Home /News /career /DRDO Sarkari Naukri 2022: DRDOમાં કુલ 1901 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત,1.10 લાખ રૂપિયા સુધી મળશે પગાર

DRDO Sarkari Naukri 2022: DRDOમાં કુલ 1901 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત,1.10 લાખ રૂપિયા સુધી મળશે પગાર

DRDOમાં 1900 પોસ્ટ માટે ભરતી

DRDO Recruitment 2022 : DRDO માં સરકારી નોકરી મેળવવા માંગતા યોગ્ય તેમજ ઈચ્છુક ઉમેદવારો માટે ઉજ્જવળ તક. વરિષ્ઠ તકનીકી સહાયક B અને તકનીકી A હોદ્દાઓ માટેની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. DRDOની સત્તાવાર વેબસાઈટ drdo.gov.in પર જઈને અરજી કરી શકો છો

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થામાં નોકરી મેળવવા માટે એક સારી તક છે. આ માટે DRDO એ પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ સેન્ટરમાં વરિષ્ઠ તકનીકી સહાયક B અને તકનીકી A હોદ્દાઓ માટેની જગ્યાને ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ પદો માટે અરજી કરવા માંગે છે. તે DRDOની સત્તાવાર વેબસાઈટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 23મી સપ્ટેમ્બર છે.

    1901 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.drdo.gov.in/ પર ક્લિક કરીને આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક DRDO CEPTAM Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1901 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    DRDO Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ - 3 સપ્ટેમ્બર
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ - 23 સપ્ટેમ્બર

    DRDO Recruitment 2022 માટે જગ્યા વિતરણ

    કુલ જગ્યાઓની સંખ્યા - 1901
    વરિષ્ઠ તકનીકી સહાયક B : 1075 પોસ્ટ
    ટેકનીશિયન A : 826 પોસ્ટ

    આ પણ વાંચોઃ ધો-12 પછી ઇજનેરી ક્ષેત્રમાં અભ્યાસ કરો છો તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

    DRDO Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    વરિષ્ઠ તકનીકી સહાયક B : AICTE દ્વારા માન્ય સંસ્થામાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી કે એન્જિનિયરિંગ કે ટેકનોલોજી કે કમ્પ્યૂટર વિજ્ઞાન કે સંબંધિત વિષયોમાં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.
    ટેકનીશિયન A : કોઈ માન્ય બોર્ડ કે સંસ્થામાંથી 10મું ધોરણ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સાથે જ કોઈ માન્ય સંસ્થામાંથી ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

    DRDO Recruitment 2022 માટે વયમર્યાદા

    ઉમેદવારોની ઉંમર 18થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    DRDO Recruitment 2022 માટે પગાર

    વરિષ્ઠ તકનીકી સહાયક B : પે મેટ્રિક્સ સ્તર - 6 35400-112400 રૂપિયા
    ટેકનીશિયન A : પે મેટ્રિક્સ સ્તર - 19900-63200 રૂપિયા

    આ પણ વાંચોઃ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વાતોનું ખાસ ધ્યાન રાખજો

    DRDO Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    વરિષ્ઠ તકનીકી સહાયક B : ટાયર- 1 (સીબીટી)- સક્રીનિંગ ટેસ્ટ; ટાયર- 2 (સીબીટી)- પસંદગી પરીક્ષા
    ટેકનીશિયન A : ટાયર- 1 (સીબીટી)- પસંદગી પરીક્ષા; ટાયર- 2 - વેપાર/કૌશલ્ય પરીક્ષણ
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन