Home /News /career /DRDO Recruitment: 1,075 સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની થશે ભરતી, લાયકાત અને પસંદગી પ્રક્રિયા અંગે અહીં જાણો

DRDO Recruitment: 1,075 સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની થશે ભરતી, લાયકાત અને પસંદગી પ્રક્રિયા અંગે અહીં જાણો

DRDOમાં ભરતી

DRDO Recruitment 2022: સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B અને ટેકનિશિયન-A (ટેક-A) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન સપ્ટેમ્બર 2022માં થશે.

    DRDO CEPTAM 10 DRTC Recruitment 2022: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), સેન્ટર ફોર પર્સોનેલ ટેલેન્ટ મેનેજમેન્ટ (CEPTAM)એ CEPTAM 10 DRTC (Defence Research Technical Cadre)માં અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવા માટે જાહેરાત કરી છે. અધિકૃસ વેબસાઈટ drdo.gov.in. પર DRDO CEPTAM 10 DRTC નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

    ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં DRDOની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પસંદગી માટે એન્ટ્ર્ન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B અને ટેકનિશિયન-A (ટેક-A) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન સપ્ટેમ્બર 2022માં થશે.

    સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B ભરતી


    કૃષિ, ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ, બોટની, કેમિકલ એન્જિનિયરીંગ, કેમિસ્ટ્રી, સિવિલ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઈન્સ્ટ્રુમેન્ટેશન, લાઈબ્રેરી સાયન્સ, મેથેમેટીક્સ, મિકેનિકલ એન્જિનિયરીંગ, મેટાલુર્જી, ફિઝીક્સ, પ્રિન્ટીંગ ટેકનોલોજી, સાયકોલોજી, ટેક્સટાઈલ, ઝુઓલોજીમાં કુલ 1,075 કુલ સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-Bની ભરતી કરવામાં આવશે.

    ટેકનિશિયન-A (ટેક-A) ભરતી


    ટ્રેડ, ઓટોમોબાઈલ, બુક બાઈન્ડર, કારપેન્ટર, CNC ઓપરેટર, COPA, મિકેનિકલ, DTP ઓપરેટર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ, ફિટર, ગ્રાઈન્ડર, મશિનિસ્ટ, મિકેનિક (ડીઝલ), મિલ રાઈટ મિકેનિક, મોટર મિકેનિક, પેઈન્ટર, ફોટોગ્રાફર, Ref & AC, શીટ મેટલ વર્કર, ટર્નર, વેલ્ડર એમ કુલ 826 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત (Educational Qualification)


    સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B- અરજી કરનાર ઉમેદવારે સાયન્સમાં બેચલર ડિગ્રી, એન્જિનિયરીંગ, ટેકનોલોજી તથા કમ્પ્યુટર સાયન્સ અથવા જે તે વિષયમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.

    ટેકનિશિયન-A (Technician A)- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ અથવા માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટિટ્યુશનમાંથી ITI કરેલું હોવું જોઈએ.

    વય મર્યાદા (Age Limit)-


    ઉમેદવાર 18 થી 28 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.

    પગારધોરણ (Salary)


    સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B- ઉમેદવારને સાતમા પગારપંચ અનુસાર રૂ.35,400થી રૂ.1,12,400 પગાર તથા અન્ય લાભ આપવામાં આવશે.

    ટેકનિશિયન A- ઉમેદવારને સાતમા પગારપંચ અનુસાર રૂ.19,900 થી રૂ.63,200 પગાર તથા અન્ય લાભ આપવામાં આવશે.

    પસંદગી પ્રક્રિયા (Selection Process)


    સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B-


    પસંદગી પ્રક્રિયામાં ટિયર–I (સ્ક્રીનિંગ) અને ટિયર–II (ફાઈનલ સિલેક્શન) પસંદગી શામેલ હશે.

    ટિયર–I અને ટિયર–II કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) પર આધારિત હશે.

    ટિયર–I (CBT) સ્કોર જરૂરિયાત અનુસાર નોર્મલાઈઝ કરવામાં આવશે.

    ટિયર–I અને ટિયર–II માત્ર ઓબ્જેક્ટીવ પ્રશ્નો હશે.

    ટિયર–I સ્ક્રીનિંગ માટે અને ટિયર–II ઉમેદવારોના ફાઈનલ સિલેક્શન માટે છે.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: GPSC ક્લાસ-1, 2ના 245 પદો માટેની ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ


    ટેકનિશિયન A-


    પસંદગી પ્રક્રિયામાં ટિયર–I (સ્ક્રીનિંગ) અને ટિયર–II (ફાઈનલ સિલેક્શન) પસંદગી સામેલ હશે.

    ટિયર–I (CBT) સ્કોર જરૂરિયાત અનુસાર નોર્મલાઈઝ કરવામાં આવશે.

    ટિયર–I પરીક્ષામાં માત્ર ઓબ્જેક્ટીવ પ્રશ્નો હશે.

    આ પણ વાંચોઃ-Vi Recruitment: Vi એ ગુજરાતમાં બહાર પાડી 40,000 નોકરીઓ, ગ્રાહકોને મળશે પ્રથમ પ્રાયોરિટી


    ટિયર–II પરીક્ષા (ટ્રેડ ટેસ્ટ) ક્વોલિફાઈંગ નેચરમાં લેવામાં આવશે.

    ઉમેદવારોએ પ્રેક્ટીકલ ટેસ્ટ માટે સંબંધિત ક્ષેત્રે ITI કરેલું હોવું જોઈએ. આ ટેસ્ટનો સમય એકથી બે કલાકનો રહેશે.

    DRDO CEPTAM પરીક્ષા પેટર્ન


    CEPTAM ઉમેદવારોના ફાઈનલ લિસ્ટની જાણકારી લેબોરેટરી અથવા સંસ્થાઓમાં અથવા સંબંધિત અપોઈન્ટિંગ ઓથોરિટીને આપે છે. પ્રમાણપત્ર અથવા ડોક્યુમેન્ટની ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને ઓફર આપવામાં આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, DRDO Recruitment, Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन