DRDO RECRUITMENT 2022: DRDOના રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટરની સત્તાવાર વેબસાઈટ rac.gov.in પર 28 જૂનના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજીઓ કરી શકાય છે.
Jobs and Career: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (The Defence Research and Development Organisation DRDO) એ વિવિધ શાખાઓમાં વૈજ્ઞાનિકોની 58 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયાની નોટિફિકેશન બહાર પાડી છે. DRDOના રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (Recruitment & Assessment Centre, RAC)ની સત્તાવાર વેબસાઈટ rac.gov.in પર 28 જૂનના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજીઓ કરી શકાય છે.
ઓનલાઈન સબમિશન બંધ થયા પછી એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન સબમિટ કરવામાં આવેલ કોઈપણ ડેટાના ફેરફારના સંદર્ભમાં કોઈપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જેથી ઉમેદવરોએ કાળજી રાખવી. નોકરી માટે પસંદ કરાયેલ ઉમેદવારોને DRDOની જરૂરિયાતોને આધારે, રિમોટ અને ફિલ્ડ લોકેશન સહિત ભારતમાં ગમે ત્યાં સર્વિસમાં મૂકવામાં આવશે.
DRDO RECRUITMENT 2022: પસંદગીના ધારાધોરણ ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાત, કાર્ય અનુભવ અને સ્ક્રીનીંગ કમિટી દ્વારા ભરતીમાં દર્શાવેલ અન્ય માપદંડોના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પછી પ્રારંભિક ઓનલાઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને એક પોસ્ટ માટે 12 ઉમેદવારોના રેશિયોમાં અંતિમ વ્યક્તિગત ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
જગ્યા
58 પદો
સાઈન્ટિસ્ટ C
34 પદો
સાઈન્ટિસ્ટ D
15 પદો
સાઈન્ટિસ્ટ E
6 પદો
સાઈન્ટિસ્ટ F
3 પદો
લાયકાત
સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે માસ્ટર્સ અથવા સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે
વય મર્યાદા
ભરતી માટેની ઉપલી વય મર્યાદા પોસ્ટના આધારે 35 થી 50 વર્ષ સુધીની છે
DRDO RECRUITMENT 2022: લાયકાતના ધારાધોરણ શૈક્ષણિક લાયકાત: ભરતી માટે લાયક બનવા માટે ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે માસ્ટર્સ અથવા સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં ઉમેદવારોએ તેમની ઇચ્છિત પોસ્ટ્સ માટે કામનો અનુભવ અને અન્ય લાયકાત પર ખરા ઉતરે તે આવશ્યક છે.
વય મર્યાદા: ભરતી માટેની ઉપલી વય મર્યાદા પોસ્ટના આધારે 35 થી 50 વર્ષ સુધીની છે. PwD, ભૂતપૂર્વ સૈનિકો અને નાગરિક કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાથે જોડાયેલા ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. છૂટછાટના કિસ્સામાં પણ મહત્તમ વય 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
DRDO RECRUITMENT 2022: પગાર ઓફિશિયલ નોટિફિકેશન મુજબ વૈજ્ઞાનિકોની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને સ્તર 13 A. (7મી CPC) મુજબ રૂ. 1,31,100 સુધીનો પગાર મળશે. અન્ય વિગતો મેળવવા માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર