000 સુધી મળશે સ્ટાઈપેન્ડ

DRDO Recruitment : ડીઆરડીઓમાં ભરતી, અહીંથી કરો અરજી

DRDO Recruitment 2022 : ડીઆરડીઓ (DRDO) દ્વારા જુનિયર રિસર્ચ ફેલો (JRF)ની ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    DRDO Recruitment :  એન્જીનિયરીંગની ડિગ્રી (Jobs for engineers) ધરાવતા અને નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ડીઆરડીઓ દ્વારા એક સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. હાલમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) ખાતે એન્જિનિયરો માટે DRDO ભરતી 2022 જાહેર કરવામાં આવી છે. જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO Recruitment 2022)નું કેન્દ્ર છે, જે ભારતીય સશસ્ત્ર દળોની (Indian Armed forces) આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અત્યાધુનિક માનવરહિત હવાઈ વાહનો અને એરોનોટિકલ સિસ્ટમ્સ અને તકનીકોની રચના અને વિકાસમાં સામેલ મુખ્ય એરોનોટિકલ સિસ્ટમ્સ ડિઝાઇન હાઉસ છે. જણાવી દઈએ કે, પસંદ કરાયેલા લોકોને 31,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે.

    DRDO Recruitment :  અરજી કરવા માટેની લાયકાત

    તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ નોટિફીકેશન અનુસાર, 9 નવી જુનિયર રિસર્ચ ફેલોની જગ્યાઓ છે. જેના માટે લાયક અને માન્ય GATE સ્કોર સાથે પ્રથમ વિભાગમાં BE અથવા BTech ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા BE અથવા BTech ડિગ્રી અને ME અથવા MTech ગ્રેજ્યુએશન અને પોસ્ટ બંનેમાં ફર્સ્ટ ડિવિઝન સાથે એન્જિનિયરિંગના નીચેના પ્રવાહોમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે:

    DRDO Recruitment :  ખાલી જગ્યા

    ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરીંગ – 5 પોસ્ટ

    એરોનોટિકલ એન્જીનિયરીંગ – 2 પોસ્ટ

    મેકેનિકલ એન્જીનિયરીંગ – 2 પોસ્ટ

    આ પણ વાંચો : MPRL Recruitment 2022: એમપીઆરએલમાં 65 એક્ઝિક્યુટિવની ભરતી, અહીંથી કરો અરજી

    DRDO Recruitment : નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા09
    શૈક્ષણિક લાયકાતGATE સ્કોર સાથે પ્રથમ વિભાગમાં BE અથવા BTech ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા BE
    અરજી ફીનિશુલ્ક
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ અને જીડી દ્વારા ગેટ 2022ના સ્કોરથી
    અરજી કરવાની અંતિમ તારીખ22-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    DRDO Recruitment : લાયકાત

    ઉંમર, ડિસીપ્લિન અને લાયકાતના સંદર્ભમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો જ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. વધુમાં નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર, “પરીક્ષામાં મેળવેલ ગુણ ટકાવારીમાં દર્શાવવાના છે. CGPA ના કિસ્સામાં ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના યુનિવર્સિટીના ધોરણો અનુસાર CGPA ને ટકાવારીમાં રૂપાંતરિત કરીને દર્શાવે."

    આ પણ વાંચો : India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી કરવાની સુવર્ણ તક, 38,926 પદો પર ભરતી

    DRDO Recruitment : આ રીતે કરી શકો છો અરજી

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 22 મે, 2022 પહેલા RACની સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં પૂછ્યા મુજબ તમામ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવા સાથે તમામ ફિલ્ડ સામે ફરજિયાત સાચી વિગતો ભરવાની રહેશે. જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવે છે અને સફળતાપૂર્વક તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરે છે અને જો શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, તો તેઓને લેખિત કસોટી અને ઈન્ટરવ્યુ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવશે. માત્ર રજીસ્ટર્ડ ઉમેદવારોને જ તેમની ઓનલાઈન અરજીની નકલ સાથે પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. વધુ જાણકારી માટે તમે ઓફિશ્યલ નોટીફિકેશન તપાસી શકો છો.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર